ગુજરાત

gujarat

ETV Bharat / entertainment

Nandamuri Taraka Ratna passes away: ચિરંજીવી, રામ ચરણ સહિતની હસ્તીઓએ નંદામુરી તારક રત્નના નિધન પર વ્યક્ત કર્યો શોક - નંદમુરી તારકરત્નનું અવસાન થયું

RRR ફેમ એક્ટર જુનિયર NTRના પિતરાઈ ભાઈ અને ટોલીવુડના પ્રખ્યાત એક્ટર નંદામુરી તારક રત્ને આ દુનિયાને અલવિદા કહી દીધું છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રીના લોકોએ અભિનેતાના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.

Nandamuri Taraka Ratna passes away: ચિરંજીવી, રામ ચરણ સહિતની હસ્તીઓએ નંદામુરી તારક રત્નના નિધન પર વ્યક્ત કર્યો શોક
Nandamuri Taraka Ratna passes away: ચિરંજીવી, રામ ચરણ સહિતની હસ્તીઓએ નંદામુરી તારક રત્નના નિધન પર વ્યક્ત કર્યો શોક

By

Published : Feb 19, 2023, 12:49 PM IST

હૈદરાબાદ:લોકપ્રિય ટોલીવુડ અભિનેતા નંદામુરી તારકા રત્નનું 39 વર્ષની વયે નિધન થયું છે. તારક રત્ન આંધ્ર પ્રદેશના ચિત્તૂર જિલ્લામાં આયોજિત રોડ શો દરમિયાન અચાનક બેહોશ થઈ ગયા બાદ 23 દિવસથી હૃદય સંબંધી સમસ્યાઓથી પીડાતા હતા. નંદમુરી તારકા રત્ને ગયા શનિવારે (18 ફેબ્રુઆરી) રાત્રે બેંગલુરુની એક ખાનગી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા.

આ પણ વાંચો:Hiramandi Teaser Poster Out: ભણસાલી મનીષા-સોનાક્ષી સાથે OTTમાં કરશે ડેબ્યુ, 'હીરામંડી'નું ટીઝર પોસ્ટર રિલીઝ

ટ્વિટ કરીને વ્યક્ત કર્યો શોખ:અભિનેતાના અવસાનથી સમગ્ર દક્ષિણ ફિલ્મ ઉદ્યોગમાં શોકનું મોજું ફરી વળ્યું છે. મેગાસ્ટાર ચિરંજીવી, અલ્લુ, અર્જુન, મહેશ બાબુ, રામ ચરણ સહિત તેલુગુ ફિલ્મ ઉદ્યોગની સૌથી લોકપ્રિય હસ્તીઓએ નંદામુરી તારકા રત્નના નિધન પર શોક વ્યક્ત કરતા તેમના સંબંધિત સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર ભાવનાત્મક પોસ્ટ્સ શેર કરી છે. શોક વ્યક્ત કરતાં, ટોલીવુડ સુપરસ્ટાર ચિરંજીવીએ ટ્વિટર હેન્ડલ પર પોસ્ટ કર્યું, 'નંદામુરી તારક રત્નનાં દુઃખદ અકાળ અવસાન વિશે જાણીને દુઃખ થયું. આવો આશાસ્પદ, પ્રતિભાશાળી, પ્રેમાળ યુવાન ખૂબ જ જલ્દી અમને છોડી ગયો. પરિવારના તમામ સભ્યો પ્રત્યે મારી સંવેદના. તેમની આત્માને શાંતિ મળે.

રામ ચરણે કર્યું ટ્વિટ: RRR એક્ટર રામ ચરણે પણ ટ્વિટરનો સહારો લઈને તારક રત્ન ગરુના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. તેણે ટ્વીટ કર્યું, 'તારક રત્ન ગરુના નિધનના સમાચાર સાંભળીને ખરેખર દિલ તૂટી ગયું. તેમના પરિવારના તમામ સભ્યો અને મિત્રો પ્રત્યે મારી ઊંડી સંવેદના. તેમની આત્માને શાંતિ મળે.

અલ્લુ અર્જુને કર્યું ટ્વીટ: અલ્લુ અર્જુને ટ્વીટ કર્યું કે, 'તારક રત્નાના નિધન વિશે જાણીને ખૂબ જ દુઃખ થયું. તેમના પરિવાર, મિત્રો અને ચાહકો પ્રત્યે મારી ઊંડી સંવેદના, તેમની આત્માને શાંતિ મળે.

આ પણ વાંચો:Smriti Irani daughter Reception: ઈરાનીની દીકરીના રિસેપ્શનમાં પહોંચ્યા સેલેબ્સ, મૌની રોયે કરી તસવીર શેર

મહેશ બાબુએ કર્યું ટ્વિટ: નંદામુરીના નિધન પર શોક વ્યક્ત કરતા અભિનેતા મહેશ બાબુએ ટ્વિટ કર્યું છે કે, 'તારક રત્નના અકાળે અવસાન વિશે જાણીને ખૂબ જ દુઃખ થયું છે. બહુ જલ્દી ગયો ભાઈ. દુઃખની આ ઘડીમાં મારા વિચારો અને પ્રાર્થના પરિવાર અને પ્રિયજનો સાથે છે.

કોણ છે નંદમુરી તારક રત્ન: નંદમુરી તારક રત્નનો જન્મ નંદમુરી મોહન કૃષ્ણના પુત્ર તરીકે થયો હતો. તેઓ નંદામુરી બાલકૃષ્ણ, નિર્માતા સ્વર્ગસ્થ નંદામુરી હરિકૃષ્ણ અને રાજકીય નેતા એન ચંદ્રબાબુ નાયડુના ભત્રીજા હતા. RRR સ્ટાર જુનિયર NTR અને અભિનેતા-નિર્માતા નંદામુરી કલ્યાણ રામ અને યુવા રાજકારણી નારા લોકેશ સહિત તેલુગુ ફિલ્મ ઉદ્યોગના લોકપ્રિય યુવા સ્ટાર્સ તેમના પિતરાઈ ભાઈઓ છે.

ABOUT THE AUTHOR

...view details