ગુજરાત

gujarat

ETV Bharat / entertainment

Satyaprem Ki Katha: ફિલ્મનું નવું ગીત 'લે આઉંગા' રિલીઝ, જુઓ વીડિયો સોન્ગ - સત્યપ્રેમ કી કથા લેટેસ્ટ ગીત રિલીઝ

ફિલ્મનું નવું ગીત 'લે આઉંગા' બહાર આવ્યું છે. તારીખ 29 જૂનના રોજ કાર્તિક આર્યન અને કિયારા અડવાણી અભિનીત ફિલ્મનું 'સત્ય પ્રેમ કી કથા' સિનેમાઘરોમાં રિલીઝ કરવામાં આવી હતી. આ ફિલ્મના ઘણા 'પસુરી નુ' થી લઈને 'સુન સજની' સુધીના ઘણા ગીતો રિલીઝ થયા ગયા છે. ત્યારે હવે એક બીજુ સોન્ગ રિલીઝ કરવામાં આવ્યું છે.

ફિલ્મનું નવું ગીત 'લે આઉંગા' રિલીઝ, જુઓ વીડિયો સોન્ગ
ફિલ્મનું નવું ગીત 'લે આઉંગા' રિલીઝ, જુઓ વીડિયો સોન્ગ

By

Published : Jul 1, 2023, 3:20 PM IST

મુંબઈ: T-Series એ બોલિવુડ એક્ટર કાર્તિક આર્યન અને કિયારા અડવાણીની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ 'સત્યપ્રેમ કી કથા'નું નવું સોન્ગ રિલીઝ કરવામાં આવ્યું છે. આ ગીતનું શીર્ષક 'લે આંઉગા' છે, જેમાં અરિજીત સિંહે પોતાનો જાદુઈ અવાજ આપ્યો છે. ફિલ્મની અભિનેત્રી કિયારા અડવાણી અને કાર્તિક આર્યને તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર ચાહકો સાથે ગીતની ઝલક શેર કરી છે.

કાર્તિક-કિયારાની પોસ્ટ: ઈન્સ્ટાગ્રામ પર ગીત શેર કરતા કાર્તિકે લખ્યું, ''તમારી માંગ પર અરિજીત સિંહના અવાજમાં. આલ્બમના મારા મનપસંદ ગીતોમાંનું એક 'લે આઉંગા' ગીત રિલીઝ.'' ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ગીત પોસ્ટ કરતી વખતે કિયારાએ કેપ્શન પણ લખ્યું, 'ટશિકવે સબભી ભૂલકે, નયે રાસ્તે બનાકે, દિલ મેં તુઝે બસાકે, લે આંઉગા'. ગીત આઉટ નાઉ''.

ચાહકોએ કર્યા વખાણ: કાર્તિક-કિયારાના ચાહકોને આ નવું ગીત ખૂબ જ પસંદ આવી રહ્યું છે. કાર્તિકની પોસ્ટ પર એક પ્રશંસકે કોમેન્ટ કરી કે, 'કોઈ આટલો પરફેક્ટ માણસ ન હોઈ શકે'. એકે કહ્યું, 'જ્યારે તમારો ફેવરિટ સિંગર તમારા ફેવરિટ એક્ટર માટે ગાય છે, ત્યારે એવો જાદુ હોય છે'. 'સત્યપ્રેમ કી કથા'ના બાકીના ગીતોને પણ ચાહકોનો ઘણો પ્રેમ મળ્યો છે.

ફિલ્મના તમામ ગીત: પસૂરીની રિમેકને છોડી દઈએ તો 'નસીબ સે', 'આજ કે બાદ', 'સુન સજની' અને 'ગુજ્જુ પટાકા' જેવા ગીતોને ખૂબ પસંદ કરવામાં આવી રહ્યા છે. 'સત્યપ્રેમ કી કથા' એ એક મ્યુઝિકલ રોમેન્ટિક ડ્રામા ફિલ્મ છે. જેનું દિગ્દર્શન રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા સમીર વિદ્વાંસે કર્યું છે. તેમાં કાર્તિક કિયારા ઉપરાંત ગજરાજ રાવ, સુપ્રિયા પાઠક અને રાજપાલ યાદવ પણ છે.

  1. Ram Charan Upasana: રામે દિકરીના નામકરણની ઉજવણીની કરી, અંબાણી પરિવાર તરફથી મળી ગિફ્ટ
  2. Parineeti Chopra: સુવર્ણ મંદિરે પહોંચ્યા પરિણીતી રાઘવ, લગ્ન પહેલા લીધા આશીર્વાદ લીધા
  3. Deepika Padukone: દીપિકા પાદુકોણ લેટેસ્ટ ડ્રેસને લઈ ચર્ચામાં, સોનાક્ષી સિંહાના લુકની 'કોપી' કરવા બદલ ટ્રોલ થઈ

ABOUT THE AUTHOR

...view details