ગુજરાત

gujarat

ETV Bharat / entertainment

Tamannaah Bhatia: આ ચાહકે તમન્ના ભાટિયાના કર્યા ચરણ સ્પર્સ, અભિનેત્રીનું દિલ પીગળી ગયું - તમન્ના ભાટિયાનો ફેન વીડિયો

તમન્ના ભાટિયાના આ ફેનને જોયા પછી તમારી આંખોમાં પણ આંસુ આવી જશે. વીડિયોમાં જુઓ કેવી રીતે તમન્ના ભાટિયા તેના ફેન્સના પ્રેમ સામે લાચાર બની ગઈ. તમન્ના ભાટિયા અને તેમના ફેન્સ સાથેનો હ્રુદયસ્પર્શી વીડિયો સોશિયલ મીડિયા પર ખુબજ વાયરલ થઈ રહ્યો છે. ચાહકો તમન્નાના વીડિયોને ક્યૂટ કહી રહ્યાં છે.

Etv Bહાથ પર તમન્ના ભાટિયાના ચહેરાનું ટેટૂ લઈને પહોંચ્યો ફેન્સ, અભિનેત્રીનું દિલ પીગળી ગયું
હાથ પર તમન્ના ભાટિયાના ચહેરાનું ટેટૂ લઈને પહોંચ્યો ફેન્સ, અભિનેત્રીનું દિલ પીગળી ગયું

By

Published : Jun 27, 2023, 1:08 PM IST

મુંબઈઃ બોલિવુડની સૌથી સુંદર અભિનેત્રી તમન્ના ભાટિયા આ દિવસોમાં ઘણી ચર્ચામાં છે. અભિનેત્રીની સીરિઝ 'લસ્ટ સ્ટોરીઝ 2' તારીખ 29 જૂનના રોજ OTT પર રિલીઝ થવા જઈ રહી છે. આ સાથે તે અભિનેતા વિજય વર્મા સાથેના સંબંધોને કારણે પણ ચર્ચામાં છે. તમન્ના અને વિજય તેમના સંબંધોને કારણે હેડલાઇન્સમાં આવતા હોય છે, પરંતુ હવે અભિનેત્રીનું લાઇમલાઇટમાં આવવાનું કારણ ખૂબ જ ખાસ છે.

તમન્ના ભાટિયાનો ફેન: અહીં તમન્ના પોતાના એક પ્રશંસકને જોઈને ઘણી ભાવુક થઈ ગઈ અને તેને પ્રેમથી ગળે લગાવતી જોવા મળી છે, પરંતુ જાણો આ ફેન વિશે પણ. વાસ્તવમાં તમન્નાના આ પ્રશંસકે પોતાના હાથ પર અભિનેત્રીના ચહેરાનું ટેટૂ બનાવ્યું અને તેના પગને સ્પર્શ કર્યો. પછી તમન્નાને ફૂલોથી શણગારેલો ગુલદસ્તો આપ્યો અને તેને મળવાની ઇચ્છા પૂરી કરી.

તમન્ના ભાટિયાના ચાહક: આ ઘટના મુંબઈ એરપોર્ટ પર બની હતી. જ્યારે મસ્ટર્ડ કલરના પેન્ટ સૂટમાં જોવા મળેલી તમન્નાનો એક ફેન તેની પાસે ફૂલોનો ગુલદસ્તો અને અભિનેત્રીના ચહેરા સાથે ટી-શર્ટ પહેરીને પહોંચ્યો હતો. પહેલા આ પ્રશંસકે અભિનેત્રીના પગને સ્પર્શ કર્યો અને પછી તેના હાથ પર બનાવેલ અભિનેત્રીના ચહેરાનું ટેટૂ બતાવ્યું અને પછી જ્યારે તમન્નાએ આ ચાહકનો તેના પ્રત્યેનો અપાર પ્રેમ જોયો, તો તે પોતાને રોકી શકી નહીં અને આંસુથી ગળે વળગી પડી.

તમન્ના ભાટિયાનો વીડિયો: તમન્ના ભાટિયાએ ચાહકને આલિંગન આપ્યું અને કહ્યું કે, ''મારા આ ચાહકનો એક નહિં સો બાર આભાર.'' આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને એક્ટ્રેસના ફેન્સ પણ આ વીડિયોને ખૂબ જ ક્યૂટ કહી રહ્યા છે. ફેન્સ પ્રત્યે તમન્નાની આટલી લગાવ જોઈને તેના અન્ય ફેન્સ એક્ટ્રેસના ખૂબ વખાણ કરી રહ્યા છે.

  1. Pasoori Nu Song Out: 'સત્યપ્રેમ કી કથા'નું ગીત 'પસુરી નુ' રિલીઝ, અરિજિત સિંહનો જાદુ છવાયો
  2. Pm Modi: Pm મોદીનું વ્હાઇટ હાઉસમાં 'છૈયા છૈયા' ગીતથી કર્યું સ્વાગત, શાહરુખે આપી પ્રતિક્રિયા
  3. Gujarati Film Award Ceremony : શ્રેષ્ઠ ગુજરાતી ચલચિત્રો અને કલાકારોનુ થશે સન્માન, આપના માનીતા કલાકારો રહેશે ઉપસ્થિત

ABOUT THE AUTHOR

...view details