ગુજરાત

gujarat

ETV Bharat / entertainment

Bhuli Gai Dil Ni Rani Song: વિક્રમ ઠાકોરનું નવું ગીત 'ભૂલી ગઈ દિલની રાણી'ની રિલીઝ ટેડ આઉટ, પોસ્ટર શેર - ભૂલી ગઈ દિલ ની રાણી ગીત

ઢોલિવુડના સુપરસ્ટાર વિક્રમ ઠાકોરના કંઠે ગવાયેલું મધુર ગીત 'ભૂલી ગઈ દિલની રાણી'ની રિલીઝ ડેટ જાહેર થઈ ગઈ છે. આ ગતીના નિર્માતા અને નિર્દેશક ગુણવંત ઠાકોર છે. એક ઘાયલ પ્રેમીની વેદના વ્યક્ત કરતું ગીત ક્યારે રિલીઝ થશે તેની ચાહકો રાહ જોઈ રહ્યાં છે.

બેવફા ગીતોના બેતાજ બાદશાહ વિક્રમ ઠાકોરનું નવું ગીતની રિલીઝ ટેડ આઉટ, પોસ્ટર રિલીઝ
બેવફા ગીતોના બેતાજ બાદશાહ વિક્રમ ઠાકોરનું નવું ગીતની રિલીઝ ટેડ આઉટ, પોસ્ટર રિલીઝ

By ETV Bharat Gujarati Team

Published : Aug 23, 2023, 10:16 AM IST

Updated : Aug 25, 2023, 9:06 AM IST

અમદાવાદ:બેવફા ગીતોના બેતાજ બાદશાહ વિક્રમ ઠાકોરનું નવું ગીત 'ભૂલી ગઈ દિલની રાણી' રિલીઝ થવા જઈ રહ્યું છે. વિક્રમ ઠાકરોના આ નવા ગીતને લઈને દર્શકોમાં જબરદસ્ત ક્રેજ જોવા મળે છે. વિક્રણ ઠાકોરના સોશિયલ મીડિયા પર 1.2 મિલિયન ફોલોઅર્સ છે. આ ગીતના નિર્માતા અને નિર્દેશક ગુણવંત ઠાકોર છે. વિક્રણ ઠાકોરે સોશિયલ મીડિયા પર આ અંગેની જાહેરત કરતી પોસ્ટ શેર કરી છે. ગીતના રિલીઝ ડેટની સાથે સુંદર પોસ્ટર પોણ શેર કર્યું છે.

વિક્રમ ઠાકોરનું નવું ગીતની જાહેરાત: વિક્રણ ઠાકોરે તારીખ 22 મેંના રોજ એક વીડિયો શેર કરીને ભૂલી ગઈ દિલની રાણી સોન્ગ અંગેની માહિતી આપી હતી. તેમણે કહ્યું હતું કે, ''ઘણા સમયથી ચાહકો રાહ જોઈને બેઠા છે. અમે તામારી સમક્ષ કંઈક અલગ પ્રકારનું સોન્ગ લઈને આવી રહ્યાં છીએ.'' વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ''થોડો સમય લાગશે. સારું સોન્ગ બનાવવા માટે સમય લાગે છે. કરાણ કે, આ સોન્ગમાં VFX બહુ છે. પરંતુ આ સોન્ગ જોઈને તમને ખુબ જ મજા આવશે. ટુક જ સમયમાં અમારું સોન્ગ જોવા મળશે, ભૂલી ગઈ દિલની રાણી.'' આ વીડિયોના અંતમાં સોન્ગની મ્યુઝિક જોરદાર છે.

ભૂલી ગઈ દિલ ની રાણી ગીતની રિલીઝ ડેટ: વિક્રમ ઠાકુરે પોતાના સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને કેપ્શનમાં લખ્યું છે કે, ''આપ સૌની આતુરતાનો અંત બસ ટૂંક જ સમયમાં આવશે. સુપરસ્ટાર વિક્રણ ઠાકુરનું તદ્દન નવું ગીત ભૂલી ગઈ દિલની રાણી તારીખ 26 ઓગસ્ટ 2023ના રોજ સવારે 07:15 કલાકે જીગર સ્ટુડિયોમાં રિલીઝ થશે. જિગર સ્ટુડિયો ગુણવંત ઠાકોર તથા અમારી સમગ્ર ટીમને આપ સૌએ અગાઉ જે સાથ સહકાર અને સહયોગ આપ્યો છે તે આ ગીતમાં પણ મળે એવી આશા રાખીએ છીએ.'' જીગર સ્ટુડિયો દ્વારા યુટ્યૂબ ચેનલ પર મોશન પોસ્ટર પણ રિલીઝ કરવામાં આવ્યું છે.

ભૂલી ગઈ દિલ ની રાણી ગીતનું પોસ્ટર રિલીઝ:વિક્રમ ઠાકુરે પોતાના સોશિયલ મીડિયા પર આગામી નવું ગીત રિલીઝ થવા જઈ રહ્યું છે, જેનું સુંદર પોસ્ટર પણ સોશિયલ મીડિયા પર ચાહકો સાથે શેર કર્યું છે. આ પોસ્ટરમાં ગુજરાતી અભિનેત્રી છાયા ઠાકોર અને વિક્રમ ઠાકોર રોમેન્ટિક અંદાજમાં જોવા મળી રહ્યાં છે. પોસ્ટરમાં વિક્રમ અને ઠાકુર બન્ને હસતા જોવા મળી રહ્યાં છે. આ ગીત જીગર સ્ટુડિયો ગુણવંત ઠાકરો દ્વારા પ્રસ્તુત છે. આ ગીતના ડાયરેક્ટર પણ ગુણવંત ઠાકોર છે.

ભૂલી ગઈ દિલ ની રાણી ગીતની સ્ટારકાસ્ટ:કાલાકારોની વાત કરીએ તો, વિક્રમ ઠાકોર સહિત છાયા ઠાકોર, નિરવ ભ્રમ્હભટ્ટ અને રાકેશ પુજારા સામેલ છે. આ ગીત સાથે સંકળાયેલા કલાકારોમાં રાજન રાયકા અને ધવલ સામેલ છે. મ્યુઝિક પ્રજાપતિએ તૈયાર કર્યું છે. જ્યારે દિપક તુરી કોરોયોગ્રાફર છે. સ્ટોરી અને ડાયોલગ રાઈટર ઉત્સવી-જીગર-ચિરાગ સામેલ છે. આ ઉપરાંત અન્ય સંકળાયેલા કલાકારોમાં મોન્ટુ રાજપુત, ચિરાગ ઠાકોર સામેલ છે.

  1. Chandrayaan 3: પ્રકાશ રાજ ટ્રોલર્સના નિશાના પર, 'ચંદ્રયાન 3' પર મજાક ઉડાવવા બદલ નોંધાયો કેસ
  2. Bheruda Song Out: ગુજરાતી ફિલ્મ '3 એક્કા'નું નવું ગીત રિલીઝ, જુઓ શાનદાર વીડિયો
  3. Gadar 2 Box Office Collection: 'ગદર 2' ભારતમાં 400 કરોડથી વધુ કમાણી કરનારી ચોથી ફિલ્મ બની
Last Updated : Aug 25, 2023, 9:06 AM IST

ABOUT THE AUTHOR

...view details