હૈદરાબાદ:બોલિવૂડના 'સિંઘમ' અજય દેવગણે તેના ચાહકોને વધુ એક ખુશીની તક આપી છે. કારણ કે અજય આ દિવાળી પર તેની નવી ફિલ્મ 'થેંક ગોડ' સાથે ધૂમ મચાવશે. અજયે ગુરુવારે ફિલ્મનું પોતાનું ફર્સ્ટ લૂક પોસ્ટર (Ajay Devgan Thank God First look poster ) રિલીઝ કર્યું હતું. આ સાથે જ ફિલ્મના ટ્રેલરની રિલીઝ ડેટનો (Movie Thank God Trailer Release Date) પણ ખુલાસો કરવામાં આવ્યો છે. આ ફિલ્મ આ વર્ષે દિવાળીના અવસર પર રિલીઝ (Movie Thank God Release Date) થવા જઈ રહી છે. ફિલ્મમાં અજય દેવગણ ઉપરાંત સિદ્ધાર્થ મલ્હોત્રા અને રકુલ પ્રીત સિંહ મહત્વની ભૂમિકામાં હશે.
આ પણ વાંચો:ઇલિયાના ડીક્રુઝ કેટરીના કૈફની ભાભી બનશે! કરણ જોહરે ખોલી પોલ
અજય દેવગણનો ફસ્ટ લૂક: અજય દેવગણે ફિલ્મ 'થેંક ગોડ'નું પોતાનું ફર્સ્ટ લૂક પોસ્ટર રિલીઝ કર્યું છે, જેમાં અજય સૂટ-બૂટમાં છે અને દાઢીવાળા લુકમાં જોવા મળી રહ્યો છે. અજય રાજાની ખુરશી પર બેઠો છે અને સિંહથી ઓછો દેખાતો નથી.