મુંબઈ: આખો દેશ ગણેશ ઉત્સવની ધામધૂમથી ઉજવણી કરી રહ્યો છે, ત્યારે બોલિવુડની હસ્તીઓ પણ આ ઉત્સવમાં ભારે ઉત્સાહ સાથે ભાગ લઈ રહી છે. તાજેતરમાં જ બોલિવુડના બાદશાહ શાહરુખ ખાન મુંબઈના લાલબાગચા રાજાના દરબારમાં પરિવાર સાથે આશીર્વાદ લેતા જોવા મળ્યા હતા. હવે સની લિયોને તેમના પતિ ડેનિયલ વેબર સાથે તારીખ 22 સપ્ટેમ્બર શુક્રવારે મુંબઈમાં પ્રખ્યાત લાલબાગચા રાજાની મુલાકાત લીધી હતી.
Sunny Leone Visits lalbaugcha Raja: સની લિયોને પતિ ડેનિયલ વેબર સાથે લાલબાગચા રાજાની મુલાકાત લીધી, જુઓ વીડિયો - સની લિયોની
ગણેશ ઉત્સવ દેશભરમા ઉજવવામાં આવી રહ્યો છે અને મુંબઈમાં B-Towon સેલિબ્રિટીઓ પણ ગણેશ ઉત્સવની ખૂબ જ ધામધૂમથી ઉજવણી કરી રહી છે. તાજેતરમાં જ અભિનેત્રી સની લિયોન લાલબાગચા રાજાના દરબારમાં જોવા મળી હતી.
Published : Sep 22, 2023, 5:22 PM IST
સની લિયોની લાલબાગચા રાજાની મુલાકાતે: આ કપલે વર્ષ 2011માં લગ્ન કર્યા હતા. તેઓ ગણેશ ચતુર્થી તહેવાર દરમિયાન ગણપતિના આશીર્વાદ લેવા ગયા હતા. સની લિયોન તેમના પતિ ડેનિયલ વેબર તાજેતરમાં લાલબાગચા રાજાની મુલાકાતે ગયા હતા. સની ગુલાબી સૂટમાં ગણપતિ બાપ્પાના દરબારમાં પહોંચી હતી. જ્યારે ડેનિયલ વેબર પણ તેમની સાથે હતા. સની અને ડેનિયલનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
હસ્તીઓ લાલબાગચા રાજાની મુલાકાતે:દર વર્ષની જેમ શાહરુખ ખાને ભગવાન ગણપતિનું તેમના ઘરે ઉષ્માભેર સ્વાગત કર્યું હતું. તેમના ચાહકોને હ્રુદયપૂર્વકનો સંદેશ આપ્યો હતો. આ ઉપરાંત તેમણે અંબાણી પરિવારના ગણપતિ ઉત્સવમાં પણ ભાગ લીધો હતો. જ્યાં તેમણે પરિવાર સાથે આરતી ઉતારી હતી. તારીખ 21 સપ્ટેમ્બરના રોજ શાહરુખે તેમના પુત્ર અબરામ અને પૂજા દદલાની સાથે લાલબાગચા ખાતે ભગવાન ગણપતિના આશીર્વાદ માંગ્યા હતા. વરુણ ધવન બાપ્પાના આશીર્વાદ લેવા માટે VD 18ના નિર્માતા મુરાદ ખેતાણી સાથે મુંબઈમાં લાલબાગચા રાજાની મુલાકાત લેતા જોવા મળ્યા હતા. અભિનેતાએ ઈન્સ્ટાગ્રામ પર મંદિરની તસવીરો શેર કરી છે, જેમાં તે પીળો કુર્તો પહેરેલો જોઈ શકાય છે.
- Box Office Collection Day 1: વિકી કૌશલ માનુષી છિલ્લર સ્ટારર ફિલ્મ 'ધ ગ્રેટ ઈન્ડિયન ફેમિલી' થિયેટરમાં રિલીઝ
- Shubneet Singh Controversy: શુબનીત સિંહ વિવાદ પર કંગના રનૌતે કહી મોટી વાત, જાણો શું મામલો છે ?
- Badass Ravi Kumar Release Date: 'badass Ravi Kumar'ની રિલીઝ ડેટ આઉટ, પ્રભુ દેવા હિમેશ રેશમિયા સામે વિલનની ભૂમિકામાં જોવા મળશે