મુંબઈઃવર્ષ 1990માં કાશ્મીરી પંડિતોના નરસંહાર અને હિજરત પર આધારિત વિવાદાસ્પદ ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ' ફરી એકવાર સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મ ગયા વર્ષે તારીખ 11 માર્ચે 2022 રિલીઝ થઈ હતી અને ફિલ્મે બોક્સ ઓફિસ પર ઘણી કમાણી કરી હતી. ફિલ્મને લઈને દેશમાં ભારે હોબાળો થયો હતો અને આ ચર્ચામાં લોકો બે જૂથમાં વહેંચાઈ ગયા હતા. હવે ફરી આ ફિલ્મ આવતીકાલે એટલે કે તારીખ 19 જાન્યુઆરીના રોજ દેશભરના સિનેમાઘરોમાં રીલીઝ થવા જઈ રહી છે. આ માહિતી ફિલ્મના નિર્દેશક વિવેક રંજન અગ્નિહોત્રી અને ફિલ્મના મુખ્ય અભિનેતા અનુપમ ખેરે આપી છે. આ સંબંધમાં બંનેએ એક-એક ટ્વીટ કરી છે.
આ પણ વાંચો:Pathaan Marketing Strategy: 'પઠાણ'ની રિલીઝ પહેલા જાણો શું છે સ્ટારકાસ્ટ પર આ પ્રતિબંધ
ફિલ્મ થિયેટરોમાં ફરી રીલિઝ થશે: વિવાદાસ્પદ નિર્દેશક વિવેક અગ્નિહોત્રી, ભારત સરકાર દ્વારા વાય સુરક્ષા શ્રેણીમાંથી સુરક્ષિત છે, તેમણે ટ્વીટ કર્યું, 'ધ કાશ્મીર ફાઇલ્સ' તારીખ 19 જાન્યુઆરીના રોજ ફરીથી રિલીઝ થઈ રહી છે, જે કાશ્મીરી હિન્દુ નરસંહાર દિવસ છે. આ પહેલીવાર છે જ્યારે કોઈ ફિલ્મ એક વર્ષમાં ફરીથી રિલીઝ થશે. તે બે વાર રિલીઝ થઈ રહી છે. જો તમે તેને મોટી સ્ક્રીન પર જોવાનું ચૂકી ગયા હો, તો હમણાં જ તમારી ટિકિટ બુક કરો. આ પોસ્ટમાં ડિરેક્ટરે ટિકિટ બુક કરવાની લિંક પણ શેર કરી છે.