ગુજરાત

gujarat

ETV Bharat / entertainment

Adipurush Trailer: ફિલ્મ મેકર્સે આદિપુરુષનું ટ્રેલર રિલીઝ કરી દિધું છે, જુઓ અહિં શાનદાર વીડિયો - આદિપુરુષ ટ્રેલર

તારીખ 9 મેના રોજ 'આદિપુરુષ' ફિલ્મના નિર્માતાઓએ ટ્રેલર રિલીઝ કરી દિધું છે. 'આદિપુરુષ' ફિલમનું ટ્રેલર રિલીઝ થતાં જ દર્શકોમાં ચર્ચાનો વિષય બની ગયો છે. આ ફિલ્મને લઈ સોશિયલ મીડિયા પર કોમેન્ટ બોક્સમાં દર્શકોની કોમેન્ટ શરું થઈ ગઈ છે. અભિનેતા પ્રભાસ અને અભિનેત્રી કૃતિ સેનનની ફિલ્મ 'આદિપુરુષ'નું શાનદાર ટ્રેલર અહિં જુઓ.

ફિલ્મ મેકર્સે આદિપુરુષનું ટ્રેલર રિલીઝ કરી દિધું છે, જુઓ અહિં વીડિયો
ફિલ્મ મેકર્સે આદિપુરુષનું ટ્રેલર રિલીઝ કરી દિધું છે, જુઓ અહિં વીડિયો

By

Published : May 9, 2023, 1:52 PM IST

હૈદરાબાદ: બાહુબલી નામે ફેમસ થયેલા સુપર હિરો પ્રભાસ, કૃતિ સેનન, સૈફ અલી ખાન અને એક્ટર સની સિંહ દ્વારા અભિનિત ફિલ્મ 'આદિપુરુષ'નું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. હવે આ ફિલ્મને લઈ દર્શકોમાં હંગામો મચી ગયો છે. પહેલેથી જ વિવાદમાં રહેલી ફિલ્મ આદિપુરષ પર દર્શકોની નજર ટકી હતી. જ્યારથી સોશિયલ મીડિયા પર આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થવાની માહિતા શેર કરવામાં આવી હતી, ત્યારથી દર્શકો રાહ જોઈ બેઠા હતા. હવે આ રાહ પુરી થઈ ગઈ છે. હવે જોવાનું રહ્યું કે, ટ્રેલર જોઈ દર્શકો કેવા પ્રતિભાવ આપશે.

આદિપુરુષ ફિલ્મનું ટ્રેલર રિલીઝ: ફિલ્મ નિર્માતાઓએ તારીખ 9 મેના રોજ એક મોટી જાહેરાત કરી છે. 'આદિપુરુષ' ફિ્લ્મનું ટ્રેલર રિલીઝ થતાં જ સોશિયલ મીડિયા પર ખડભડાટ મચી ગયો છે. ઓમ રાઉત દ્વારા નેર્દેશિત 'આદિપુરુષ' ફિલ્મ તારીખ 16 જૂન 2023ના રોજ થિયેટરોમાં રિલીઝ કરવામાં આવશે. આદિપુરુષ ફિલ્મનું ટિઝર ઓક્ટોમ્બર 2023માં રિલીઝ કરવામાં આવ્યું હતું. ત્યારથી આ ફિલ્મ ખુબજ ચર્ચામાં રહી છે. આ ઉપરાંત આ ફિલ્મને લઈ વિવદા શરું થઈ ગયો હતો. જેના કારણે ફિલ્મ નિર્માતાઓએ એક પછી એક નવા પોસ્ટર રિલીઝ કર્યા હતા.

  1. ધ કેરલા સ્ટોરી ઉત્તર પ્રદેશમાં ટેક્સ ફ્રી થશે, Cm યોગી પણ મંત્રીઓ સાથે ફિલ્મ જોશે
  2. Vijay Deverakonda Birthday: વિજય દેવરકોંડાનો 33મો જન્મદિવસ, આ ફિલ્મમાં જુઓ અભિનેતાનો અદભૂત અભિનય
  3. Salman Khan Death Threat: સલમાનને મારી નાખવાની ધમકી મળી હતી, મુંબઈ પુલીસે લુકઆઉટ નોટિસ જારી કરી

ફિલ્મનું મોશન પોસ્ટર: આગાઉ તારીખ 22 એપ્રિલના રોજ ફિલ્મનું મોશન પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું હતું. આ મોશન પોસ્ટરમાં જય શ્રી રામના નારાનો આવાજ સંભળાઈ રહ્યો હતો. આ સાથે પ્રભાસના હાથમાં ધનુષ અને તીર જોવા મળે છે. આ ફિલ્મનું મોશન પોસ્ટર વિવિધ ભાષાઓમાં રિલીઝ કરવામાં આવ્યું હતું. આ મોશન પોસ્ટર અંગે દર્શકોએ કોમેન્ટ બોક્સ કોમેન્ટથી ભરી દિધું હતું. તારીખ 19 એપ્રિલના રોજ ફિલ્મ નિર્માતાઓએ કૃતિ સેનનું મોશન પોસ્ટર પણ રિલીઝ કર્યું હતું. તારીખ 13 જુનના રોજ ટ્રિબેકા ફિલ્મ ફેસ્ટિવલમાં આ ફિલ્મનું વર્લ્ડ પ્રિમિયર થશે. આ પ્રસંગ દરમિયાન ફિલ્મના સ્ટાર્સ પણ સાથે જોવા મળી શકે છે.

ABOUT THE AUTHOR

...view details