ગુજરાત

gujarat

ETV Bharat / entertainment

Muzaffarnagar Incident: મુઝફ્ફરનગરની ઘટના પર પ્રકાશ રાજ, સ્વરા ભાસ્કર અને રેણુકા શહાણેની પ્રતિક્રિયા

સ્વરા ભાસ્કર, પ્રકાશ રાજ અને રેણુકા શહાણે મુઝફ્ફરનગર શિક્ષકની ક્રિયાઓ પર પ્રિતિક્રિયા આપી છે. એક શિક્ષકે તેમના વિદ્યોર્થીને ક્લાસમેટને થપ્પડ મારવા માટે પ્રોત્સાહિત કર્યા પછી પ્રતિક્રિયા આપી છે. આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે. ઉત્તર પ્રદેશ પોલીસે આ ઘટનાની તપાસ શરુ કરી છે.

મુઝફ્ફરનગરની ઘટના પર પ્રકાશ રાજ, સ્વરા ભાસ્કર અને રેણુકા શહાણેની પ્રતિક્રિયા
મુઝફ્ફરનગરની ઘટના પર પ્રકાશ રાજ, સ્વરા ભાસ્કર અને રેણુકા શહાણેની પ્રતિક્રિયા

By ETV Bharat Gujarati Team

Published : Aug 26, 2023, 12:42 PM IST

હૈદરાબાદ:અભિનેત્રી સ્વરા ભાસ્કર, રેણુકા શહણે અને પ્રકાશ રાજ સહિત અન્ય કલાકારોએ મુઝફ્ફરનગરની ઘટના પર પ્રતિક્રિયા આપી છે. એક ખાનગી શાળાના પ્રશિક્ષક પર કેટલાક નાના બાળકોને ક્લાસમેટને થપ્પડ મારવાનો આદેશ આપવાનો આરોપ છે. શિક્ષકે કથિત રીતે એમ પણ કહ્યું છે કે, ''કોઈ ચોક્કસ આસ્થાના વિદ્યાર્થીઓ કે, જેમના માતા-પિતા તેમના શિક્ષણને પ્રાથમિક્તા આપતા નથી તેમને પાઠ ભણાવવો જોઈએ.''

વિદ્યાર્થીને થપ્પડ મારવાની ઘટના: ઉત્તર પ્રદેશ પોલીસે શુક્રવારે કહ્યું હતું કે, તપાસ શરુ કરી દેવામાં આવી છે. આ ઘટનાની 39 સેકન્ડની વીડિયો ક્લિપ તાજેતરમાં જ ઓનલાઈન સામે આવી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, ઘટના ખુબ્બાપુર ગામમાં એક ખાનગી નિવાસસ્થાનથી ચાલતી શાળામાં બની હતી. આ મામલાની જાણકારી ધરાવતા અધિકારીઓએ ટીચરની ઓળખ ત્રિપ્તા ત્યાગી તરીકે કરી છે. વીડિયોમાં તે કથિત રીતે તેમની ખુરશી પર બેઠેલી અને તેમના વર્ગના બાળકોને ગુણાકાર કોષ્ટક ન શીખવા બદલ છોકરાને થપ્પડ મારવા માટે કહેતી જોવા મળે છે.

કલાકારોએ આપી પ્રતિક્રિયા: આ ઘટના પર સ્વરા ભાસ્કરે x, જે અગાઉ ટ્વિટર તરીકે ઓળખાતું હતું તેના પર પ્રતિક્રિયા આપી છે. આ દરમિયાન રેણુકાએ લખ્યું છે કે, ''તે અધમ શિક્ષક જેલાના સળિયા પાછળ હોવો જઈએ. તેના માટે તેમને રાષ્ટ્રીય એકતાને પ્રોત્સાહન આપવા માટે રાષ્ટ્રીય શિક્ષકનો એવોર્ડ મળી શકે છે.'' પ્રકાશ રાજે તસવીર શેર કરીને લખ્યું છે કે, ''અમે માનવાતાની સૌથી કાળી બાજુએ પ્રવેશી રહ્યાં છીએ. શું તમે ચિંતિત નથી''

વીડિયો શેર ન કરવાની વિનંતી કરાઈ: નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઈલ્ડ રાઈટ્સના અધ્યક્ષ પ્રિયંક કાનૂન્ગોએ કહ્યું કે, ''બાળકનો વીડિયો સાર્વજનિક ન કરવામાં આવે.'' તેમણે x પર લખ્યું છે કે, ''એક શિક્ષક દ્વારા વર્ગમાં અન્ય બાળકો દ્વારા બાળકને માર મારવાની ઘટના સામે આવી છે. કાર્યવાહી માટે સૂચનાઓ જારી કરવામાં આવી છે. દરેકને વિનંતી કરવામાં આવે છે કે, તે વીડિયો શેર ન કરે.''

  1. 69th National Film Awards: અલ્લુ અર્જુન બેસ્ટ એક્ટરનો એવોર્ડ જીતનાર તેલુગુ ફિલ્મ ઉદ્યોગના પ્રથમ એક્ટર બની ગયા
  2. Gujarati Song Out: 'ભૂલી ગઈ દિલની રાણી', વિક્રમ ઠાકોરનું ગીત રિલીઝ થતા દર્શકોએ આપ્યો જોરદાર પ્રતિસાદ
  3. Dev Kohli Passes Away: ગીતકાર દેવ કોહલીનું નિધન, 81 વર્ષની વયે દુનિયાને અલવિદા કહ્યું

ABOUT THE AUTHOR

...view details