ગુજરાત

gujarat

ETV Bharat / entertainment

Ananya Panday Budapest Trip: અનન્યા પાંડેએ વિદેશથી તસવીર કરી શેર, શિલ્પા શેટ્ટીએ આપી પ્રતિક્રિયા - અનન્યા પાંડે

બોલિવુડ અભિનેતા આયુષ્માન ખુરાના અને અનન્યા પાંડે સ્ટારર ફિલ્મ 'ડ્રીમ ગર્લ 2' તારીખ 25 ઓગસ્ટના રોજ રિલીઝ કરવામાં આવી હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર દર્શકોને આકર્ષિત કરવામાં સફળ રહી છે. આ વચ્ચે અનન્યા તેમની બેસ્ટી સાથે વિદેશ પ્રવાસ પર છે, જયાંથી તસવીર શેર કરી છે.

અનન્ય પાંડેએ વિદેશથી તસવીર કરી શેર, શિલ્પા શેટ્ટીએ આપી પ્રતિક્રિયા
અનન્ય પાંડેએ વિદેશથી તસવીર કરી શેર, શિલ્પા શેટ્ટીએ આપી પ્રતિક્રિયા

By ETV Bharat Gujarati Team

Published : Sep 16, 2023, 5:38 PM IST

હૈદરાબાદ:બોલિવુડ અભિનેત્રી અનન્યા પાંડે તેમની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ 'ડ્રીમ ગર્લ 2'ની સફળતા બાદ વિદેશ પ્રવાસનો આનંદ માણી રહી છે. અનન્યા પાંડેએ 'ડ્રીમ ગર્લ 2'માં આયુષ્માન ખુરાનાની ગર્લફ્રેન્ડની ભૂમિકા ભજવી હતી. ફિલ્મમાં તેમની શાનદાર એક્ટિંગથી દર્શકો પ્રભાવિત થયા હતા. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર સારુ પ્રદર્શન કર્યું હતું.

અનન્યા પાંડે બેસ્ટી સાથે ફોરેન ટ્રિપ પર: ફિલ્મ 'ડ્રીમ ગર્લ 2' તારીખ 25 ઓગસ્ટના રોજ રિલીઝ થઈ હતી. આ ફિલ્મે 100 કરોડથી વધુનો બિઝનેસ કર્યો છે. ફિલ્મની સફળતા વચ્ચે અનન્યા તેમની બેસ્ટી સાથે વિદેશ પ્રવાસ પર બુડાપેસ્ટમાં છે અને ત્યાંથી તેમણે તેમના મિત્રો સાથેની અદભૂત તસવીર પણ શેર કરી છે. આ તસવીરોમાં અનન્યા પાંડેએ શિલ્પા શેટ્ટી અને ઐશ્વર્યા રાય સાથેની તસવીરો પણ ક્લિક કરી હતી.

અનન્યા હંગેરીના બુડાપેસ્ટ શહેરમાં મિત્રો સાથે મજા માણી રહી છે:અનન્યા પાંડેએ તેમની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. તે હંગેરીના બુડાપેસ્ટ શહેરમાં તેમના મિત્રો સાથે મજા માણી રહી છે. આ તસવીરો શેર કરીને અનન્યા પાંડેએ લખ્યું છે કે, ''પેસ્ટ ઈન બુડા.'' એટલે કે, અનન્યા પોતાને અને તેમના મિત્રોને પેસ્ટ માની રહી છે. તેમણે એક સાથે લગભગ 10 જેટલી તસવીર શેર કરી છે. એક તસવીરમાં અનન્યાની પાછળ બલિવુડની બે સ્ટાર અભિનેત્રી એશ્વર્યા રાય અને શિલ્પા શેટ્ટીના પોસ્ટર છે. આનન્યાની આ તસવીર પર કોમેન્ટ કરતા શિલ્પા શેટ્ટીએ લખ્યું છે કે, ''હા હા હા હું તને ફોલો કરી રહી છું.'' આ તસવીર જોઈ ચાહકો પ્રેમનો વરસાદ કરી રહ્યા છે.

  1. Tv Actress Pregnant: લગ્નના 5 વર્ષ બાદ આ Tv એક્ટ્રેસ બનવા જઈ રહી છે માતા, બેબી બમ્પ સાથે ફોટો કર્યો શેર
  2. Vikram Thakor Upcoming Film: વિક્રમ ઠાકોરે આગામી ફિલ્મ 'જીંદગી જીવી લે'ની કરી જાહેરાત, જુઓ પોસ્ટર
  3. Thank You For Coming: ટોરોન્ટો ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં 'થેન્ક યુ ફોર કમિંગ' ફિલ્મને સ્ટેન્ડિંગ ઓવેશન મળ્યું

ABOUT THE AUTHOR

...view details