મુંબઈ :આજે 12 ડિસેમ્બર સુપરસ્ટાર રજનીકાંત પોતાનો 73 મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. આ તકે કમલ હસન અને ધનુષ સહિત ઘણા સેલિબ્રિટીઝે તેઓને સોશિયલ મીડિયા પર આ ખાસ દિવસની શુભેચ્છા પાઠવી હતી. ઉપરાંત થલાઈવાના ચાહકો પોતાના મનપસંદ સુપરસ્ટારને વિવિધ માધ્યમોથી જન્મદિનની શુભેચ્છા પાઠવી રહ્યા છે.
સુપરસ્ટારનો 73 મો બર્થ ડે :કેટલાય સેલિબ્રિટી, પ્રોડક્શન હાઉસ અને ચાહકો તેમના સોશિયલ મીડિયા પેજ પર ફોટા અને વીડિયો સાથે સુપરસ્ટાર રજનીકાંતને તેમના જન્મદિવસની શુભેચ્છા પાઠવી રહ્યા છે. દર વર્ષે રજનીકાંતના જન્મદિવસ પર તેમની હિટ ફિલ્મો થિયેટરોમાં ફરીથી રિલીજ થાય છે. તેવી જ રીતે આ વર્ષે તેમની બ્લોકબસ્ટર ફિલ્મ 'મુથુ' ફરીથી રિલીઝ થઈ હતી અને સમગ્ર તમિલનાડુમાં તેના શો હાઉસફુલ ચાલી રહ્યા છે.
બર્થ ડે વિશનો વરસાદ : આજે 12 ડિસેમ્બરના રોજ સુપરસ્ટાર રજનીકાંત 73 વર્ષના થઈ ગયા છે, ત્યારે તેમના ચાહકો અને મિત્રો તેમના જન્મદિવસની ઉજવણી કરવા માટે તૈયાર છે. સુપરસ્ટાર રજનીકાંતને તેમના જન્મદિવસની શુભેચ્છા પાઠવનાર પ્રથમ કેટલીક હસ્તીઓમાં તેમના ભૂતપૂર્વ જમાઈ અને અભિનેતા ધનુષ પણ સામેલ હતા. ધનુષે પોતાની પોસ્ટમાં હાથ જોડીને લખ્યું કે, હેપ્પી બર્થ ડે થલાઈવા, રજનીકાંત.
સુપરડુપર હિટ 'જેલર' : રજનીકાંતે 2023 માં નેલ્સન દિલીપ કુમારની ફિલ્મ 'જેલર' સાથે પોતાની કારકિર્દીની સૌથી મોટી હિટ ફિલ્મોમાંની એક સ્કોર કરી હતી. આ ફિલ્મ વર્લ્ડવાઈડ બોક્સ ઓફિસ પર 650 કરોડ રૂપિયાથી વધુ કમાણી કરીને બ્લોકબસ્ટર સાબિત થઈ હતી. ઉપરાંત તેમની આગામી ફિલ્મ 'લાલ સલામ' રિલીઝ થવા જઈ રહી છે, જેમાં તેઓ કેમિયો રોલ કરી રહ્યા છે. આ ફિલ્મનું નિર્દેશન તેમની પુત્રી ઐશ્વર્યા રજનીકાંતે કર્યું છે.
અપકમિંગ ફિલ્મ કઈ ? હાલમાં રજનીકાંત 'જય ભીમ' ફેમ ડિરેક્ટર ટીજે જ્ઞાનવેલ સાથે તેની આગામી ફિલ્મ 'થલાઈવર 170'ના શૂટિંગમાં વ્યસ્ત છે. ત્યારબાદ થલાઈવા 'થલાઈવર 171' માટે ડાયરેક્ટર લોકેશ કનગરાજ સાથે કામ કરશે. લોકેશના મતાનુસાર આ ફિલ્મ લોકેશ સિનેમેટિક યુનિવર્સનો ભાગ નહીં હોય પરંતુ એક સ્ટેન્ડઅલોન એક્સપેરિમેન્ટલ ફિલ્મ હશે.
- HBD વિદ્યુત: પોતાના જન્મદિવસ પર વિદ્યુત હિમાલયના ખોળે પહોંચ્યો, તસવીરો જોઈને ચાહકોએ કહ્યું- રણવીર સિંહને યાદ...
- 'જવાન'ના દિગ્દર્શક એટલીએ તેની પત્ની પ્રિયાને તેના જન્મદિવસ પર રોમેન્ટિક અંદાજમાં શુભેચ્છા પાઠવી, જુઓ તસવીરો