ચેન્નાઈ:જાણીતા તમિલ અભિનેતા-દિગ્દર્શક મનોબાલાનું બુધવારે બીમારીને કારણે અહીં અવસાન થયું હતું. એમ ફિલ્મ ઉદ્યોગના સૂત્રોએ જણાવ્યું હતું. સુપરસ્ટાર રજનીકાંત સહિત વિવિધ ફિલ્મી હસ્તીઓએ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. 69 વર્ષીય પીઢ અભિનેતાને ચેન્નાઈની એપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અભિનેતાએ જાન્યુઆરીમાં એન્જીયો-ટ્રીટમેન્ટ કરાવી હતી અને લીવરની સમસ્યાને કારણે તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતા.
આ પણ વાંચો:Alia Bhatt Return: 'ગંગુબાઈ' મેટ ગાલા 2023માં ધમાકા બાદ, ઘરે પરત ફરી, જુઓ વીડિયો
કારકિર્દીની શરુાત: મનોબાલા એ રજનીકાંત, વિજયકાંત અને સત્યરાજ સહિતના ટોચના સ્ટાર્સ સાથે ફિલ્મો બનાવીને દિગ્દર્શક તરીકે તેમની કારકિર્દીની શરૂઆત કરી હતી. તેણે ઘણા સમય પછી અભિનયમાં ઝંપલાવ્યું હતું. મોટે ભાગે પોતાને હાસ્ય ભૂમિકાઓ સુધી સીમિત રાખ્યા હતા અને વિજય અને ધનુષ સહિતના ટોચના કલાકારો સાથે ઘણી ફિલ્મમાં કામ કર્યું હતું. તેણે એક-બે ફિલ્મોનું નિર્માણ પણ કર્યું છે.
રંજનીકાંતે વ્યક્ત કર્યો શોક: એક ટ્વિટમાં રજનીકાંતે તેમના "પ્રિય મિત્ર" ના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો અને મૃતકના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. "આઘાતજનક અને તે અવિશ્વસનીય છે કે આવી મીઠી વ્યક્તિ અને એક સારા મિત્ર મનોબાલા સરનું નિધન થયું છે. પરિવાર પ્રત્યે હૃદયપૂર્વક સંવેદના. તેમના આત્માને શાંતિ મળે." ફિલ્મ નિર્માતા ડૉ. ધનંજયને ટ્વીટમાં જણાવ્યું હતું.
આ પણ વાંચો:PS 2 Collection Day 5: 'પોનીયિન સેલ્વન 2' બોક્સ ઓફિસ કલેક્શન, વિશ્વભરમાં 200 કરોડનો આંકડો કર્યો સ્પર્શ
અભિનેતાની ફિલ્મ: આ ફિલ્મમાં સાઉથ બ્યુટી કાજલ અગ્રવાલે મુખ્ય ભૂમિકા ભજવી હતી. તેમણે વર્ષ 1982માં ફિલ્મ 'આગ્યા ગંગાઈ'થી દિગ્દર્શક તરીકે ડેબ્યૂ કર્યું હતું. તેમણે એકલા હાથે 25 થી વધુ ફિલ્મોનું દિગ્દર્શન કર્યું છે. અભિનેતા 700થી વધુ ફિલ્મમાં દેખાયા છે. જેમાં 'પિલ્લઈ નીલા', 'ઓરકાવનલ', 'મલ્લુ વેટ્ટી માઈનોર' અને 'પરમબરિયામ' જેવી ઘણી ફિલ્મનો સમાવેશ થાય છે. મનોબાલા છેલ્લી વખત પ્રોજેક્ટ "કોન્દ્રાલ પાવમ" અને "ઘોસ્ટી"માં જોવા મળ્યા હતા.