મુંબઈ:સની દેઓલ સ્ટારર ફિલ્મ 'ગદર 2'એ ભારતમાં બોક્સ ઓફિસ પર બમ્પર કમાણી કરી છે. પ્રારંભિક અનુમાન સૂચવે છે કે, તેના શરુઆતના દિવસે જ શાનદાર કલેક્શન કર્યું છે. આ દરમિયાન બોલિવુડ સુપરસ્ટાર સલમાન ખાને ફિલ્મની ભવ્ય શરુઆત પર એક પોસ્ટ શેર કરીને સની દેઓલ અને 'ગદર 2'ની ટીમને અભિનંદન પાઠવ્યા હતા. આ સમય દરમિયાન અક્ષય કુમારની ફિલ્મ 'OMG 2'એ પણ પ્રથમ દિવસે સારી કમાણી કરી છે.
Box Office Collection Day 1: 'ગદર 2'-'OMG 2' ઓપનિંગ ડે કલેક્શન, બોક્સ ઓફિસ પર આટલી કમાણી કરી - OMG 2 બોક્સ ઓફિસ કલેક્શન દિવસ 1
તારીખ 11 ઓગસ્ટના રોજ બોલિવુડની બે મોટી ફિલ્મો 'ગદર 2' અને 'OMG 2' વર્લ્ડવાઈડ રિલીઝ થઈ હતી. એડવાન્સ ટિકિટ બુકિંગમાં સની દેઓલની ફિલ્મે કમાલ કરી હતી. જ્યારે ટ્વિટર રિવ્યુમાં અક્ષય કુમારની ફિલ્મે દર્શકોને આકર્ષિત કર્યા હતા. તો ચાલો જોઈએ 'ગદર 2' અને 'OMG 2' બંન્ને ફિલ્મે ઓપનિંગ ડે પર કેટલી કેમાણી કરી ?
![Box Office Collection Day 1: 'ગદર 2'-'OMG 2' ઓપનિંગ ડે કલેક્શન, બોક્સ ઓફિસ પર આટલી કમાણી કરી 'ગદર 2'-'OMG 2' ઓપનિંગ ડે કલેક્શન, બોક્સ ઓફિસ પર આટલી કમાણી કરી](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12-08-2023/1200-675-19246902-thumbnail-16x9-kjkjk.jpg)
ગદર 2 બોક્સ ઓફિસ કલેક્શન દિવસ 1:તારીખ 11 ઓગસ્ટના રોજ બે સિક્વલ ફિલ્મ 'ગદર 2' અને 'OMG 2' રિલીઝ થઈ હતી. વર્ષ 2001ની બ્લોકબસ્ટર 'ગદર'ની સિક્વલને દર્શકોનો સારો પ્રતિસાદ મળ્યો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર 'ગદર 2' પ્રથમ દિવસે લગભગ 40 થી 43 કરોડ રુપિયાનું કલેક્શન કરવામાં સફળ રહી છે. વાસ્તવમાં ગદર 2G સ્ટુડિયો અને અનિલ શર્માની અપેક્ષાઓ પર ખરી ઉતરી છે. શુક્રવારે સલમાન ખાને પોતાના ઈન્સ્ટાગ્રામ પર 'ગદર 2'નું પોસ્ટર શેર કરીને લખ્યું હતું કે, ''ઢાઈ કિલોના હાથ પર 40 કરોડની ઓપનિંગ. સની પાજી કિલ ઈટ. 'ગદર 2' ની પૂરી ટીમને શુભેચ્છા.''
OMG 2 બોક્સ ઓફિસ કલેક્શન દિવસ 1: એડવાન્સ બુકિંગના પરિણામે 'OMG 2'નું ઓપનિંગ ડે બોક્સ ઓફિસ કલેક્શન અપેક્ષા કરતાં ઓછું રહ્યું હતું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ ફિલ્મે ઓપનિંગ ડેના દિવસે લગભગ 7 કરોડ રુપિયાની કમાણી કરી છે. જે અક્ષય કુમારની સમ્રાટ પૃથ્વીરાજ(10.10 કરોડ રુપિયા) અને બચ્ચન પાંડે(13.25 કરોડ રુપિયા) જેવી ફિલ્મોના શરુઆતના દિવસના કલેક્શન કરતાં ઓછું હતું. આગામાી દિવસોમાં 'OMG 2'ના બોક્સ ઓફિસ કલેક્શન ગ્રાફમાં ઘડાડો થવાની શક્યતા છે. આ ફિલ્મ ગદર 2, રોકી ઔર રાની કી પ્રેમ કહાની જેવી અન્ય રિલીઝ થયેલી ફિલ્મોનો સામનો કરી રહી છે.