ગુજરાત

gujarat

ETV Bharat / entertainment

Dadasaheb Phalke Award 2023: 'ધ કાશ્મિર ફાઈલ્સ'ને મળ્યો બેસ્ટ ફિલ્મ એવોર્ડ, ફિલ્મ નિર્દેશકે શેર કરી પોસ્ટ - The Kashmir Files Best Film Award

દાદાસાહેબ ફાળકે ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ એવોર્ડ્સ 2023 સમારોહ યોજાયો હતો. આ એવોર્ડમાં 'ધ કાશ્મિર ફાઈલ્સ'ને સર્વશ્રેષ્ઠ એવોર્ડ આપવામાં આવ્યો છે. ફિલ્મના નિર્દેશક અગ્નિહોત્રીએ આ એવોર્ડ અંગેની ખુશી વ્યકત્ કરતા સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે. આ પોસ્ટ જોઈ ચાહકો અભિનંદન પાઠવી રહ્યાં છે.

દાદાસાહેબ ફાળકે એવોર્ડમાં 'ધ કાશ્મિર ફાઈલ્સ' સર્વશ્રેષ્ઠ ફિલ્મ બની, ફિલ્મ નિર્દેશકે શેર કરી પોસ્ટ
દાદાસાહેબ ફાળકે એવોર્ડમાં 'ધ કાશ્મિર ફાઈલ્સ' સર્વશ્રેષ્ઠ ફિલ્મ બની, ફિલ્મ નિર્દેશકે શેર કરી પોસ્ટ

By

Published : Feb 21, 2023, 12:38 PM IST

મુંબઈઃદાદાસાહેબ ફાળકે ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ 2023 મુંબઈમાં યોજાયો હતો. દાદા સાહેબ ફાળકે એવોર્ડ સિનેમા ક્ષેત્રે દેશનો સર્વોચ્ચ એવોર્ડ સન્માન છે. તારીખ 20 ફેબ્રુઆરીએ આ એવોર્ડ 2023ના વિજેતાઓના નામની જાહેરાત કરવામાં આવી હતી. આ એવોર્ડમાં ધ કાશ્મિર ફાઈલ્સને સર્વશ્રેષ્ઠ એવોર્ડ આપવામાં આવ્યો છે. ફિલ્મના નિર્દેશક અગ્નિહોત્રીએ આ એવોર્ડ અંગેની ખુશી વ્યકત્ કરતા સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે. આ પોસ્ટમાં તેમણે એવોર્ડ અંગેની તસવીર અને વીડિયો પણ શેર કર્યો છે. જેમાં આલિયા ભટ્ટને બેસ્ટ એક્ટ્રેસ અને રણબીર કપૂરને બેસ્ટ એવોર્ડ મળ્યો હતો. આ ફેસ્ટિવલમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીની ઘણી હસ્તીઓએ ભાગ લીધો હતો.

આ પણ વાંચો:Sonu Nigam attack: મુંબઈમાં સિંગર સોનુ નિગમ પર હુમલો, ઘટના બાદ નોંધાવી ફરિયાદ

ધ કાશ્મિર ફાઈલ્સ શ્રેષ્ઠ ફિલ્મ: 'ધ કાશ્મિર ફાઈલ્સ' ફિલ્મને દાદા સાહેબ ફાળકે ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ 2023માં બેસ્ટ એવોર્ડ મળ્યો છે. 'ધ કાશ્મિર ફાઈલ્સ' ફિલ્મે બોક્સ ઓફિસ પર ઈતિહાસ બનાવ્યો હતો. વિવેક અગ્નિહોત્રી દ્વારા નિર્દેશિત ફિલ્મ 'ધ કાશ્મિર ફાઈલ્સ'ને બહુ મોટી જીત મળી છે. આ ફલ્મમાં અનુપ ખેર, મિથુન ચક્રવર્તી જેવા કલાકારો સામેલ છે. 'ધ કાશ્મિર ફાઈલ્સ' સર્વશ્રેષ્ઠ ફિલ્મ બની છે. વિવેક રંજન અગ્નિહોત્રીએ આપવામાં એવોર્ડ અંગેની તસવીર અને વીડિયો સોશિયલ મીડીયા પર શેર કર્યો છે. આ વીડિયો અને તસવીર જોઈ લોકો અભિનંદન પાઠવી રહ્યાં છે. 'ધ કાશ્મિર ફાઈલ્સ' વર્ષ 2022ની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની હતી.

