ગુજરાત

gujarat

Hiten Kumar Instagram: હિતેન કુમારેને Instagram મળી ગયુ બ્લુટીક, પોસ્ટ મૂકીને કહી મોટી વાત

By

Published : May 4, 2023, 11:59 AM IST

Updated : May 4, 2023, 1:01 PM IST

ગુજરાતી ફિલ્મના સુપરસ્ટાર હિતેન કુમારે હાલમાં ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી છે. આ પોસ્ટને લઈ તેઓ ખુબજ ચર્ચામાં છે. તેમણે બ્લુ ટિક મળવા બદલ આભાર વ્યક્ત કર્યો છે. આ ઉપરાંત ચાહકોને આ આઈડીની ખાસ નોંધ લેવા કહ્યું છે. કારણ કે, ઈન્સ્ટાગ્રામ પર ઘણી ફેક આઈડી અને પેન પેજ હોય છે. તેમની આગામી ફિલ્મ વેલકમ પુર્ણિમાં ટુંક સમયમાં જ સિમેમાં ઘરોમાં જોવા મળશે.

હિતેન કુમારે Instagram પર બ્લુ ટિક મળવા બદલ આભાર માન્યો, જેની ચાહકોને નોંધ લેવા કહ્યું
હિતેન કુમારે Instagram પર બ્લુ ટિક મળવા બદલ આભાર માન્યો, જેની ચાહકોને નોંધ લેવા કહ્યું

હૈદરાબાદ:ગુજરાતી ફિલ્મના સુપરસ્ટાર હિતેન કુમાર તાજેતરમાં ચર્ચામાં છે. તેમણે હાલમાં તેમના ઈન્સ્ટાગ્રામ કાઉન્ટ પર એક પોસ્ટ શેર કરી છે. આ પોસ્ટમાં તેમણે બ્લુ ટિક મળવા બદલ આભાર વ્યક્ત કરતી નોંધ લખી છે. અગાઉ બોલિવુડના પીઢ અભિનેતા અમિતાભ બચ્ચનથી લઈને ઘણા કલાકારોના બ્લૂ ટીક દુર કરી દેવામાં આવ્યા હતા. ત્યાર બાદ ઘણી મહેનત પછી પ્રાપ્ત થવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો.

આ પણ વાંચો:Sooraj Pancholi: જીયા ખાન કેસમાં નિર્દોષ છૂટ્યા બાદ સૂરજ પહોંચ્યો ગુરૂદ્વારામાં, કહ્યું થેંક્યું...

બ્લુ ટિક મળવા બદલ આભાર માન્યો: હિતેન કમારે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને આગાણી ફિલ્મ 'વેલકમ પૂર્ણિમાં'નું ટ્રેલર રિલીઝ કર્યાની મહિતી આપી હતી. આ ઉરાંત તેમની ફિલ્મ ટુંક સયમાં સિનેમાંઘરોમાં જોવા મળશે. હિતેન કુમાર સોશિયલ મીડિયા પર ચાહકો સાથે સતત જોડાયેલા રહે છે. તેઓ તાજેતરની માહિતી ઈન્સ્ટાગ્રામ પર શેર કરીને ચાહકોને ખુશ કરતા હોય છે. ઈન્સ્ટગ્રામ પર ઘણા ફેન પેજ અથવા ફેક આઈડી બનાવવામાં આવતા હોય છે. તેથી ચાહકોને તેમણે ચેતવણી આપી છે કે, મારું આ જ કાઉન્ટ છે. જેની ખાસ નોંધ લેવા કહ્યું છે.

હિતેન કુમારની પોસ્ટ: હિતેન કુમારે પોસ્ટ શેર કરીને કેપ્સનમાં લખ્યું છે કે, ''ખુબ પ્રયત્નો બાદ ગઈકાલે મારુ 'instagram account' વેરિફાઇડ થઇ ગયું અને 'બ્લુ-ટીક' મળી ગયું. થેન્ક યુ 'ગોલ્ડી આમેરા' (જોશ એપ) મને આ વિષયમાં મદદ કરવા બદલ. આ જ મારુ 'સાચું 'ઇન્સ્ટા એકાઉન્ટ' છે એની નોંધ લેશો. બાકીના મારા નામે ચાલતા accounts એ કોઈક ફેન દ્વારા ચલાવાતા 'ફેનપેજ' છે, અથવા 'ફેક એકાઉન્ટ' છે માટે ગેરસમજણ કરશો નહિ. મારા આ ઇન્સ્ટા કાઉન્ટ પર જ ફોલો કરો મને. આભાર. હિતેનકુમાર.''

આ પણ વાંચો:Rakul Preet Singh Gallery: રકુલ પ્રીત સિંહે પિંક સાડીમાં તસવીર શેર કરી, ચાહકોને દેશી લુક આવશે પસંદ

હિતેન કમારનો વર્કફ્રન્ટ: હિતેન કુમારના વર્કફ્રન્ટની વાત કરીએ તો, હિતેન કુમાર એ ઢોલિવુડ ફિલ્મ ઉદ્યોગના ખુબજ ફેમસ કલાકારોમાંના એક છે. તેમની વર્ષ 2001માં રિલીઝ કરવામાં આવેલી ફિલ્મ 'મૈયરમાં મનડું નથી લાગતું'માં શાનદાર અભિનય કર્યો હતો. આ ફિલ્મથી હિતેન કુમાર અને આંનદી ત્રિપાઠીને ખુબજ નામના મળી હતી. હાલ હિતેન કુમાર આગામી ફિલ્મ 'વેલકમ પૂર્ણિમા'માં જોવા મળશે. આ ફિલ્મનુું ટ્રેલર તારીખ 7 એપ્રિલના રોજ રિલીઝ કરવામાં આવ્યું હતું. આ ફિલ્મ તારીખ 12 મેના રોઝ સિનેમાઘરોમાં રિલીઝ થશે.

Last Updated : May 4, 2023, 1:01 PM IST

ABOUT THE AUTHOR

...view details