હૈદરાબાદ:ગુજરાતના હાસ્ય કલાકાર સિદ્ધાર્થ રાંદેરિયા અભિનીત ગુજરાતી ફિલ્મ 'હું અને તું'નું ટીઝર રિલીઝ થઈ ગયું છે. પુજા જોશી અને પરીક્ષિત અભિનીત ફિલ્મનું ટીઝર સોશિયલ મીડિયા પર સિદ્ધાર્થ રાંદેરિયા, પરીક્ષિત અને પુજાએ શેર કર્યુ છે. 'સત્ય પ્રેમ કી કથા' ફિલ્મમાં ધમાલ કર્યા બાદ હવે સિદ્ધાર્થ ફરી એક વાર પોતાના શાનદાર અભિનયથી ચાહકોને મંત્રમુગ્ધ કરવા માટે તૈયાર છે. મનન સાગરે ફિલ્મનું નિર્દેશન કર્યું છે.
Hu Ane Tu Teaser: સિદ્ધાર્થ રાંદેરિયા અભિનીત ફિલ્મ 'હું અને તું'નું ટીઝર આઉટ, 30 ઓગસ્ટે રિલીઝ થશે - હુ એને તુ ટીઝર
સિદ્ધાર્થ રાંદેરિયાના ચાહકો માટે આવ્યા છે ખુશીના સમાચાર. સિદ્ધાર્થ રાંદેરિયા પ્રોડક્શન અને પોનોરમા સ્ટૂડિયોના સહયોગથી બનેલી ગુજરાતી ફિલ્મ 'હું અને તું'નું શાનદાર ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે. 'બચુભાઈ' ફિલ્મ બાદ સિદ્ધાર્થ રાંદેરિયા ફરી એક વાર ચાહકોને હસાવવા માટે તૈયાર છે. જુઓ અહિં ટીઝર.
સિદ્ધાર્થ રાંદેરિયાની પોસ્ટ: સિદ્ધાર્થ રાંદેરિએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોનોરમા સ્ટુડિયો સાથેની એક પોસ્ટ શેર કરી છે. આ પોસ્ટ શેર કરીને કેપ્શનમાં લખ્યું છે કે, ''મિ પ્લસ યુ એટલે હું અને તું. હુ અને તુના શીર્ષકની ઘોષણા. સિદ્ધાર્થ રાંદેરિયા પ્રોડક્શનના સહયોગથી પોનોરમા સ્ટૂડિયો દ્વારા નિર્મિત. સૌથી મોટું પારિવારિક મનોરંજક તારીખ 30 ઓગસ્ટ 2023ના રોજ સિનેમાઘરોમાં શુરુ થશે. ફિલ્મના સ્ટારકાસ્ટની વાત કરીએ તો, સિદ્ધાર્થ રાંદેરિયા, સોનાલી દેસાઈ, પુજા જોશી અને પરીક્ષિત તામલિયા સામેલ છે.
ફિલ્મની સ્ટોરી: ફિલ્મની શરુઆતમાં 'ફ્રોમ ધ મેકર્સ ઓફ દૃશ્યમ એન્ડ પ્યાર કા પંચનામા' લખેલું પોસ્ટર જોવા મળે છે. ત્યાર બાદ સિદ્ધાર્થ રાંદેરિયાની એન્ટ્રી થાય છે. ટિઝરમાં સિદ્ધાર્થ રાંદેરિયા પેપર વાંચતા જોવા મળે છે. સિદ્ધાર્થ શાનદાર અંદાજમાં જોવા મળી રહ્યાં છે અને તેઓ મુખ્યા ભૂમિકામાં જોવા મળે છે. આ સાથે પુજા જોશી અને પરીક્ષિત તામલિયાની જોડી પણ અદભૂત લાગી રહી છે. ફિલ્મમાં પિતા-સિદ્ધાર્થ રાંદેરિયા અને પુત્ર-પરીક્ષિત સાથે વર્તાલાપ થાય છે. પિતા અને પુત્ર બન્નેના લગ્ન એક દિવસે અને ઘોડો એક જ રાખીશું એવી ચર્ચા ચાલે છે. વધુમાં આ ફિલ્મની સ્ટોરી જાણવા માટે જુઓ ટીઝર. છેલ્લે ફિલ્મની રિલીઝ ડેટ જાહેર કરવામાં આવી છે.
- Gadar 2's Trailer Launch Event: 'ગદર-2'ના ટ્રેલર લોન્ચ ઈવેન્ટમાં 'તારા સિંહ' થયા ભાવુક, આંસુ લૂછતી જોવા મળી સકીના
- Har Har Mahadev Song OUT : OMG 2 નું ગીત 'હર-હર મહાદેવ' રિલીઝ, અક્ષય કુમાર મહાકાલના અવતારમાં જોવા મળ્યો
- Oppenheimer: 'ઓપનહેમર' ફિલ્મે 70 કરોડનો આંકડો કર્યો પાર, કરણ જોહરની ફિલ્મ સાથે ટક્કર