હૈદરાબાદ:રણબીર કપૂર અને રશ્મિકા મંદન્ના અભિનીત એક્શન-થ્રિલર ફિલ્મ 'એનિમલ'ની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મ તારીખ 11 ઓગસ્ટે રિલીઝ થવાની હતી. હવે આ ફિલ્મને લઈને એક નવા સમાચાર સામે આવ્યા છે. નિર્માતાઓએ ફિલ્મની રિલીઝ ડેટ મોકૂફ રાખી છે. જો કે, આ ફિલ્મ સની દેઓલની પાવર એક્શન ફિલ્મ 'ગદર 2' અને અક્ષય કુમારની 'OMG 2' સાથે ટકરાશે નહીં, જે તારીખ 11 ઓગસ્ટે રિલીઝ થવાની છે.
રિલીઝ ડેટ મોકૂફ: ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે શનિવારે ટ્વિટર પર ફિલ્મ અંગે અપડેટ શેર કર્યું હતું. તેમણે ટ્વિટ કર્યું, "સ્વતંત્રતા દિવસના સપ્તાહના અંતે 'એનિમલ' રિલીઝ થશે નહિં. અભિનેતા રણબીર કપૂર અને નિર્દેશક સંદીપ રેડ્ડી વાંગાની ફિલ્મ 'એનિમલ' તારીખ 11 ઓગસ્ટે રિલીઝ થશે નહીં. ફિલ્મની રિલીઝ ડેટ આગળ વધારી દેવામાં આવી છે. નવી રિલીઝ તારીખ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે."
તારીખ બદલવાનુ કારણ: મીડિયા રિપોર્ટ્સ અનુસાર, VFXનું કામ પૂરું ન થવાને કારણે ફિલ્મની રિલીઝ ડેટ આગળ વધારવામાં આવી હોવાનું કહેવાય છે. બીજી તરફ, એવું પણ કહેવાય છે કે સની દેઓલની ફિલ્મ 'ગદર 2' અને અક્ષય કુમાર સ્ટારર 'OMG 2' તારીખ 11 ઓગસ્ટે રિલીઝ થઈ રહી છે. આવી સ્થિતિમાં આ બ્લોકબસ્ટર ફિલ્મની સિક્વલ પહેલા રણબીર કપૂરની ફિલ્મને ઘણું નુકસાન થવાની શક્યતા છે. જેના કારણે મેકર્સે ફિલ્મની રિલીઝ ડેટ આગળ વધારવાનો નિર્ણય કર્યો છે.
ન્યૂ રિલીઝ ડેટ: સંદીપ રેડ્ડી વાંગા દ્વારા નિર્દેશિત 'એનિમલ' હવે તારીખ 1 ડિસેમ્બર 2023ના રોજ રિલીઝ થશે, પરંતુ નિર્માતાઓએ હજી સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી. આ ફિલ્મમાં રણબીર કપૂર ઉપરાંત બોબી દેઓલ, સાઉથ એક્ટ્રેસ રશ્મિકા મંદન્ના અને અનિલ કપૂર પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મનું પ્રી-ટીઝર તારીખ 11 જૂને રિલીઝ થયું હતું. જેમાં રણબીરનો પાવરફુલ લુક જોવા મળ્યો હતો. અને જ્યારે ચાહકોને આ ટીઝર પસંદ આવ્યું છે, ત્યારે આ ફિલ્મ પણ હિટ થવાની આશા છે.
ફિલ્મ સ્ટોરી: જો કે, આ ફિલ્મ એક ગેંગસ્ટર ફિલ્મ પર આધારિત છે, જેમાં હિંસા અને ક્રૂરતા સામેલ હોવાનું જણાય છે. આ ફિલ્મ સાથે રણબીર અને રશ્મિકા પહેલીવાર સ્ક્રીન શેર કરવા જઈ રહ્યા છે. ફિલ્મ 'એનિમલ' આ વર્ષે સિનેમાઘરોમાં હિન્દી, તેલુગુ, તમિલ, કન્નડ, મલયાલમ જેવી 5 ભાષાઓમાં રિલીઝ થશે. 'એનિમલ'નું નિર્માણ ભૂષણ કુમાર અને કૃષ્ણ કુમારની ટી-સિરીઝ, મુરાદ ખેતાનીના સિને 1 સ્ટુડિયો અને પ્રણયા રેડ્ડી વાંગા અને સંદીપ રેડ્ડી વાંગા દ્વારા કરવામાં આવ્યું છે.
- Satyaprem Ki Katha: ફિલ્મનું નવું ગીત 'લે આઉંગા' રિલીઝ, જુઓ વીડિયો સોન્ગ
- Aadipurush: 2 અઠવાડિયામાં 'આદિપુરુષ'ની શક્તિ સમાપ્ત, ટૂંક સમયમાં સિનેમાઘરોમાંથી થશે અસ્ત
- Parineeti Chopra: રાઘવ ચઢ્ઢા સાથે પરિણીતી ચોપરાએ સુવર્ણ મંદિરની મુલાકાત લીધી, તસવીર કરી શેર