ગુજરાત

gujarat

'ધ કેરલા સ્ટોરી' ફેમ અદા શર્માનો 31મો જન્મદિવસ, અભિનેત્રીએ શિવની પૂજા કરી

By

Published : May 11, 2023, 12:33 PM IST

'ધ કેરલા સ્ટોરી'ની મુખ્ય અભિનેત્રી અદા શર્મા આજે તેમનો 31મો જન્મદિવસ ઉજવી રહી છે. આ ખાસ અવસર પર અભિનેત્રીએ પોતાના દિવસની શરૂઆત શિવ તાંડવ ગાઈને કરી હતી. અભિનેત્રી ધ કેરલા સ્ટોરીને લઈને ખુબજ ચર્ચામાં છે. અદા શર્માએ સોશિયલ મીડિયા પર વીડિયો શેર કર્યો છે. આ ખાસ અવસરે ચાહકો જન્મદિવસની શુભેચ્છા પાઠવી રહ્યાં છે.

'ધ કેરલા સ્ટોરી' ફેમ અદા શર્માનો 31મો જન્મદિવસ, અભિનેત્રીએ શિવની પૂજા કરી
'ધ કેરલા સ્ટોરી' ફેમ અદા શર્માનો 31મો જન્મદિવસ, અભિનેત્રીએ શિવની પૂજા કરી

મુંબઈઃવિવાદાસ્પદ ફિલ્મ 'ધ કેરલા સ્ટોરી'ની મુખ્ય અભિનેત્રી અદા શર્મા તારીખ 11 મેના રોજ તેમનો 31મો જન્મદિવસ ઉજવી રહી છે. અભિનેત્રી આ ખાસ અવસર પર શિવ મંદિર પહોંચી છે અને ત્યાં શિવની પૂજા કરતી જોવા મળી રહી છે. અભિનેત્રીએ આ પૂજાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. અગાઉની એક પોસ્ટમાં અભિનેત્રીએ તેની ફિલ્મ 'ધ કેરલા સ્ટોરી' જોનારા લાખો દર્શકોનો આભાર માન્યો હતો. હવે તેના જન્મદિવસના દિવસ પર અદા શર્માએ વહેલી સવારે ભગવાનનું નામ લીધું અને તેના દિવસની શરૂઆત કરી છે.

અભિનેત્રીનો વીડિયો શેર: તેમના જન્મદિવસ પર શેર કરવામાં આવેલા વીડિયોમાં અદા શર્મા પીળા ચિકંકરી સૂટમાં મંદિરમાં શિવ તાંડવનો જાપ કરતી જોવા મળે છે. આ વીડિયો શેર કરીને અભિનેત્રીએ આ કેપ્શન પણ આપ્યું છે. અભિનેત્રીએ લખ્યું, 'મારી ઉર્જાનું રહસ્ય, તે ઊર્જા જે મને ગુલદસ્તો સ્વીકારવા અને પ્રતિબંધોનો સામનો કરવાની મંજૂરી આપે છે, મને તમારા બનાવવા માટે આપ સૌનો આભાર'.

આ પણ વાંચો:

  1. મનોજ બાજપેયીની ફિલ્મને આસારામ બાપુએ મોકલી નોટિસ, મેકર્સે આપ્યો આ જવાબ
  2. Priyanka Chopra: પ્રિયંકાએ પોતાના લગ્ન પહેલાના સંબંધો પર ખુલીને કહ્યું કે, તે 'ડોરમેટ' જેવી લાગતી હતી
  3. The Kerala Story: Vhp દ્વારા દિલ્હીમાં 'ધ કેરલા સ્ટોરી'ને ટેક્સ ફ્રી કરવાની માંગ, Cmને લખ્યો પત્ર

ચાહકોએ શુભેચ્છા પાઠવી:હવે 'ધ કેરલા સ્ટોરી' ફેમ અદા શર્માના ચાહકો તેને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે. ઘણા ચાહકોએ અભિનેત્રીના વિડિયો પર રેડ હાર્ટ ઇમોજી શેર કર્યા છે. જ્યારે ઘણાએ તેના જન્મદિવસ પર તેને શુભેચ્છા પાઠવીને પ્રેમનો વરસાદ કર્યો છે. વિવાદાસ્પદ ફિલ્મ ધ કેરલા સ્ટોરી વિશે વાત કરીએ તો આ ફિલ્મ તારીખ 5 મેના રોજ રીલિઝ થઈ હતી અને રિલીઝના 7માં દિવસે ચાલી રહી છે. ફિલ્મે 6 દિવસમાં બોક્સ ઓફિસ પર જોરદાર કમાણી કરી છે અને આંકડો 50 કરોડને પાર કરી ગયો છે.

ABOUT THE AUTHOR

...view details