મુંબઈ: NIAની વિશેષ અદાલતે જમ્મુ-કાશ્મીરના અલગતાવાદી અને ભૂતપૂર્વ આતંકવાદી યાસીન મલિકને ટેરર ફંડિંગ કેસમાં આજીવન કેદની સજા (Yasin Malik sentenced to life in prison) ફટકારી છે. આતંકવાદીને 5 કેસમાં 10 વર્ષની સજા સંભળાવવામાં આવી છે. જ્યારે કાશ્મીર હિંસાનો ભોગ બનેલા લોકો માટે તે ખુશીનો દિવસ હતો, ત્યારે 'ધ કાશ્મીર ફાઇલ્સ'ના(The Kashmir Files) ડિરેક્ટર વિવેક અગ્નિહોત્રીએ ટેરર ફંડિંગ કેસમાં દોષિત મલિક વિશે ટિ્વટ કર્યું છે.
આ પણ વાંચો:'પૃથ્વીરાજ' ફિલ્મ તેના રિલીઝ પહેલા નિહાળશે અમિત શાહ,જાણો શુ છે કારણ
લોકો વિવેકના ટિ્વટને રીટિ્વટ કરી રહ્યા છે: 'કાશ્મીર ફાઇલ્સ'ના ડિરેક્ટરે લખ્યું, 'આ તો માત્ર શરૂઆત છે. જ્યાં સુધી #યાસીન મલિક અને બિટ્ટાને ફાંસી આપવામાં ન આવે ત્યાં સુધી અમે #RightToJustice માટેની અમારી લડાઈમાં આરામ કરીશું નહીં. અમે જોઈશું.' લોકો વિવેકના ટિ્વટને રીટિ્વટ કરી રહ્યા છે. જણાવી દઈએ કે ટેરર ફંડિંગ કેસમાં દોષિત યાસીન મલિકને બે કેસમાં આજીવન કેદ અને 5 કેસમાં 10 વર્ષની સજા સંભળાવવામાં આવી છે. આ સાથે 10 લાખ રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે.