ગુજરાત

gujarat

ETV Bharat / entertainment

Mahesh Babu birthday: 'ગુંટુર કરમ' ફિલ્મનું નવું પોસ્ટર રિલીઝ, નિર્માતાઓએ જન્મદિવસની શુભેચ્છા પાઠવી - ગુંટુર કરમ પોસ્ટર

ટીમ ગુંટુર કરમે મહેશ બાબુની ઝલક દર્શાવતું નવું પોસ્ટર બહાર પાડ્યું છે. સાઉથના અભિનેતા મહેશ બાબુના જન્મદિવસ પર ફિલ્મ નર્માતાઓએ તેમની આગામી ફિલ્મમાંથી ન્યૂ લુક રિલીઝ કર્યો છે. આ દરમિયાન તેમની પત્ની નમ્રતા શિરોડકરે પણ સોશિયલ મીડિયા પર શુભકામના પાઠવી છે.

ટીમ ગુંટુર કરમે મહેશ બાબુના નવા પોસ્ટરનું લોન્ચિંગ કર્યું છે, જુઓ અભિનેતાનો નવો અવતાર
ટીમ ગુંટુર કરમે મહેશ બાબુના નવા પોસ્ટરનું લોન્ચિંગ કર્યું છે, જુઓ અભિનેતાનો નવો અવતાર

By

Published : Aug 9, 2023, 12:31 PM IST

હૈદરાબાદ: તેલુગુ સુપરસ્ટાર મહેશ બાબુ આજે પોતાનો જન્મદિવસ ઉજવી રહ્યા છે. ત્યારે આ ખુશીના અવસર પર ફિલ્મ નિર્માતાઓએ મહેશ બાબુની આગામી ફિલ્મ ગુંટુરમાંથી ન્યૂ ઝલક શેર કરી છે. નવા પોસ્ટરની સાથે ફિલ્મની રિલીઝ ડેટ પણ જાહેર કરી દીધી છે. આ ઉપરાંત તેમની પત્ની નમ્રતા શિરોડકરે પણ શુભેચ્છા પાઠવતી પોસ્ટ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે.

ગુંટુર કરમ પોસ્ટર: ઈન્સ્ટાગ્રામ પર હારીકા એન્ડ હસીન ક્રિએશન્સે પોસ્ટર શેર કર્યું છે. આ સાથે અભિનેતા મહેશબાબુને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી છે. આ સાથે કેપ્શનમાં લખ્યું છે કે, ''શાસન કરી રહેલા સુપરસ્ટાર ઉર્સ્ટ્રુલી મહેશ ગારુને જન્મદિવસની ઉદ્ભુત શુભેચ્છાઓ. તમારી અનોખી ઓન સ્ક્રીન પ્રતિભા અને તમારી અસલી ઓફ સ્ક્રીન નમ્રતા પ્રેરણાના નોંધપાત્ર ધોરણો સ્થાપિત કરી રહી છે. ગુંટુર કરમ તારીખ 12મી જાન્યુઆરીએ.''

અભિનેતાનો નવો લૂકઃ નવા પોસ્ટરમાં મહેશ સિગારેટ સાથે જોવા મળી રહ્યો છે. 'ગુંટુર કરમ' સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બોક્સ ઓફિસ પર આગ લગાડવા માટે તૈયાર છે. શ્રીલીલા ઉપરાંત મીનાક્ષી ચૌધરીને પણ ફિલ્મમાં લીડ રોલમાં સામેલ કરવામાં આવી છે. આ ફિલ્મનું નિર્દેશન ત્રિવિક્રમે કર્યું છે. ફિલ્મમાં રામ્યા કૃષ્ણા, જગપતિ બાબુ, રઘુ બાબુ, સુનીલ, પ્રકાશ રાજ અને જયરામ જોવા મળશે.

નમ્રતા શિરોડકરે પાઠવી શુભેચ્છા: આ દમિયાન તેમની પત્ની નમ્રતા શિરોડકરે પણ પોતાના સત્તાવાર ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરીને પતિ મહેશ બાબુને શુભકામના પાઠવી છે. પોસ્ટ શેર કરીને તેમણે કેપ્શનમાં લખ્યું છે કે, ''જન્મદિવસની શુભેચ્છા MB તેમે, તમે અને તમે આજે અને દરરોજ માટે.'' ત્યાર બાદ બે હાર્ટ દિલ સાથે અન્ય બે ઈમોજીસ શેર કરી છે. અંતે તેમણે ''ઉર્સ્ટ્રુલી મહેશ.''લખ્યું છે. આ દરમિયાન તેમણે મહેશ બાબુ સાથેની એક શાનદાર તસવીર પણ શેર કરી છે.

  1. Bigg Boss OTT 2 finale: બિગ બોસ OTT 2 ફિનાલેમાં અભિષેક મલ્હાન અને એલ્વિસ યાદવ વચ્ચે મજબૂત ટક્કર
  2. Box Office Collection: 'રોકી ઔર રાની કી પ્રેમ કહાની'ના બિઝનેસમાં થયો ઘટાડો, 12માં દિવસે આટલી કમાણી કરી
  3. Director Siddique: 'બોડીગાર્ડ' ફિલ્મના નિર્દેશક સિદ્દિકીનું અવસાન, સાંજે 6 કલાકે થશે અંતિમ સંસ્કાર

ABOUT THE AUTHOR

...view details