મુંબઈઃઅદા શર્માની ફિલ્મ ધ કેરલા સ્ટોરીનો ચાર્મ સિલ્વર સ્ક્રીન પર જારી રહ્યો છે. સાત દિવસમાં ફિલ્મે 81.36 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો. પ્રારંભિક આંકડાઓ અનુસાર, ફિલ્મ 8માં દિવસે 12.50 કરોડ રૂપિયા સુધીનો બિઝનેસ કરી શકે છે. ઈન્ડસ્ટ્રીના ટ્રેક્ટર સકનિલ્કના જણાવ્યા અનુસાર, ફિલ્મનું કુલ કલેક્શન લગભગ 94 કરોડ રૂપિયા હોવાનો અંદાજ છે. અંતિમ આંકડામાં નાના ફેરફારો શક્ય છે.
બોક્સ ઓફિસ કલેક્શન:ધ કેરલા સ્ટોરી દિવસ 1 તારીખ 5 મેના રોજ 08.03 કરોડ, દિવસ 2 તારીખ 6મેના રોજ 11.22 કરોડ, દિવસ 3 તારીખ 7 મે 16.00 કરોડ, દિવસ 4 તારીખ 8 મેના રોજ 10.07 કરોડ, દિવસ 5 તારીખ 9 મે 11.14 કરોડ, દિવસ 6 તારીખ 10 મે 12.00 કરોડ, દિવસ 7 તારીખ 11 મે 12.50 કરોડ, દિવસ 8 તારીખ 12 મે 12.50 કરોડની કમાણી કરી છે. આમ આ ફિલ્મનું કુલ કેલક્શન 93.86 કરોડ છે.
100 કરોડનું લક્ષ્ય: ઈન્ડસ્ટ્રી ટ્રેક્ટરના મતે તારીખ 13 મે એટલે કે નવમા દિવસે ફિલ્મ 100 કરોડ રૂપિયાના માઈલસ્ટોન સુધી પહોંચવામાં સફળ થઈ શકે છે. 8.03 કરોડ રૂપિયા સાથે સિનેમાઘરોમાં ડેબ્યૂ કર્યા પછી 'ધ કેરલા સ્ટોરી' એ પહેલા વીકએન્ડમાં તેના કલેક્શનમાં વધારો દર્શાવ્યો હતો. કેરળ સ્ટોરી જે ગતિથી બોક્સ ઓફિસ પર વધી રહી છે, તે ટૂંક સમયમાં જ સલમાન ખાનની 'કિસી કા ભાઈ કિસી કી જાન'ના જીવનકાળને વટાવી જશે. જેણે થિયેટરોમાં માત્ર રૂપિયા 107.71 કરોડ સાથે તેની દોડ પૂરી કરી છે.
આ પણ વાંચો:
- Raghav Parineeti Engagement: સગાઈ પહેલા સાંસદ રાઘવ ચઢ્ઢાના ઘરને શણગારવામાં આવ્યું, જુઓ અહીં તસવીર
- Priyanka Chopra In India: રાઘવ ચઢ્ઢ પરિણીતી ચોપરાની આજે સગાઈ, પ્રિયંકા ચોપરા પહોંચી દિલ્હી
- Oscars 2024: 'રાઇટીંગ વિથ ફાયર' નામની દસ્તાવેજી ફિલ્મે પ્રતિષ્ઠિત પીબોડી એવોર્ડ જીત્યો, ઓસ્કાર માટે નોમિનેટ
ફિલ્મનું શાનદાર પ્રદર્શન: અદા શર્માની ફિલ્મ આ પહેલા મોટા સ્ટાર અજય દેવગનની 'ભોલા' રૂપિયા 82.04 કરોડ, અક્ષય કુમારની 'સેલ્ફી' રૂપિયા 16.85 કરોડ અને કાર્તિક આર્યનની 'શેહજાદા' રૂપિયા 32.20 કરોડને પછાડવામાં સફળ રહી હતી. શરુઆતમાં આ ફિલ્મનો ઘણો વિરોધ કરવામાં આવ્યો હતો. કેટલાક રાજ્યમાં આ ફિલ્મ પર પ્રતિબંધ પણ લગાવવામાં આવ્યો હતો. તેમ છતાં ફિલ્મને લઈ દર્શકોમાં ખુબજ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.