ગુજરાત

gujarat

ETV Bharat / entertainment

સની લિયોનને પૂલમાં માર્યો ધક્કો, બદલામાં તેણે પણ ચપ્પલ માર્યુ અને કહ્યું.. - સની લિયોન પૂલ વીડિયો

સની લિયોન પૂલ કિનારે ચાલી રહી હતી ત્યારે એક વ્યક્તિ તેને પૂલમાં ધક્કો (Sunny Leone into the pool ) મારીને ભાગી ગયો હતો અને પછી શું થયુ જૂઓ વીડિયો..

સની લિયોને પૂલમાં ધક્કો મારીને ભાગતા શખ્સને તેણે ચપ્પલ માર્યુ અને કહ્યું, હું બદલો લઈશ
સની લિયોને પૂલમાં ધક્કો મારીને ભાગતા શખ્સને તેણે ચપ્પલ માર્યુ અને કહ્યું, હું બદલો લઈશ

By

Published : Jun 9, 2022, 10:23 AM IST

હૈદરાબાદઃપૂર્વ એડલ્ટ સ્ટાર સની લિયોન બોલિવૂડમાં આવ્યા બાદ હવે સન્માનભર્યું જીવન (sunny leone video) જીવી રહી છે. હિન્દી સિનેમાના દર્શકો સની લીયોનના આઈટમ સોન્ગ્સને ખૂબ જ પસંદ કરે છે અને ઘણા લોકો સનીની સુંદરતાના દિવાના છે. વાસ્તવમાં, અભિનેત્રીનું હવે લાઈમલાઈટમાં આવવાનું કારણ તેનો એક ફની વીડિયો અને તેના બાળકો વિશેનું તાજેતરનું નિવેદન છે. સની લિયોનને ત્રણ બાળકો છે જેમાંથી સનીએ એક દીકરીને દત્તક લીધી છે. (Sunny Leone into the pool ) સનીએ તાજેતરના એક નિવેદનમાં કહ્યું છે કે, તેના બાળકોને તેનો ભૂતકાળ પસંદ નથી, તેથી તેણે ખાસ તૈયારીઓ કરી છે.

આ પણ વાંચો:સલમાન ખાનની ફિલ્મ 'કભી ઈદ કભી દિવાળી'નું નવું નામ થયું જાહેર

સની લિયોન બાળકોને શું સમજાવશે:તમને જણાવી દઈએ કે, સનીને જોડિયા પુત્રો અને એક પુત્રી નિશા છે. બંને પુત્રોની ઉંમર 4 વર્ષ અને પુત્રી 7 વર્ષની છે. હવે તેના તાજેતરના ઇન્ટરવ્યુમાં, સનીએ કહ્યું છે કે, તે જાણે છે કે બાળકોને તેના ભૂતકાળની ઘણી વસ્તુઓ પસંદ નહીં આવે, પરંતુ તેમને એ રીતે કહેવામાં આવશે કે, તેમની માતા (સની)એ કયા સંજોગોમાં જીવનમાં કેટલીક વસ્તુઓ પસંદ કરી. સનીએ એમ પણ કહ્યું કે, તેઓ પણ પોતાના જીવનની વસ્તુઓ પોતાની મરજી મુજબ પસંદ કરી શકે છે.

સની લિયોનને પૂલમાં ધક્કો મારીને માણસ ભાગી ગયો: આ સમાચાર સિવાય સની લિયોને બુધવારે (8 જૂન) સોશિયલ મીડિયા પર પોતાનો એક વીડિયો પણ શેર કર્યો છે. આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, સની લિયોન પૂલ કિનારે ચાલી રહી છે અને તેની ટીમ પણ તેની સાથે છે. ટીમનો એક વ્યક્તિ સનીને પૂલમાં ધક્કો મારે છે અને તે ચીસો પાડતી પૂલમાં પડી જાય છે. આ વીડિયોમાં (sunny leone video) સનીએ સ્નાન બાદ સફેદ રંગનો કોસ્ચ્યુમ પહેર્યો છે.

આ પણ વાંચો:શું તમે સોનાક્ષી સિન્હા અને તેના બોય ફ્રેન્ડની મસ્તી જોઈ, ના જોઈ હોય તો તુરંત ક્લિક કરો

તમારે આની કિંમત ચૂકવવી પડશે: આ પછી સની લિયોન તે વ્યક્તિ પર તેના ચપ્પલ ફેંકે છે અને તેને મારે છે અને બદલો લેવાની વાત કરે છે. સનીએ આ વીડિયો શેર કર્યો અને લખ્યું, 'તમારે આની કિંમત ચૂકવવી પડશે, હું બદલો લઈશ. તમને જણાવી દઈએ કે, આ એક ફની વીડિયો છે. જેમાં સનીની ટીમના એક વ્યક્તિએ તેની મજાક ઉડાવી છે.

ABOUT THE AUTHOR

...view details