ગુજરાત

gujarat

ETV Bharat / entertainment

Shubh Yatra Film: 'શુભ યાત્રા' ફિલ્મનું મોશન પોસ્ટર કર્યું જાહેર, આ દિવસે આવશે થિએટર્સમાં - શુભ યાત્રા ફિલ્મનું મોશન પોસ્ટર

મલ્હાર ઠાકરની આગામી ફિલ્મ 'શુભ યાત્રા'ને મોટા પડદા પર જોવા માટે દરેક લોકો ઉત્સાહિત છે. ફર્સ્ટ લુકની રજૂઆત બાદ ફિલ્મ નિર્માતાઓએ હવે ફિલ્મના મોશન પોસ્ટરની જાહેર કરી દીધી છે. આ સાથે ફિલ્મ થિયેટરમાં ક્યારે રિલીઝ કરવમાં આવશે તેની તારીખ પણ રિલીઝ કરવમાં આવી છે. જુઓ અહિં ફિલ્મનું આ મોશન પોસ્ટર અને રિલીઝ ડેટ.

Shubh Yatra Film: 'શુભ યાત્રા' ફિલ્મનું મોશન પોસ્ટર કર્યું જાહેર, 28 એપ્રિલે થશે રિલીઝ
Shubh Yatra Film: 'શુભ યાત્રા' ફિલ્મનું મોશન પોસ્ટર કર્યું જાહેર, 28 એપ્રિલે થશે રિલીઝ

By

Published : Mar 27, 2023, 4:08 PM IST

હૈદરાબાદ: ગુજરાતી અભિનેતા મલ્હાર ઠાકરના ચાહકો માટે આવ્યા છે ખુશીના સમાચાર. અભિનેતાની આવી રહેલી ફિલ્મ શુભ યાત્રાનું મોશન પોસ્ટર જાહેર કરવામાં આવ્યું છે. આ પોસ્ટરની જહેરાતની સાથે જ ફિલ્મના રિલીઝની તારીખ પણ જાહરે કરી દીધી છે. હવે દર્શકો ફિલ્મ જોવા માટે તૈયારીમાં છે. મોશન પોસ્ટર 'સાચવીને જાજો' ટેગ લાઇન સાથે ઓપન થાય છે અને તેમાં સ્ટાર કાસ્ટના નામ પણ જાહેર કરવામાં આવ્યા છે, જેમાં હિતુ કનોડિયા, દર્શન જરીવાલા, અર્ચન ત્રિવેદી, ચેતન દૈયા અને અન્ય કલાકારોનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો:Naresh Kanodiyana: નરેશ કનોડિયાના આ કોપી હિરોએ સોશિયલ મીડિયા પર ધુમ મચાવી, ચાહકો થઈ રહ્યા છે આકર્ષિત

શુભ યાત્રાનું મોશન પોસ્ટર રિલીઝ: મલ્હાર ઠાકરની આગામી ફિલ્મ 'શુભ યાત્રા'ને મોટા પડદા પર જોવા માટે દરેક લોકો ઉત્સાહિત છે. ફર્સ્ટ લુકની રજૂઆત બાદ ફિલ્મ નિર્માતાઓએ હવે ફિલ્મના મોશન પોસ્ટર જાહેર કર્યું છે. જેણે વ્યાપક રસ મેળવ્યો છે. આ ફિલ્મમાં સ્વ-શોધ, પ્રેમ અને સાહસની મનમોહક સ્ટોરી હશે. આ એક સંપૂર્ણ મનોરંજક ફિલ્મ છે, જે દર્શકોને સકારાત્મક અને તંદુરસ્ત પ્રતિસાદ આપશે. મળતી માહિતી અનુસાર 'શુભ યાત્રા' તારીખ 28 એપ્રિલ 2023ના રોજ થિયેટરોમાં રિલીઝ કરવામાં આવશે.

આ પણ વાંચો:Ram Charan Birthday: રામ ચરણના જન્મદિવસ પર તેમની બેસ્ટ ફિલ્મ પર એક નજર, જાણો અભિનેતાની કારકિર્દી

અભિનેતા મલ્હાર ઠાકરનો વર્કફ્રન્ટ: મલ્હાર ઠાકર ગુજરતી ફિલ્મ ઉદ્યોગમાં કામ કરે છે. મલ્હારની સૌપ્રથમ અને તેમને ખ્યાતિ અપાવનાર ફિલ્મ 'છેલ્લો દિવસ'થી શરુઆત કરી હતી. આ ફિલ્મ વર્ષ 2015માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મને દર્શકોએ ખુબજ પસંદ કરી હતી. વર્ષ 2022માં ઓમ 'મંગલમ સિંગલમ' ગુજરાતી ફિલ્મ છે. મલ્હાર ઠાકરની તાજેતરની ફિલ્મમાં ઓમ 'મંગલમ સિંગલમ', 'વીર-ઈશાનુ સીમંત' અને 'સોનુ તને મારા પર ભરોસો નાઈ કે'નો સમાવેશ થાય છે.

ABOUT THE AUTHOR

...view details