હૈદરાબાદઃએક ચોક્કસ સમય બાદ ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી એક હોરર અને સસ્પેન્સ કહી શકાય એવી ફિલ્મ આવી રહી છે. જેનું નામ છે 'વશ'. ટ્રેલર જોઈને જ એમ થાય કે ખરેખર આમા એવું તે શું હશે. જાનકી બોડીવાલા અને હિતેનેની ઓન સ્ક્રિન પ્રેઝન્સ એટલી ખતરનાક છે કે ભલભલા એક વખત વિચાર કરવા માટે મજબુર બને. હિતેન આમ તો ઘણા મનોરંજક રોલમાં જોવા મળતા કલાકાર છે. પણ આ ફિલ્મમાં તે એક નેગેટિવ રોલ પ્લે કરી રહ્યા છે. હિતેન કુમારે આપેલા એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, સ્ટોરી કે મુવી આઈડિયા વિશે તો વાત ન કરી શકાય. પણ આ ફિલ્મને થિયેટરમાં જોવાની મજા અલગ હશે.
દાનવ જેવો રોલઃઆ ફિલ્મ વિશે વાત કરૂ તો આ ફિલ્માં એક રાક્ષસી દાનવ હોય એવો મારો રોલ છે. એકદમ ડાર્ક અને બ્લેક કેરેટર છે. જેની એન્ટ્રીથી જ ખરેખર એક ડર લાગે છે. હવે જ્યારે આ રોલ પ્લે કરવાનો થયો ત્યારે એ આખો માહોલ અલગ હતો. આવો રોલ જોઈને તો મારા પરિવારજનો પણ મારાથી ડરી ગયા હતા. સામાન્ય રીતે મારી ફિલ્મના વિષય અંગે મારા પત્નીને ખબર હોય છે. પણ આ ફિલ્મ અંગે તો પત્નીને પણ ખબર ન હતી. 'વશ' અને આંગતું આ બન્ને ફિલ્મો એવી રીતે કરવી હતી કે, દર્શકોની સાથે મારા પરિવારને પણ સરપ્રાઈઝ આપી દે. 'વશ'નો જોરદાર પ્રતિસાદ છે. નેગેટિવ રોલ માટે પણ લોકોનો પ્રચંડ પ્રતિસાદ છે. એટલે ઓડિયન્સને કંઈક નવું જોવું છે પણ આપણે એ આપવા માટે ગભરાઈએ છીએ. દોઢ વર્ષ પહેલા 'વશ' માટે વાત થઈ હતી.
આ પણ વાંચોઃ Sidharth Kiara Wedding: કિયારા-સિદ્ધાર્થના લગ્નની તૈયારી શરુ, ખાસ મહેમાનો રહેશે ઉપસ્થિત
સિદ્ધાર્થે પણ ના પાડીઃઆ પ્રકારના રોલ માટે સિનિયર કહી શકાય એવા કલાકારો પાસે આની ઓફર હતી. પણ સિદ્ધાંત રાંદેરિયા જેવા કલાકાર માટે આ રોલ પ્લે કરવાની ના પાડી દીધી. પણ મને આ રોલ ખૂબ ગમ્યો હતો. લોકોને પણ ગમ્યો છે. આ રોલ ખૂબ ચેલેન્જિંગ રહ્યો. પણ રાહતની વાત એ છે કે, 14 વર્ષ સુધી મુંબઈ હિન્દી, ઈંગ્લીશ, ગુજરાતી, મરાઠીના નાટકો ખૂબ કર્યા છે. જેમાં ઘણા ચેલેન્જિંગ પાત્રો રહ્યા છે. જુવાનીમાં પ્રૌઢ ઉમરના રોલ પ્લે કરેલા હતા. આટલો ડાર્ક રોલ કદી ક્યારેય નથી કર્યો. પણ મારી પ્રથમ ફિલ્મ પણ નેગેટિવ રોલમાં જ હતી. એક્ટર તરીકે કેટલાક વેરિએશન કરો છો એના પર લોકોની નજર હોય છે. પણ મને એવું લાગ્યું કે ઘણા એવા રોલ લાગ્યા જેને હું કદી પ્લે જ કરી શક્યો ન હતો. મારે 58માં વર્ષે 22 વર્ષનો છોકરે કરે એવા મેજીક કરવા છે.
પાંચ વર્ષનો બ્રેકઃમેં સતત ફિલ્મો કર્યા બાદ થોડા વર્ષનો બ્રેક લઈ લીધો. પાંચ વર્ષ બાદ મારી ફિલ્મ આવી 'ધુવાધાર'. જે લોકોને ખૂબ ગમી. 'રાડો' આવી. પોલિટિકલ બેકડ્રોપની ફિલ્મ બને એ મોટી વાત છે. રમખાણી પરની ફિલ્મ બને અને એમાં પણ કોઈ મુખ્યપ્રધાનની આસપાસ પણ એ પાત્ર ન લઈ જવાનું હોય એટલે આ ચેલેન્જ છે. એનો પડછાયો પણ ન હોય એ રોલ કરી શકયો એ વાતનો આનંદ છે. 'વશ 'અને 'આગંતુક' ખૂબ અલગ ફિલ્મ છે. દરેક વ્યક્તિ જ્યારે જન્મ છે ત્યારે એની પાસે રહેલા સારા અને નરસા બન્ને ગુણ સાથે આવે છે. પણ સારા ફેમિલી હોવ એટલે સારા સંસ્કારને ઉપર લાવીને વ્યક્તિ જીવતી હોય છે. માણસ ખોટા વિચારને કંટ્રોલ છે, પણ તમારામાં રામ અને રાવણ બન્ને છે.