ગુજરાત

gujarat

ETV Bharat / entertainment

The kerala story: ભારે વિરોધ વચ્ચે થઈ રિલીઝ'ધ કેરલા સ્ટોરી', ફિલ્મનું આશ્ચર્યજનક કલેક્શન - બોક્સ ઓફિસ કલેક્શન

દેશભરમાં લોકપ્રિય ફિલ્મ 'ધ કેરલા સ્ટોરી'એ બોક્સ ઓફિસ પર તેના ઓપનિંગ કલેક્શન સાથે તેના વિરોધીઓને ચૂપ કરી દીધા છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ ફિલ્મ પર પોતાનો અભિપ્રાય આપ્યો છે. ફિલ્મ 'ધ કેરાલા સ્ટોરી' કેરળની હિંદુ છોકરીઓની આસપાસ ફરે છે. તેના પર પ્રતિબંધ મૂકવાની સતત માંગ કરવામાં આવી રહી છે.

'ધ કેરલા સ્ટોરી' ભારે વિરોધ વચ્ચે થઈ રિલીઝ, ફિલ્મનું આશ્ચર્યજનક કલેક્શન
'ધ કેરલા સ્ટોરી' ભારે વિરોધ વચ્ચે થઈ રિલીઝ, ફિલ્મનું આશ્ચર્યજનક કલેક્શન

By

Published : May 6, 2023, 1:06 PM IST

મુંબઈઃ ભારે વિવાદો અને વિરોધ વચ્ચે તારીખ 5 મેના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થયેલી સુદીપ્તો સેનની ફિલ્મ 'ધ કેરાલા સ્ટોરી' એ પહેલા દિવસે બોક્સ ઓફિસ પર કેટલી કમાણી કરી તે સામે આવી ગયું છે. જો કે, આ પ્રારંભિક આંકડો છે અને વાસ્તવિક ડેટા આવવાનો બાકી છે. વિવાદોની આગમાં લપેટાયેલી આ ફિલ્મને લઈને રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ ફિલ્મ પર પોતાનો અભિપ્રાય આપ્યો છે. આ ફિલ્મને લઈને દેશનું રાજકારણ 2 જૂથોમાં વહેંચાઈ ગયું છે.

ઓપનિંગ ડે કલેક્શન: ઓપનિંગ ડે પર ફિલ્મને લઈને દર્શકોમાં ભારે ક્રેઝ જોવા મળી રહ્યો છે. અદા શર્મા સ્ટારર ફિલ્મે તેની પહેલા દિવસની કમાણીથી સાબિત કરી દીધું છે કે, આ ફિલ્મ વધુ કમાણી કરવા જઈ રહી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ફિલ્મ 'ધ કેરલા સ્ટોરી' ભારે વિરોધ વચ્ચે રિલીઝ થયા બાદ પણ શરૂઆતના દિવસે 7.50 કરોડ રૂપિયાની કમાણી કરવામાં સફળ રહી. જો કે, તેની વાસ્તવિક કમાણીનો આંકડો હજુ આવ્યો નથી, પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે, વીકેન્ડ પર ફિલ્મની કમાણી વધી જશે.

  1. Pm Modi: જાણો Pm મોદી સહિત દેશના આ દિગ્ગજ નેતાઓએ 'ધ કેરલા સ્ટોરી' પર શું કહ્યું
  2. Anushka Sharma: વિરાટે અનુષ્કા સાથેની તસવીર કરી શેર, ચાહકોએ વરસાવ્યો પ્રેમ
  3. Satish Kaushik: અભિનેતા સંજય કપૂરે કૌશિકને આ રીતે યાદ કર્યા, ફિલ્મ 'પ્રેમ'ને 28 વર્ષ પૂરાં

ફિલ્મની સ્ટોરી: ફિલ્મ 'ધ કેરાલા સ્ટોરી'ની સ્ટોરી કેરળની હિંદુ છોકરીઓની આસપાસ ફરે છે, જેનું બ્રેઈનવોશ કરીને ઈસ્લામ ધર્મ અપનાવવામાં આવે છે. આ પછી આ 32 છોકરીઓને આતંકી સંગઠન ISISમાં મોકલવામાં આવે છે. કહેવામાં આવી રહ્યું છે કે, આ ફિલ્મ એક સત્ય ઘટના પર આધારિત છે. આ ફિલ્મ તેના ટ્રેલર રિલીઝથી ચર્ચામાં છે અને તેના પર પ્રતિબંધ મૂકવાની સતત માંગ કરવામાં આવી રહી છે.

ABOUT THE AUTHOR

...view details