હૈદરાબાદ: ગુજરાતી ફિલ્મ 'ખારા પાણીની પ્રીત' ફિલ્મની રિલીઝ ડેટ સામે આવી ગઈ છે. મમતા સોનીએ તેમના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ ફિલ્મની રિલીઝ ડેટની જાહેર કરી છે. મમતા સોની એક સાચી ઘટના પર આધારીત સ્ટોરી લઈને આવી રહી છે. જેમાં અભિનેત્રી મમતા સોની અને નેગેટિવ રોલમાં ફિરોઝ ઈરાની જોવા મળે છે.
અભિનેત્રીની ફિલ્મ વિશે: 'ખારા પાણીની પ્રીત' ફિલ્મ સાચી ઘટના પર આધારીત ફિલ્મના નિર્માતા લુંભાબાઈ વાજા છે અને દિગ્દર્શક મનશીન બામણીયા છે. મમતા સોનીએ સોશિયલ મીડિયા પર આ ફિલ્મનું પોસ્ટર શેર કર્યું છે. આ પોસ્ટર શેર કરીને કેપ્શન આપ્યું છે કે, સાચી ઘટના પર આધારીત ફિલ્મ ''ખારા પાણીની પ્રીત.'' ત્યાર બાદ આ પોસ્ટર સાથે ફિલ્મની રિલીઝ ડેટ જાહેર કરી છે. આ પોસ્ટ પર ચાહકો અભિનંદન પાઠવી રહ્યાં છે.
અભિનેત્રીની ફિલ્મ સ્ટોરી: ખારા પાણીની પ્રીત ફિલ્મની સ્ટોરીની વાત કરીએ તો, આ ફિલ્મમાં મમતા સોની મુખ્ય ભૂમિકામાં છે. માછીમારો માછલી પકડવાનો ધંધો કરતા હોય છે. આ દરમિયાન કેટલાક માછીમારો પાકિસ્તાનમાં પકડાય જતા હોય છે. જ્યારે ભારત પાકિસ્તાનની મેચ આવે છે ત્યારે પકડાય ગયેલા માછીમારો પર ત્રાસ ગુજારવામાં આવે છે. ફિલ્મમાં અભિનેત્રી માછલી વેચીને પોતાનું ગુજરાન કરતી જોવા મળે છે.
ફિલ્મની રિલીઝ ડેટ: ખારા પાણીની પ્રીત ફિલ્મને લઈ ચાહકો ખુબજ ઉત્સુક છે. આ ફિલ્મની સ્ટોરી જોવા માટે ચાહકો તૈયાર છે. ત્યારે અભિનેત્રીએ પોસ્ટ શેર કરીને દર્શકોને ખુશ કરી દીધા છે. 'ખારા પાણીની પ્રીત' ફિલ્મ સિનેમાઘરોમાં તારીખ 2 જૂનના રોજ રિલીઝ કરવામાં આવશે.
- Cannes 2023: ગુજરાતના કચ્છની અભિનેત્રીએ દેખાડી ઝલક, કોમલ ઠક્કરે સતત બીજા વર્ષે કાન્સમાં ભાગ લીધો
- Actor Nitesh Pandey Death: અભિનેતા નીતીશ પાંડેનું હાર્ટ એટેકથી નિધન, 51 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
- Karan Johar Birthday Gift: કરણ જોહર જન્મદિવસ પર ચાહકોને આપશે મોટી ભેટ, રિલીઝ કરશે આ ફિલ્મનો ફર્સ્ટ લુક