હૈદરાબાદ: બોલિવૂડ દંપતી સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી જેઓ ગયા મહિને લગ્નના બંધનમાં બંધાયા હતા. એક એવોર્ડ આપતો સ્ટારનો વીડિયો ઑનલાઇન સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર ખુબજ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વિડિયોમાં સિદ્ધાર્થ એક એવોર્ડ માટે ભાષણ આપતા જોવા મળે છે. જે ફેબ્રુઆરીમાં કિયારા સાથે લગ્ન કર્યા પછી તેની બીજી વાર છે. સિદ્ધાર્થે એવોર્ડ શોમાં કિયારાને તેના મધુર શબ્દોથી તરબોળ કરી દીધા હતા. કારણ કે, તેણે એવોર્ડ તેની પત્નીને સમર્પિત કર્યો હતો.
Siddharth Malhotra Award: સિદ્ધાર્થે કિયારાને કર્યો એવોર્ડ સમર્પિત, જુઓ વીડિયો - સિદ્ધાર્થ મલ્હોત્રા લેટેસ્ટ ન્યૂઝ
હાલમાં સિદ્ધાર્થ મલ્હોત્રાનો તેની પત્ની કિયારા અડવાણીને એવોર્ડ સમર્પિત કરવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ એવોર્ડ શોમાં કિયારા તેના પતિના હાવભાવથી પ્રભાવિત થઈ રહી છે. તો ચાલો અહિં જુઓ આ સુંદર કપલનો વાયરલ વીડિયો.
સિદ્ધાર્થે કિયારાને એવોર્ડ અર્પણ કર્યો:તારીખ 24 માર્ચે રાત્રે સિદ્ધાર્થને તેની સ્ટાઈલ ગેમ માટે એવોર્ડ મળ્યો હતો. તેના ડેપર રેડ કાર્પેટ લુકને બાજુએ રાખીને સિદ્ધાર્થનો કિયારા પ્રત્યેનો પ્રેમ ચાહકો સામે આવ્યો હતો. વાયરલ વીડિયોમાં સિદ્ધાર્થ પોતાનો એવોર્ડ કિયારાને સમર્પિત કરતો જોવા મળે છે, જે હાવભાવથી પ્રભાવિત થઈ રહી છે.
બોલિવૂડ હંગામા સ્ટાઈલ આઈકોન એવોર્ડ:તારીખ 25 માર્ચે કિયારાએ સોશિયલ મીડિયા પર સિદ્ધાર્થનો વાયરલ વિડિયો શેર કર્યો હતો. જેમાં તે તેની પત્ની વિશે બોલતો જોવા મળે છે. તેના માટે સિદના સુંદર હાવભાવ પર પ્રતિક્રિયા આપતા કિયારાએ ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝ પર લાલ હૃદયની ઇમોજી સાથે લખ્યું છે કે, "આ માણસ પાસે મારું આખું હૃદય છે." કિયારાને એવોર્ડ અર્પણ કરતાં સિદ્ધાર્થ મલ્હોત્રાએ જણાવ્યું હતું કે, "મારા લગ્ન થઈ ગયા પછી આ મારો બીજો પુરસ્કાર છે. પહેલો અભિનય માટે હતો. આ એવોર્ડ એક સ્ટાઈલ માટે છે. તેથી મને લાગે છે કે મારી પત્ની ખુશ હશે. તે એક સારી એક્ટર છે જે અત્યંત સ્ટાઇલિશ છે. આ એવોર્ડ તેની પાસે જાય છે." શેરશાહ અભિનેતાએ તેની ગ્લેમ ટીમ અને ડિઝાઇનર્સનો પણ આભાર માન્યો હતો.