ગુજરાત

gujarat

ETV Bharat / entertainment

લલિત મોદી અને સુષ્મિતા સેનના લગ્નની ચર્ચા, મોદીએ ટ્વિટ કરીને કહ્યું- હવે આવું ન કહો - Sushmita Sen Lalit Modi dating

ભૂતપૂર્વ IPL કમિશનર અને ક્રિકેટ મેનેજર લલિત મોદીએ ભૂતપૂર્વ વિશ્વ સુંદરી સુષ્મિતા સેન સાથેના તેમના લગ્નની ચર્ચા (Sushmita Sen married with Lalit Modi) પછી ટ્વિટ કર્યું અને કહ્યું કે, બંને એકબીજાને ડેટ કરી રહ્યા છે.

લલિત મોદી અને સુષ્મિતા સેનના લગ્નની ચર્ચા
લલિત મોદી અને સુષ્મિતા સેનના લગ્નની ચર્ચા

By

Published : Jul 14, 2022, 9:41 PM IST

હૈદરાબાદઃ બિઝનેસમેન લલિત મોદી અને અભિનેત્રી સુષ્મિતા સેન રિલેશનશિપમાં છે અને બંને એકબીજાને ડેટ (Sushmita Sen Lalit Modi dating ) કરી રહ્યાં છે. આઈપીએલના પૂર્વ કમિશનર લલિત મોદીએ ટ્વીટ કરીને આ માહિતી આપી હતી. તેણે ભૂતપૂર્વ વર્લ્ડ બ્યુટી સુષ્મિતા સેન સાથે તેની તસવીરો શેર કરી છે.

આ પણ વાંચો:Daler Mehndi Arrested: પ્રખ્યાત સીંગર દલેર મહેંદીની ધરપકડ, 2 વર્ષની જેલની સજા

આ પછી ચર્ચા શરૂ થઈ કે બંનેએ લગ્ન (Sushmita Sen married with Lalit Modi) કરી લીધા. તેણે લખ્યું, હું પરિવાર સાથે માલદીવનો પ્રવાસ કરીને હમણાં જ લંડન પાછો આવ્યો છું. સુષ્મિતા સેનને મારા બેટરહાફ સંબોધશો નહીં. સાથે જ તેણે કહ્યું કે, આ એક નવી શરૂઆત અને નવી જિંદગી છે.

આ પણ વાંચો:પ્રો કબડ્ડીની સફળતા બાદ હવે ભારતમાં અલ્ટીમેટ ખો-ખો સ્પર્ધાનું આયોજન

જો કે, મીડિયાએ લગ્નની ચર્ચા (Lalit Modi Sushmita Sen marriage ) શરૂ કર્યાની મિનિટો પછી, તેણે અન્ય એક ટ્વિટમાં સ્વીકાર્યું કે તે સુષ્મિતા સેનને ડેટ કરી રહ્યો છે. હજી લગ્ન નથી કર્યા, પણ એક દિવસ ચોક્કસ લગ્ન કરશે.

ABOUT THE AUTHOR

...view details