ગુજરાત

gujarat

ETV Bharat / entertainment

3 Ekka Release Date: મલ્હાર ઠાકર-યશ સોની અભિનીત '3 એક્કા'ની રિલીઝ ડેટ જાહેર, જુઓ ફિલ્મની પ્રથમ ઝલક - 3 એક્કા ફિલ્મ રિલીઝ

ગુજરાતના સ્ટાર મલ્હાર ઠાકર, યશ સોની અને એશા કંસારા અભિનીત ફિલ્મ '3 એક્કા'ની રિલીઝ ડેટ જાહેર કરવામાં આવી છે. મલ્હાર ઠાકર અને યશ સોનીએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ ફિલ્મનું પોસ્ટર શેર કર્યું છે. આ ફિલ્મનું ટીઝર પણ ટુંક સયમમાં રિલીઝ થશે.

મલ્હાર ઠાકર-યશ સોની અભિનીત ફિલ્મ '3 એક્કા'ની રિલીઝ ડેટ જાહેર
મલ્હાર ઠાકર-યશ સોની અભિનીત ફિલ્મ '3 એક્કા'ની રિલીઝ ડેટ જાહેર

By

Published : Jul 14, 2023, 10:26 AM IST

અમદાવાદ:ઢોલિવુડના સ્ટાર મલ્હાર ઠાકોર અને યશ સોની અભિનીત ફિલ્મ '3 એક્કા' ટૂંક સમયનમાં સિનેમાઘરોમાં આવવા માટે તૈયાર છે. મલ્હાર ઠાકરે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આગમી ફિલ્મની જાહરે કરી છે. આ સાથે ફિલ્મનું પોસ્ટર પણ શેર કર્યું છે અને ફિલ્મની રિલીઝ ડેટની પણ જાહેરાત કરી છે. આ ફિલ્મમાં હિતુ કનોડિયા પણ જોવા મળશે.

આગામી ફિલ્મની જાહેરાત: મલ્હાર ઠાકરે પોતાના સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી છે. આ પોસ્ટમાં ફિલ્મ '3 એક્કા'ની રિલીઝ ડેટની જાહેરાત કરી છે. આ પોસ્ટ શેર કરીને જાણાવ્યું છે કે, ''આ જન્માષ્ટમીએ ઉધાર કે ઉધ્ધાર ? આનંદ પંડિત મોશન પિક્ચર અને જેનોક ફિલ્મ્સ પ્રસ્તુત '3 એક્કા' તારીખ 18મી ઓગસ્ટ 2023ના રોજ તામારી નજીકના થિયટરોમાં રિલીઝ થઈ રહી છે. ટીઝર ટૂંક સમયમાં આવી રહ્યું છે.''

ફિલ્મની સ્ટાર કાસ્ટ: રાજેશ શર્મા દ્વારા દિગ્દર્શિત ફિલ્મ '3 એક્કા'માં મલ્હાર ઠાકર અને યોશ સોની સિવાય હિતુ કનોડિયા, કિંજલ રાજપ્રિયા, એશા કંશારા, મિત્ર ગઢવી તર્જની ભાડલા, આનંદ પંડિત અને વૈશાલ શાહ સામેલ છે. આ ફલ્મની સ્ટોરી પાર્થ ત્રિવેદી અને ચેતન દૈયાએ લખી છે. આનંદ પંડિત અને વિશાલ શાહ ફિલ્મ નિર્માતા છે. આ ફિલ્મનું ટીઝર પણ ટૂંક સયમમાં રિલીઝ થવા જઈ રહ્યું છે, પરંતુ હજુ સુધી તેની ચોક્કસ તારીખની જાહેરત થઈ નથી.

મલ્હાર-યશ વિશે: મલ્હાર ઠાકર એ ગુજરાતી ફિલ્મ ઉદ્યોગમાં કામ કરે છે. તેમણે પ્રથમ ફિલ્મ 'છેલ્લો દિવસ'થી ફિલ્મ ઉદ્યોગ ક્ષેત્રેની સફર શરુ કરી હતી. તેમણે વર્ષ 2022માં હિન્દી ફિલ્મ 'મજા માં' સહાયકની ભૂમિકા ભજવી હતી. આ ઉપરાંત મલ્હાર વેબ સિરીઝમાં પણ કામ કરે છે. યશ શોનીની વાત કરીએ તો, તેમણે પણ 'છેલ્લો દિવસ' ફિલ્મથી ડેબ્યું કર્યું હતું. તેમની ફિલ્મમાં 'ચાલી જીવી લઈએ', 'શું થયું', 'રાડો', 'ડેની જીગર' સામેલ છે.

  1. Shahrukh Khan: ફિલ્મ 'જવાન'નું નવું પોસ્ટર રિલીઝ, શાહરૂખ ખાનના બોલ્ડ લુકને જોઈને ચાહકો થયા ફિદા
  2. Anupam Kher: 539મી ફિલ્મની જાહેરાત કરતા અનુપમ ખેરે શેર કરી તસવીર, શું તમને ફોટો જોયા પછી કંઈ યાદ આવ્યું?
  3. Tamannaah Bhatia : તમન્ના ભાટિયા જોન અબ્રાહમ સાથે એક્શન ફિલ્મ કરશે, વેદામાં હિટ ડાયરેક્ટરનું હશે નિર્દેશન

ABOUT THE AUTHOR

...view details