હૈદરાબાદ: બોલિવુડ અભિનેત્રી ભૂમિ પેડનેકર અભિનીત ખૂબ જ અપેક્ષિત ફિલ્મ 'થેન્ક યુ ફોર કમિંગ' ટ્રેલર આખરે બુધવારે લોન્ચિંગ કરવામાં આવ્યું છે. કરણ બુલાની દિગ્દર્શિત આ વર્ષની તારીખ 6 ઓક્ટોમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થવા માટે તૈયારીમાં છે. ભૂમિ ઉપરાંત ફિલ્મમાં શહેનાઝ ગિલ, ડોલી સિંહ, કુશા કપિલા, શિબાની બેદી, પ્રધ્યુમન સિંહ મોલ, નતાશા રસ્તોગી, ગૌતમિક, સુશાંત દિવગીકર, સલોની ડેન, ડોલી આહલુવાલિયા, કરણ કુન્દ્રા અને અનિલ કપૂર પણ છે.
Thank You For Coming Trailer: 'થેન્ક યુ ફોર કમિંગ', ભૂમિ પેડનેકરની ફિલ્મનું ટ્રેલર રિલીઝ - ભૂમિ પેડનેકર થેન્ક યુ ફોર કમિંગ
આખરે બુલાનીની 'થેન્ક યુ ફોર કમિંગ'નું ટ્રેલર બહાર આવ્યું છે. કોમેડી-ડ્રામામાં ભૂમિ પેડનેકર મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મમાં શહેનાઝ ગિલ, ડોલી સિંહ, કુશા, કપિલા અને શિબાની બેદી પણ છે. ચાહકો ટ્રેલર જોયા બાદ હવે ફિલ્મને મોટા પડદા પર જોવા માટે ખૂબ જ ઉત્સાહિત છે.
Published : Sep 6, 2023, 3:34 PM IST
થેન્ક યુ ફોર કમિંગનું ટ્રેલર રિલીઝ: ઈન્સ્ટાગ્રામ પર ભૂમિ પેડનેકરે 'થેન્ક યુ ફોર કમિંગ'નું ટ્રેલર શેર કર્યું હતું. જેમાં કેપ્શનમાં લખ્યું હતું કે, ''ઈસ રાજકુમારી કી ફેરી ટેલ હૈ સબસે હટકે. તમારી નજીકના સિનેમાઘરોમાં 'થેન્ક યુ ફોર કમિંગ' જોવા માટે તારીખ 6 ઓક્ટોમ્બરે આવવાનું ભૂલશો નહીં.'' અગાઉ ભૂમિએ તેમના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર તેમના આગામી કોમેડી ડ્રામાનું પોસ્ટર શેર કર્યું હતું. પોસ્ટર શેર કરતા 34 વર્ષીય અભિનેતાએ કેપ્શનમાં લખ્યું છે કે,''જ્યારે અંત શરુઆત પહેલા હોય છે.''
થેન્ક યુ ફોર કમિંગન વિશે જાણો: 'થેન્ક યુ ફોર કમિંગ' ભારતીય સિનેમામાં એક તાજગીભર્યું પરિવર્તન પ્રદાન કરશે તેવી અપેક્ષા છે. ચાહકો અને મૂવી પ્રેમીઓ આ મનોરંજક સાહસના સાક્ષી બનવા માટે ઉત્સુક્તાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. ટ્રેલર જોયા બાદ હવે ચાહકો ફિલ્મને મોટા પડદા પર જોવા માટે ખૂબ જ ઉત્સાહિત છે. કોમેડી ડ્રામા બાલાજી મોશન પિક્ચર્સ હેઠળ એક્તા કપૂર અને શોભા કપૂર સાથે રિયા કપૂર દ્વારા નિર્મિત છે. જ્યારે ફિલ્મની રિલીઝ ડેટ જાહેર કરતા ભૂમિએ લખ્યું હતં કે, ''દેડકાને ચુંબન કરે છે પરંતુ તેમાંથી કોઈ રાજકુમાર બની જાય છે ? તમે એકલા નથી.'' આ ફિલ્મ તારીખ 6 સપ્ટેમ્બરના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે