અમદાવાદ:ગુજરાતી ફિલ્મ 'બચુભાઈ'નું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં સિદ્ધાર્થ રાંદેરિયા છે. સિદ્ધાર્થ રાંદેરિયાએ પોતાના શાનદાર અભિનયના કારણે ચાહકોના દિલ જીતી લીધા છે. હવે ફરી એક વાર તેઓ 'બચુભાઈ' કોમેડી ફિલ્મ લઈને આવી રહ્યાં છે. આ ફિલ્મ ટુંક સમયમાં જ સિનેમાઘરોમાં રિલીઝ કરવામાં આવી છે. પોસ્ટ કરેલી શરમાં લખ્યું છે કે, જ્યારે વાત અસ્તિત્વ અને ગૌરવની હોય, ત્યારે શું ભણતર અને ગણતર વચ્ચેનું સંતુલન થઈ શકે ખરું ?
Bachubhai Trailer: સિદ્ધાર્થ રાંદેરિયા સ્ટારર 'બચુભાઈ'નું ટ્રેલર રિલીઝ, જુઓ અહિં કોમેડી વીડિયો - સિદ્ધાર્થ રાંદેરિયા બચુભાઈ
ગુજરાતના જાણીતા કોમેડિયન અભિનેતા સિદ્ધાર્થ રાંદેરિયા દ્વારા અભિનીત 'બચુભાઈ' ફિલ્મનાં ટ્રેલરની ચાહકો રાહ જોઈને બેઠા હતા, તે રાહ હવે પુરી થઈ છે. તારીખ 7 જુલાઈના રોજ સિનેમાઘરોમા 'બચુભાઈ' ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. રાહુલ ભોલે અને વિનીત કનોજીઆ દ્વારા દિગ્દર્શિત ફિલ્મ ટુંક સમયમાં જ સિનેમાઘરોમાં જોવા મળશે.
ફિલ્મનું ટ્રેલર રિલીઝ: ફિલ્મના કલાકારોની વાત કરીએ તો સિદ્ધાર્થ રાંદેરિયા ઉપરાંત, અપરા મેહતા, અમિત સિંઘ ઠાકુર નમન ગોર અને ઓમ ભટ્ટનો સમાવેશ થાય છે. આ ફિલ્મનું નિર્માણ જ્યોતિ દેશપાંડે, શરદ પટેલ અને શ્રેયન્સી પટેલ દ્વારા કરવામાં આવ્યું છે. પોનોર્મા સ્ટુડીયો દ્વારા સોશિયલ મીડિયા પર ફિલ્મનું ટિઝર રિલીઝ કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ દર્શકો ફિલ્મના ટ્રેલરની રાહ જોઈ રહ્યાં હતાં તે રાહ હવે પુરી થઈ છે. કોમેડી ડ્રામા ફિલ્મ બચુભાઈ ફિલ્મના ડાયરેક્ટર રાહુલ ભોલે અને વિનીત કનોજીઆ છે.
જાણો ફિલ્મની સ્ટોરી: ફિલ્મમાં સિદ્ધાર્થ રાંદેરિયનું નામ બચુભાઈ હોય છે. સિદ્ધાર્થ રાંદેરિયાના ફિલ્મની સ્ટોરીની વાત કરીએ તો, આ સ્ટોરીમાં સિદ્ધર્થ-બચુભાઈ એ એક કંપનીમાં કામ કરતા હોય છે. પરંતુ તેમની પાસે ગ્રેજ્યુએટની ડિગ્રી ન હોવાના કારણે તેમને નોકરીમાંથી કાઢી મુકવામાં આવે છે. ત્યારે બચુભાઈ પ્રતિજ્ઞા લે છે કે, હું પોછો નોકરી પર આવીશ પણ આ જ હોદ્દા પર. ફરી પાછો તે પોસ્ટ મેળવવા માટે તેઓ ગ્રેજ્યુએટની ડિગ્રી મેળવવા માટે સંઘર્સ કરતા જોવા મળે છે. હવે આ ફિલ્મ તારીખ 21 જૂલાઈના રોજ સિનેમાઘરોમાં રિલીઝ કરવામાં આવશે.