ગુજરાત

gujarat

ETV Bharat / entertainment

આયુષ્માન ખુરાનાના જન્મદિવસ પર તાહિરા કશ્યપે આ રીતે શુભેચ્છા પાઠવી - તાહિરા કશ્યપે આયુષ્માન ખુરાનાને બર્થ ડે વિશ કર્યુ

Ayushmann Khurrana Birthday: આયુષ્માન ખુરાનાની પત્ની તાહિરા કશ્યપે એક સુંદર નોટ શેર કરીને પતિ આયુષ્માનને જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે.

Etv Bharatઆયુષ્માન ખુરાનાના જન્મદિવસ પર તાહિરા કશ્યપે આ રીતે શુભેચ્છા પાઠવી
Etv Bharatઆયુષ્માન ખુરાનાના જન્મદિવસ પર તાહિરા કશ્યપે આ રીતે શુભેચ્છા પાઠવી

By

Published : Sep 14, 2022, 1:03 PM IST

હૈદરાબાદ: બોલિવૂડનો હેન્ડસમ બોય આયુષ્માન ખુરાના આજે (14 સપ્ટેમ્બર) પોતાનો જન્મદિવસ (Ayushmann Khurrana Birthday) ઉજવી રહ્યો છે. ફિલ્મ 'વિકી ડોનર' (2012) થી બોલિવૂડમાં ધમાકેદાર ધૂમ મચાવનાર અભિનેતા આયુષ્માન 14 સપ્ટેમ્બર 2022ના રોજ 38 વર્ષનો થઈ ગયો છે. સોશિયલ મીડિયા પર ચાહકો વર્ષ 1984માં ચંદીગઢમાં જન્મેલા આયુષ્માનને અભિનંદન આપી રહ્યા છે. આ ખાસ અવસર પર આયુષ્માનની પત્ની તાહિરા કશ્યપે (Tahira wishes birthday Ayushmann) પણ એક સુંદર નોટ શેર કરી છે અને પતિ આયુષ્માનને જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે.

આ પણ વાંચો:હિના ખાને સ્પોર્ટ્સ બ્રામાં હવામાં લટકી કર્યુ શીર્ષાસન

ખુરાનાને જન્મદિવસ પર શુભેચ્છા પાઠવતા: તેના ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં, તાહિરાએ પતિ આયુષ્માન ખુરાનાને તેના જન્મદિવસ પર શુભેચ્છા પાઠવતા લખ્યું, 'સોલમેટ, હંમેશા તારી પડખે છે, દુનિયામાં હું અત્યાર સુધી જે કોઈને મળી છુ તે તારા જેવા નથી, તને જન્મદિવસની શુભકામનાઓ, મારી પર્સનલ સન સાઈન, ઘણા બધા રસ્તામાં તે મને પ્રેરણા આપી, તમે એક અદ્ભુત વ્યક્તિ છો. તાહિરાએ પતિ આયુષ્માન સાથેની એક સુંદર તસવીર પણ શેર કરી છે.

કપલના જીવનમાં ઘણી આર્થિક મુશ્કેલીઓ આવી: તાહિરાની આ સુંદર પોસ્ટ પર આયુષ્માને પત્ની તાહિરા માટે પણ લખ્યું છે, 'તમે શ્રેષ્ઠ વ્યક્તિ છો'. તમને જણાવી દઈએ કે, આયુષ્માન ખુરાના અને તાહિરા કશ્યપે વર્ષ 2008માં લવ મેરેજ કર્યા હતા. કપલના જીવનમાં ઘણી આર્થિક મુશ્કેલીઓ આવી, પરંતુ આ બંનેએ ક્યારેય એકબીજાનો સાથ છોડ્યો નહીં. આજે આયુષ્માન બોલિવૂડ સ્ટાર છે અને હજુ પણ તેની પત્નીને ખૂબ પ્રેમ કરે છે. આજે આ દંપતીને બે બાળકો છે અને તેઓ સુખી જીવન જીવી રહ્યા છે.

આ પણ વાંચો:હંસલ મહેતાએ કંગના વિશે કહ્યું, મે ધાકડ ફિલ્મ બનાવીને ભૂલ કરી

ફિલ્મ વર્કફ્રન્ટ વિશે વાત કરીએ તો: આયુષ્માન ખુરાનાની ફિલ્મ વર્કફ્રન્ટ વિશે વાત કરીએ તો, અભિનેતા છેલ્લે અનુભવ સિન્હાની ફિલ્મ 'અનેક'માં જોવા મળ્યો હતો. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ખાસ કમાલ ના કરી શકી. હવે અભિનેતા 'ડ્રીમગર્લ-2' અને 'ડૉક્ટર જી' ફિલ્મોને લઈને ચર્ચામાં છે. 'ડ્રીમગર્લ 2'માં આયુષ્માન સાથે અનન્યા પાંડે લીડ રોલમાં હશે અને ફિલ્મનું શૂટિંગ પણ શરૂ થઈ ગયું છે.

ABOUT THE AUTHOR

...view details