અમદાવાદ: ગુજરાતી ફિલ્મ 'સમંદર'નું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે. તારીખ 30 ઓગસ્ટના રોજ તરણ આદર્શે પોતાના X એકાઉન્ટ પર મયુર ચૌહાણ સ્ટારર ફિલ્મ 'સમંદર'ના ટીઝરની જાહેરાતર કરી છે. આ સાથે મયુર ચૌહાણે પણ પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ચાહકો સાથે ટીઝર શેર કર્યું છે. 'સંમદર' ફિલ્મ વિશાલે ડાયરેક્ટ કરી છે અને પ્રોડ્યુસર કલ્પેશ છે.
ગુજરાતી કલાકરોએ આપી પ્રતિક્રિયા: મયુર ચૌહાણે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને લખ્યું છે કે, ''દરિયાને ડાઘ લાગે એવાં જેનાં ઉંડાણ, સુરજનેય ટેકો આપે એવાં એનાં મંડાણ, મોજાય ઘુઘવાટા કરે જોઈ હાથમાં સુકાન, એવા આ સમંદરના ઉદય અને સલમાન.'' આ ટીઝરને લઈ ગુજરાતના સ્ટાર યશ સોનીએ લખ્યું છે કે, ''આગ લગાવી દીધી'' જીગર અને આરતી વ્યાસ પટેલે પણ પ્રતિક્રિયા આપી છે.
ચાહકોની પ્રતિક્રિયા: આ ફિલ્મનુ ટીઝર જોયા બાદ ચાહકો કોમેન્ટ બોક્સમાં પ્રતિક્રિયા આપી રહ્યાં છે. એક ચાહકે લખ્યું છે કે, ''વેરી વેરી પાવરફુલ, દ્રશ્યોની ભાષા ગમી, હું ખરેખર તેની રાહ જોઈ રહ્યો છું.'' બીજાએ લખ્યું છે કે, ''મયુર ભાઈ ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં હાલના સમયમાં તમે અને પ્રતિક ગાંઘી બંને એક્ટિંગના બાદાશાહ.'' ત્રીજાએ લખ્યુ છે કે, એક હી તો હૈ મયુરભાઈ કિતની બાર જીતોગે.''
'સમંદર' ફિ્લ્મનું ટીઝર રિલીઝ
ફિલ્મની સ્ટારકાસ્ટ: આ સમંદર ફિલ્મના કલાકારોની વાત કરીએ તો, મયુર ચૌહાણ, જગજીત સિંહ, ધર્મેન્દ્ર, ચેતન, મમતા સોની, રિષી પંચાલ, જીગર, અક્સય મહેતા, નિલેશ પરમાર, કલ્પના સામેલ છે. પ્રોડ્યુસરમાં નિરવ વેગડા, ધોપલરિયા વિપુલ, વિજય સામેલ છે. પ્રોડક્શન હેડ ભાર્ગવ બી. સોલંકી અને પ્રોડક્શન ડીઝાઈનર જય શિહોરા સામેલ છે. આ ફિલ્મ વર્ષ 2024માં રિલીઝ થશે.
- Sunny And Srk: 'ગદર 2' જોતા પહેલા શાહરુખ ખાને સની દેઓલને કર્યો કોલ, જાણો શું કહ્યું ?
- Jawan Pre Release Event: 'જવાન'ની પ્રી રિલીઝ પહેલા શાહરુખ ખાન વૈષ્ણોદેવી મંદિરે પહોંચ્યા, વીડિયો વાયરલ
- Fighter Bts Photos: એયરફોર્સની વર્દીમાં જોવા મળ્યા હૃતિક રોશન, તસવીર કરી શેર