હૈદરાબાદ: ગુજરાતી ફિલ્મ 'પપેટ -a journey' 'ટુંક સમયમાં આવી રહી છે. આ ફિલ્મનું પોસ્ટ સોશિયલ મીડિયા પર રિલીઝ કરવામાં આવ્યું છે. આ ફિલ્મના દિગ્દર્શક મનિષ વૈદ્ય છે. વાસ્તવમાં આ ફિલ્મ કઠપૂતળીની કળા પર આધારિત ફિલ્મ છે. જેમાં કઠપૂતળીની કળાની સફરની સ્ટોરી આવરી લેવામાં આવી છે. લાકડા અને કાગડ અથવા કાગડના ચિંથરાના માવામાંથી કઠપૂતળી બનાવવામાં આવે છે. જેનું રુપ સામાન્ય રીતે ઢિંગલી અથવ જોકર જેવું હોય છે.
આ પણ વાંચો:Satish Kaushik Birthday: અનુપમ ખેરે બેસ્ટ ફ્રેન્ડ સતીશ કૌશિકના જન્મદિવસ પર એક લાગણીશીલ પોસ્ટ કરી શેર
ફિલ્મ પપેટ -a journey:વિજયગીરીબાવા દ્વારા સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરવામાં આવી છે. આ પોસ્ટ શેર કરતા કેપ્શનમાં લખ્યું છે કે,' કલા એનો કલાકાર જાતે પસંદ કરે છે". પપેટ્રી એટલે કે કઠપૂતળીની કળાને સિનેમાના પડદે જીવંત બનાવતી ફિલ્મ એટલે પપેટ-a journey' ખાસ મિત્ર નયન ઉર્ફ પપેટ ની આ કળા સાથેની સફર દર્શાવતી સુંદર સ્ટોરી છે. આ લુપ્ત થતી કળાના વિષયની પસંદગી કરીને ફિલ્મ બનાવવા માટે ફિલ્મના દિગ્દર્શક અને સિનિયર મિત્ર મનીષ વૈદ્ય અને ફિલ્મના પ્રોડ્યુસરને તેમજ સંકળાયેલા તમામ કલાકારોને ખુબ ખુબ અભિનંદન. આ ફિલ્મ બહુ જ જલ્દી સિનેમાઘરમાં જોવા મળશે
આ પણ વાંચો:Stree 2 And Bhediya 2: 'સ્ત્રી' અને 'ભેડિયા'ની સિક્વલની જાહેરાત, જાણો આ બન્ને ફિલ્મ ક્યારે રિલીઝ
કઠપૂતળી એક કળા: આ એક પ્રકારની કળા છે. કળા એ સંસ્કૃતિનો ભાગ છે. આ મનોરંજન કાર્યક્રમનો એક ભાગ છે. કઠપૂતળીના ઈતિહાસની વાત કરીએ તો, આ પૂર્વે ચોથી સદીમાં મહાકવિ પાણિનીના અષ્ટાધ્યાય ગ્રંથમાં કઠપૂતળીનું વર્ણન જોવા મળે છે. આ કથપૂતળીને હાથમાં દોરી રાખીને નચાવવામાં આવે છે. વિશ્વ કઠપૂતળી દીવસ પણ દર વર્ષે તારીખ 21 માર્ચના રોજ ઉજવવામાં આવે છે.