મુંબઈઃપ્રખ્યાત ફિલ્મ 'ધ કેરલા સ્ટોરી'ને લઈને વિવાદ વધી રહ્યો છે. જ્યારે શાસક પક્ષ ફિલ્મની તરફેણમાં છે, તો ઘણા વિરોધ પક્ષો તેને પ્રોપેગેન્ડા ગણાવી રહ્યા છે. આ સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ આ ફિલ્મની પ્રશંસા કરી છે. હવે ફિલ્મની ટીમ યુપીના સીએમને મળી છે. આ સાથે ટીમે આ બેઠક માટે મુખ્યમંત્રીનો આભાર માન્યો હતો. નિર્માતા વિપુલ શાહ અને નિર્દેશક સુદીપ્તો સેન, ફિલ્મની મુખ્ય અભિનેત્રી અદા શર્મા સીએમ યોગીને મળ્યા હતા.
CM યોગી સાથે મુલાકાત: CM યોગીએ પણ ટ્વિટર પર 'ધ કેરલા સ્ટોરી'ની ટીમ સાથેની તસવીર શેર કરીને તેમનો આભાર વ્યક્ત કર્યો છે. કેરલાની ટીમ સાથે આ તસવીર શેર કરતા સીએમ યોગી આદિત્યનાથે લખ્યું, 'આજે લખનૌમાં સરકારી આવાસ પર ધ કેરલા સ્ટોરી ફિલ્મની ટીમ સાથે સૌજન્ય મુલાકાત'. તસ્વીરમાં સીએમ યોગી સાથે ફિલ્મ નિર્દેશક સુદીપ્તો સેન, ફિલ્મ નિર્માતા વિપુલ અમૃતલાલ શાહ, અભિનેત્રી અદા શર્મા છે.