ધ કાશ્મિર ફાઈલ્સ વિવાદ: ગોવામાં આયોજિત કરવામાં આવેલા 53માં ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયાના-IFFIના જ્યુરી ચીફ અને ઈઝરાયેલના ફિલ્મ નિર્માતા નદાવ લેપિડે ફિલ્મ 'ધ કાશ્મિર ફાઈલ્સ'ને 'પ્રોપેગન્ડા' અને 'વલ્ગર' કહીને વિવાદ સર્જ્યો હતો. ત્યારબાદ ભારતમાં ઈજરાયેલના રાજદૂત નાઓર ગિલોન, જ્યુરીના વડાની નિમણૂક કરી હતી. આ નિવેદનની નિંદા કરતા તેમને ઠપકો આપવામાં આવ્યો હતો. દાદાસાહેબ ફાળકે પુરસ્કારના વિજેતાઓની સંપૂર્ણ યાદી અહીં જુઓ.

વિજેતાઓની સંપૂર્ણ યાદી:

શ્રેષ્ઠ ફિલ્મ - ધ કાશ્મીર ફાઇલ્સ

ફિલ્મ ઓફ ધ યર - RRR

શ્રેષ્ઠ અભિનેતા - રણબીર કપૂર (બ્રહ્માસ્ત્ર ભાગ 1: શિવ)

શ્રેષ્ઠ અભિનેત્રી - આલિયા ભટ્ટ (ગંગુભાઈ કાઠિયાવાડી)

ક્રિટિક્સ બેસ્ટ એક્ટર - વરુણ ધવન (ભેડિયા)

ક્રિટિક્સ બેસ્ટ એક્ટ્રેસ - વિદ્યા બાલન

શ્રેષ્ઠ દિગ્દર્શક - આર. બાલ્કી (મૌન)

શ્રેષ્ઠ સિનેમેટોગ્રાફર - PS વિનોદ (વિક્રમ વેધા)

મોસ્ટ પ્રોમિસિંગ એક્ટર - ઋષભ શેટ્ટી (કંતારા)

આ પણ વાંચો:board exams 2023 : શાહરૂખ ખાને બોર્ડની પરીક્ષા સંદર્ભે પાઠવ્યો સંદેશ, વિદ્યાર્થીઓને આપી આ સલાહ

સહાયક ભૂમિકામાં શ્રેષ્ઠ અભિનેતા - મનીષ પોલ (જુગ જુગ જિયો)

બેસ્ટ પ્લેબેક સિંગર (પુરુષ) - સચેત ટંડન - માયા મૈનુ

શ્રેષ્ઠ પ્લેબેક સિંગર (સ્ત્રી) - નીતિ મોહન (મેરી જાન - ગંગુભાઈ કાઠિયાવાડી)

શ્રેષ્ઠ વેબ સિરીઝ - રુદ્રઃ ધ એજ ઓફ ડાર્કનેસ (હિન્દી)

મોસ્ટ વર્સેટાઇલ એક્ટર - અનુપમ ખેર (ધ કાશ્મીર ફાઇલ્સ)

ટેલિવિઝન સિરીઝ ઑફ ધ યર - અનુપમા જૈન

ટીવી શ્રેણીમાં શ્રેષ્ઠ અભિનેતા - ઇમામ - (ઇશ્ક મેં મરજાવાં)

શ્રેષ્ઠ અભિનેત્રી (ટીવી) - તેજસ્વી પ્રકાશ (નાગિન)

ફિલ્મ ઉદ્યોગમાં ઉત્કૃષ્ટ યોગદાન માટે દાદાસાહેબ ફાળકે ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ એવોર્ડ 2023: રેખા

સંગીત ઉદ્યોગમાં ઉત્કૃષ્ટ યોગદાન માટે દાદાસાહેબ ફાળકે આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલ એવોર્ડ 2023: હરિહરન

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details