મુંબઈ: આગામી એક્શન થ્રિલર ફિલ્મ 'ગણપથ: એ હીરો ઈઝ બોર્ન'ના નિર્માતાઓએ ટીઝર રિલીઝની તારીખ આગળ લંબાવી છે. અગાઉ જાણકારી આપી હતી કે, ફિલ્મનું ટીઝર તારીખ 27 સપ્ટેમ્બરે રિલીઝ થશે, પરંતુ હવે આ ટીઝરની રિલીઝ ટેડ આગળ લંબાવીને તારીખ 29 સપ્ટેમ્બર કરી દેવામાં આવી છે. નિર્માતાઓએ ફિલ્મના નવા પોસ્ટરની સાથે અપડેટ શેર કરી છે.
ગણપથ ટીઝરની રિલીઝ ડેટ મોકૂફ: અભિનેતા ટાઈગરશ્રોફે પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પર ફિલ્મનું નવું પોસ્ટર શેર કર્યું છે. પોસ્ટ શેર કરીને તેમણે લખ્યું છે કે, ''હમસે મિલને કે લિયે કરના હોગા થોડા ઔર ઈન્તજાર, ક્યોંકિ હમ લેકર આ રહે હૈ કુછ ખાસ.'' હવે ગણપથ ફિલ્મનું ટીઝર તારીખ 29 સપ્ટેમ્બરે રિલીઝ થશે. આ સાથે જ ફિલ્મને આ દશેરા પર તારીખ 20 ઓક્ટોમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ કવરવામાં આવશે.
ગણપથ ફિલ્મનું નવું પોસ્ટર રિલીઝ: સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલા નવા પોસ્ટરમાં ટાઈગર શ્રોફ અને કૃતિ સેનન પોઝ આપતા જોવા મળે છે. વિકાસ બહલ દ્વારા નિર્દેશિત ફિલ્મમાં અમિતાભ બચ્ચન પણ સામેલ છે. 'ગણપથ: એ હીરો ઈઝ બોર્ન' એક શાનદાર હાઈ-ઓક્ટેન એક્શન ફિલ્મ છે. ટાઈગર શ્રોફ સ્ટારર ફિલ્મને વાસુ ભગનાની, જૈકી ભગનાની, દીપશિખા દેશમુખ અને વિકાસ બહલે પ્રોડ્યૂસ કરી છે. ગણપથ ફિલ્મ હિન્દી, તમિલ, તેલુગુ, મલયાલમ અને કન્નડ ભાષામાં રિલીઝ થવા માટે તૈયાર છે.
ટાઈગર- કૃતિ સેનની આગામી ફિલ્મ: 'ગણપથ' ફિલ્મ સિવાય ટાઈગર અક્ષય કુમારની સાથે આગામી એકશન ફિલ્મ 'બડે મિયાં છોટે મિયાં'માં પણ જોવા મળશે. અલી અબ્બાસ જફર દ્વારા નિર્દેશિત આ ફિલ્મ 2024માં ઈદના ખાસ અવસર પર સિનેમાઘરોમાં રિલીઝ થવા માટે તૈયાર છે. બીજી બાજુ કૃતિ સેનન, કરી કપૂર ખાન, તબ્બૂ અને દિલજીત દોસાંઝની સાથે 'ધ ક્રૂ'માં જોવા મળશે. આ સિવાય તેમની ફિલ્મમાં કજોલ સાથે 'દે પત્તી' પણ સામેલ છે.
- Waheeda Rehman News: સાઉથ સિનેમાથી ડેબ્યુ કરનાર, બોલિવુડ એવરગ્રીન વહીદા રેહમાનની ફિલ્મો પર એક નજર
- Amir Khan Ganpati Pooja: ગણપતિ બાપ્પાના આશીર્વાદ લેવા માટે પોલિટિકલ લીડરના ઘરે પહોંય્યા આમિર ખાન, જુઓ વીડિયો
- Jawan Box Office Collection: બોક્સ ઓફિસ પર 'જવાન'નો જાદુ યથાવત, સ્થાનિક સ્તરે 600 કરોડની નજીક