મુંબઈ: વિવેક અગ્નિહોત્રી દ્વારા નિર્દેશિત સુપરહિટ ફિલ્મ ધ કાશ્મિર ફાઈલ્સે બોક્સ ઓફિસ પર જોરદાર કમાણી કરી હતી. ગયા વર્ષે તારીખ 11 માર્ચે રિલીઝ થયેલી અનુપમ ખેર સ્ટારર ફિલ્મ વર્ષ 1990ના કાશ્મીર વિદ્રોહ દરમિયાન કાશ્મીરી હિન્દુઓના પલાયન પર આધારિત છે. વિવેક અગ્નિહોત્રીએ તેમની આગામી ડોક્યુમેન્ટ્રી 'ધ કાશ્મિર ફાઈલ્સ અનરિપોર્ટેડ'ની જાહેરાત કરી છે. તે 'ધ કાશ્મિર ફાઈલ્સ' ફિલ્મને અનુસરે છે. હવે અગ્નિહોત્રી ફરી એકવાર તુફાન લાવવા માટે તૈયાર છે. આ ફિલ્મને લઈ હવે દર્શકોમાં ખુબ જ ઉત્સાહ વધી ગયો છે.
Vivek Agnihotri: 'ધ કાશ્મિર ફાઈલ્સ અનરિપોર્ટેડ'ની જાહેરાત, વિવેક અગ્નિહોત્રીએ કહ્યું- 'રોને કે લિયે હો જાયે તૈયાર' - વિવેક અગ્નિહોત્રી ધ કાશ્મિર ફાઈલ્સ અનરિપોર્ટેડ
વિવેક અગ્નિહોત્રીએ પોતાની આગામી ડોકયુમેન્ટ્રી ફિલ્મની જાહેરાત કરી છે, 'ધ કાશ્મીર ફાઈલ્સ'ને બીજા તબક્કામાં વિક્સાવવાનો પ્રયાસ કર્યો છે. ફિલ્મ ડાયેરેક્ટરે પોતાની આગામી ડોક્યુમેંન્ટ્રી 'ધ કાશ્મિર ફાઈલ્સ અનરિપોર્ટેટ'નું એલાન કરીને વીડિયોની ઝલક શેર કરી છે.
અગ્નીહોત્રીની આગામી ફિલ્મ: આવનારી ડોક્યુમેન્ટ્રી વિવેક અગ્નિહોત્રી અને તેમની ટિમે 'ધ કાશ્મિર ફાઈલ્સ' બનાવતી વખતે કરેલા સંશોધનનું પરિણામ છે. વિવેક અગ્નિહોત્રીએ ટ્વિટર પર 'ધ કાશ્મીર ફાઈલ્સ' અનરિપોર્ટેડની ટૂંકી ક્લિપ શેર કરીને લખ્યું છે કે, ''ઘણા નરસંહારનો ઉપયોગ કરનારા, આતંકવાદી સમર્થકો અને ભારતના દુશ્મનોએ 'ધ કાશ્મીર ફાઈલ્સ' પર પ્રશ્ન ઉભા કર્યા હતા. હવે તમારા માટે લાવ્યા છીએ કાશ્મીરમાં હિન્દુઓના નરસંહારનું સત્ય, જેના પર માત્ર રાક્ષસ જ પ્રશ્ન કરી શકે છે. ટૂંક સમયમાં આવી રહી છે, 'ધ કાશ્મિર ફાઈલ્સ અનરિપોર્ટેડ'. રડવા માટે તૈયાર રહો.''
ZEE 5 પર પ્રિમિયર: ફિલ્મનું ટ્રેલર 'ધ કાશ્મીર ફાઈલ્સ'ના સીનથી શરું થાય છે. તેને વર્ષ 1980ના દાયકાના કાશ્મીર ઘાટીના વાસ્તવિક ફૂટેઝ સાથે મિશ્રિત કરવામાં આવ્યું છે. વીડિયોમાં અનુપમ ખેરની ઝલક પણ બતાવવામાં આવી છે. આ સિવાય વીડિયોમાં હિંસાના કેટલાક દ્રશ્યો પણ જોઈ શકાય છે. 'ધ કાશ્મિર ફાઈલ્સ અનરિપોર્ટેડ' ZEE 5 પર પ્રિમિયર થશે. જો કે, તેમની રિલીઝ ડેટ હજુ સુધી જાહેર કરવામાં આવી નથી.