મુંબઈ: આખો દેશ ગણપતિ બાપ્પાનું સ્વાગત કરી રહ્યો છે, ત્યારે સાઉથના કલાકારો પણ પોતાના ઘરે ગણપતિજીની ધામધૂમથી સ્થાપના કરી રહ્યા છે. રામ ચરણ, ચિરંજીવી, અલ્લુ અર્જુન, સામંથા રુથ પ્રભુ, અનુષ્કા શેટ્ટી જેવા સાઉથના આ સ્ટાર્સે સોશિયલ મીડિયા પર ચાહકોને ગણેશ ઉત્સવની શુભેચ્છા પાઠવી છે. બાહુબલી ફેમ પ્રભાસે પણ તેમના ચાહકોને ગણેશ ચતુર્થીની શુભેચ્છા પાઠવી છે.
Ganesh Chturthi 2023: સાઉથના આ કલાકારોએ ગણપતિ બાપ્પાનું ધામધૂમથી સ્વાગત કર્યું. જુઓ તસવીર - ગણેશ ચતુર્થીની ઉજવણી કરતા સાઉથના સ્ટાર્સ
દેશભરમાં ગણેશ ચતુર્થીની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે ફિલ્મ ઉદ્યોગની હસ્તીઓ પણ કેવી રીતે પાછળ રહી શકે. આ વર્ષે સાઉથ સ્ટાર્સે ગણપતિ બાપ્પાનું સ્વાગત કેવી રીતે કર્યું ? તેની ઝલક અહીં જુઓ.
Published : Sep 18, 2023, 4:02 PM IST
રાણ ચરણે તસવીર શેર કરીને શુભેચ્છા પાઠવી: સાઉથના સુપરસ્ટાર રામ ચરણે સમગ્ર પરિવારની એક તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી છે, જેમાં તેઓ પોતાના ઘરે ગણપતિ બાપ્પાનું સ્વાગત કરી રહ્યા છે. તસવીરો શેર કરીને રામચરણે લખ્યું છે કે, ''હૈપ્પી ગણેશ ચતુર્થી ટુ ઓલ. આ વખતે અમે અમારી સ્વચ્છ કારા સાથે તહેવારની ઉજવણી કરી રહ્યા છે.'' રામ ચરણની ફેમિલી તસવીર ખૂબ જ સુંદર લાગે છે, આ તસવીરનું આકર્ષણ કેન્દ્ર તેમની લિટિલ પ્રિન્સેસ ક્લિન કારા છે. ચિરંજીવીએ રામચરણની પોસ્ટ ફરીથી પોસ્ટ કરી અને દરેકને ગણેશ ચતુર્થીની શુભેચ્છા પાઠવી છે.
અલ્લુ અર્જુને ગણેશ ચતુર્થીની શુભેચ્છા પાઠવી: આ સાથે સુપરસ્ટાર અલ્લુ અર્જુને સોશિયલ મીડિયા પર પર પ્રશંસકોને ગણેશ ચતુર્થીની શુભકામનાઓ પાઠવી અને લખ્યું છે કે, ''હેપ્પી ગણેશ ચતુર્થી, આપણા બધાની નવી અને સારી શરુઆત થાય.'' સાઉથ અભિનેત્રી સામંથા રુથ પ્રભુએ પણ સોશિયલ મીડિયા પર ચાહકોને ગણેશ ઉત્સવની શુભેચ્છા પાઠવી અને લખ્યું છે કે, ''લે્ટસ સેલિબ્રેટ ગણેશ ચતુર્થી વિથ કલર્સ એન્ડ એન્ડલેસ ફન'' (ચાલો રંગો અને અનંત આનંદ સાથે ગણેશ ચતુર્થીની ઉજવણી કરીએ.). આ દરમિયાન અનુષ્કા શેટ્ટીએ અને નિધિ અગ્રવાલે એક સુંદર તસવીર શેર કરી છે અને દરેકને ગણેશ ઉત્સવની શુભેચ્છા પાઠવી છે.