હૈદરાબાદ:તારીખ 26 ડિસેમ્બરે દિવંગત બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ (sushant suicide case) અંગે એક ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. આ ખુલાસો વ્યક્તિએ કર્યો છે જે સુશાંતના પોસ્ટમોર્ટમ દરમિયાન ઓટોપ્સી રૂમમાં હતો. આ વ્યક્તિનું નામ રૂપકુમાર શાહ છે અને તેણે દાવો કર્યો હતો કે, સુશાંતે આત્મહત્યા નથી કરી, પરંતુ અભિનેતાની હત્યા કરવામાં આવી છે. ઓટોપ્સી સ્ટાફના આ સભ્યના સનસનીખેજ ખુલાસા બાદ સુશાંતના મૃત્યુની ફાઈલ ફરી એકવાર ખુલતી જોવા મળી રહી છે અને આ ઘટસ્ફોટથી બોલિવૂડ સહિત ચાહકોમાં ખળભળાટ મચી ગયો છે. દરમિયાન સુશાંતની બહેન શ્વેતા સિંહ કીર્તિએ એક ટ્વીટ જારી કર્યું (shweta singh kirti tweet) છે, જેમાં તેમણે ખુલાસો કરનાર વ્યક્તિ માટે ભારત સરકાર પાસે સુરક્ષાની માંગ કરી છે.
આ પણ વાંચો:સુશાંત સિંહ રાજપૂતે આત્મહત્યા નથી કરી, તેમની હત્યા કરવામાં આવી
સુશાંત સિંહ રાજપૂતની બહેનનું ટ્વિટ:સુશાંત સિંહ રાજપૂતની બહેન શ્વેતા સિંહ કીર્તિએ એક ટ્વિટ જારી કરીને ભારત સરકારને તેમના ભાઈના મૃત્યુમાં ચોંકાવનારા ખુલાસા કરનાર રૂપકુમાર શાહની સુરક્ષા સુનિશ્ચિત કરવાની માંગ કરી છે. શ્વેતાએ લખ્યું છે કે, 'એ સુનિશ્ચિત કરવું પડશે કે, રૂપકુમાર શાહની સલામતી સુનિશ્ચિત કરવામાં આવે, CBI સમયબદ્ધ SSR કેસ'. આ ટ્વીટમાં શ્વેતાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહનું નામ ઉમેર્યું છે.
સુશાંત સિંહ રાજપૂતનું પોસ્ટમોર્ટમ:નોંધપાત્ર રીતે તારીખ 14 જૂન 2020ના રોજ સુશાંત સિંહ રાજપૂત તેમના મુંબઈના ઘરમાં લટકતો મળી આવ્યો હતો અને તેનું પોસ્ટમોર્ટમ મુંબઈની કૂપર હોસ્પિટલમાં કરવામાં આવ્યું હતું.
રૂપકુમારનો ચોંકાવનારો ઘટસ્ફોટ:રૂપકુમાર શાહ નામના આ વ્યક્તિએ દાવો કર્યો હતો. જ્યારે સુશાંત સિંહ રાજપૂતનું અવસાન થયું, તે સમયે પાંચ મૃતદેહો પોસ્ટમોર્ટમ માટે મુંબઈની કૂપર હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા, જેમાંથી એક VIP મૃતદેહ હતો. રૂપકુમારના કહેવા પ્રમાણે જ્યારે તે પોસ્ટમોર્ટમ રૂમમાં ગયો તો તેમણે જોયું કે, અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની ડેડ બોડી ત્યાં હતી અને તેમના શરીર અને ગળા પર ઘણા નિશાન હતા. તેમણે એ પણ ખુલાસો કર્યો કે, પોસ્ટમોર્ટમની વિડિયોગ્રાફી કરવામાં આવી ન હતી. માત્ર ફોટોગ્રાફ્સ લેવાનો આદેશ આપવામાં આવ્યો હતો, જેનું પાલન કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો:ફિલ્મ 'પઠાણ' વિવાદ: સુરતમાં હિન્દુ સંગઠનો દ્વારા વિરોધ પ્રદર્શન
આ આત્મહત્યા નથી હત્યા છે:રૂપકુમારે વધુમાં કહ્યું હતું કે, 'જેમ જ મેં પોસ્ટમોર્ટમ રૂમમાં સુશાંતની ડેડ બોડી જોઈ, હું તરત જ સમજી ગયો અને સિનિયર્સને કહ્યું કે તે આત્મહત્યા નથી. આ એક હત્યા હતી, મેં તેમને પણ અનુસરવા કહ્યું. પરંતુ મારા સિનિયરોએ ઝડપથી તસવીર ખેંચી લીધી અને મૃતદેહ પોલીસને સોંપવાનું કહ્યું, જેના કારણે સુશાંતનું પોસ્ટમોર્ટમ રાત્રે જ કરવું પડ્યું હતું. હવે આ હાઈ પ્રોફાઈલ ડેથ કેસમાં રૂપકુમારે કેટલું સત્ય અને કેટલું જૂઠું કહ્યું છે. તે તો આવનારા સમયમાં જ ખબર પડશે. પરંતુ રૂપકુમારની વાતમાં કોઈ સત્યતા હશે તો તે સાબિત થઈ શકે છે. બોલિવૂડ માટે ખતરાની ઘંટડી. કારણ કે, આજે પણ સુશાંતના ચાહકો તેના મૃત્યુનું કારણ જાણવા રાહ જોઈ રહ્યા છે અને આજે પણ સોશિયલ મીડિયા પર તેના વિશે ધૂમ મચાવી રહી છે.
સુશાંત સિંહ રાજપૂત કેસ:તારીખ14 જૂન 2020ના રોજ બપોરે સુશાંત સિંહ રાજપૂત વિશે સમાચાર આવ્યા કે, તેણે તેના મુંબઈના ઘરે ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી છે. સુશાંતની લાશ તેના બાંદ્રા એપાર્ટમેન્ટમાં પંખા સાથે લટકતી હાલતમાં મળી આવી હતી. આ કેસની પ્રાથમિક તપાસમાં તેમને આત્મહત્યા ગણાવી હતી. આ મામલો ત્યારે ઉગ્ર બન્યો જ્યારે દિવંગત અભિનેતાના પિતા કેકે સિંહે વતન પટનામાં એફઆઈઆરમાં ફરિયાદ નોંધાવી કે, તેમના પુત્રએ આત્મહત્યા કરી નથી, પરંતુ તેની હત્યા કરવામાં આવી છે. આ ફરિયાદમાં દિવંગત અભિનેતાની એક્સ ગર્લફ્રેન્ડ અને અભિનેત્રી રિયા ચક્રવર્તી પર આરોપ મૂકવામાં આવ્યો હતો. આ પછી સુશાંતના રહસ્યમય મૃત્યુનો મામલો પટના થઈને મુંબઈ થઈને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED), નાર્કોટિક્સ બ્યુરો (NCB) અને CBI સુધી પહોંચ્યો. સુશાંતના કેસની ફાઈલ હજુ પણ CBI પાસે પડી છે, જેનો હજુ સુધી ખુલાસો થયો નથી.