મુંબઈઃ બોલિવુડનું ફેમસ કપલ સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીના લગ્ન તારીખ 7 ફેબ્રુઆરીના રોજ રાજસ્થાનમાં શાહી લગ્ન થયાં હતાં. તે પહેલાં આ કપલના લગ્નની ખૂબ જ ચર્ચા ચાલી રહી હતી કે આ કપલ ક્યારે લગ્ન કરશે. આ ચાહકોની આ રાહ પુરી થઈ હતી. આ ઉપરાંત રાખી સાવંતના લગ્નની વાત પણ અચાનક ચર્ચામાં આવી હતી કે રાખીના લગ્ન થઈ ગયા છે. આ વાત સાંભળી ચાહકો ચોંકી ગયાં હતાં. હાલ સ્વરા અને ફહાદની વાત ચર્ચામાં છે. જાણો તેમની પ્રથમ મુલાકાત ક્યારે થઈ ? અને ક્યારે લગ્ન થયાં ?
સ્વરાએ ફેન્સને સરપ્રાઈઝ આપી હતી આ પણ વાંચો:Series And Movies On Ott: લકી લક્ષ્મણથી કાર્નિવલ રો 2 સુધી, નવી ફિલ્મ અને વેબ સિરીઝ
સ્વરા અને ફહાદની લવ સ્ટોરી: બોલિવૂડમાંથી એક પછી એક સારા સમાચાર આવી રહ્યા છે. હાલમાં જ બોલિવૂડના સુંદર કપલ સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીએ શાહી લગ્ન કર્યા હતાં. સિદ્ધાર્થ અને કિયારાના ચાહકો રાહ જોઈ રહ્યા હતા કે, તેઓ ક્યારે લગ્ન કરશે. આ કપલે વિલંબ કર્યા વિના ચાહકોની રાહનો અંત લાવ્યો હતો.
સ્વરાએ ફેન્સને સરપ્રાઈઝ આપી હતી સ્વરા અને ફહાદના ગુપ્ત લગ્ન: હવે ફરી એકવાર ફિલ્મ જગતના કલાકારોના ચહેરા ખીલી ઉઠ્યા છે. કારણ કે, આ વખતે બોલિવૂડની નીડર અભિનેત્રી સ્વરા ભાસ્કરે ગુપ્ત રીતે લગ્ન કરીને તેના ચાહકોને મોટું સરપ્રાઈઝ આપ્યું છે. આવી સાથે સ્વરા અને ફહાદની મલાકાત ક્યારે થઈ આ તમામ માહિતીની ચર્ચા કરીશુંં.
સ્વરાએ ફેન્સને સરપ્રાઈઝ આપી હતી લગ્નની સફર: ગુરુવારે તારીખ 16 ફેબ્રુઆરીએ સ્વરાએ પતિ ફહાદ સાથે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો હતો. આ વીડિયોમાં તેમની પહેલી મુલાકાતથી લઈને લગ્ન સુધીની સફર બતાવવામાં આવી છે.
સ્વરા અને ફહાદની મલાકાત: વર્ષ 2019માં જ્યારે સ્વરા ભાસ્કર ક્રાંતિકારી રીતે એક રેલીને સંબોધિત કરી રહી હતી. આ રેલીમાંં તે કહેતી જોવા મળી હતી કે, વિરોધ અમારો અધિકાર છે. આ દરમિયાન વર્ષ 2020 માં સ્વરા ફરીથી એક રેલીમાં જોવા મળી હતી. જેમાં પીળા સ્વેટશર્ટ પહેરેલો ફહાદ સ્વરાને પ્રેમથી જોતો જોવા મળ્યો હતો.
સ્વરાએ ફેન્સને સરપ્રાઈઝ આપી હતી સ્વરા અને ફહાદની તસ્વીર:સ્વરાની રાજનીતિ અને લવ લાઈફ સાથે જોડાયેલા આ વિડિયોને તપાસ્યા બાદ જાણવા મળ્યું હતું કે, આ તસવીર સ્વરા અને ફહાદની પહેલી સેલ્ફી હતી. જે એક સરઘસ દરમિયાન લેવામાં આવી હતી. ત્યાર બાદ સ્વરા અને ફહાદની એક તસવીર જોવા મળે છે. જેની સાથે લખ્યું હતું કે, એક ખૂબ જ સુંદર આંખની ટકોર ઓળખવા મૂશ્કેલ થઈ જાય એવી બની ગઈ હતી.
સ્વરાએ ફેન્સને સરપ્રાઈઝ આપી હતી આ પણ વાંચો:Swara Bhaskar Wedding : સ્વરા ભાસ્કરે આ નેતા સાથે કર્યા કોર્ટ મેરેજ, વિરોધ પ્રદર્શન દરમિયાન થઈ ગયો હતો પ્રેમ
લગ્નનું આમંત્રણ: માર્ચ 2020માં જ્યારે ફહાદે સ્વરાને તેની બહેનના લગ્નમાં આમંત્રણ આપતા વોટ્સએપ પર લખ્યું હતું, ''બહેનના લગ્ન તારીખ 8 એપ્રિલે છે. તમારે આવવું પડશે.'' સ્વરાએ જવાબ આપતા કહ્યું છે કે, ''યાર મજબૂર છું, શુટથી હું નહિં આવી શકું. આ વખતે મને માફ કરી દે દોસ્ત. હું ચોક્કસ પણે તમારા લગ્નમાં આવીશ.''
સ્વરાએ ફેન્સને સરપ્રાઈઝ આપી હતી સ્વરાએ ફેન્સને સરપ્રાઈઝ આપી હતી મુલાકાત માટે બિલાડી નિમિત બની:એક સમાન્યા બિલાડીએ આ કપલને નજીક લાવી દિધા હતાં. ત્યાર બાદ બન્ને વચ્ચે સારી વાતચીત થવા લગી હતી. સ્વરા અને ફહાદની કેલટીક ક્લોઝઅપ્સ અને ખૂબ જ સુંદર સેલ્ફી વીડિયોમાં આવે છે. વીડિયોમાં કપલ વચ્ચેનો પ્રેમ સ્પષ્ટપણે જોઈ શકાય છે.
સ્વરાએ ફેન્સને સરપ્રાઈઝ આપી હતી જાણો લગ્ન ક્યારે થયા: સ્વરાએ કહ્યું કે, એકબીજાની નજીક આવ્યા પછી અમે બંન્ને વધુ રાહ જોવાની ઈચ્છા ન હતી. ત્યાર પછી તારીખ 6 જાન્યુઆરી 2023માં અમે કોર્ટ મેરેજના દસ્તાવેજ જમા કરાવ્યા હતા. ત્યાર બાદ લગ્ન પણ કરી લીધા હતાં. આ લગ્નમાં સ્વારાના માતાપિતા અને ફહાદનો પરિવાર અને ખાસ લોકો કોર્ટમાં હાજર રહ્યાં હતાં. સ્વરા અને ફહાદને તેમના લગ્ન માટે ખૂબ ખૂબ અભિનંદન.