હૈદરાબાદ: વર્ષ 2023 બોલિવુડ માટે ખૂબ જ ખાસ અન નસિબદાર સાબિત થઈ રહ્યું છે. 3 વર્ષથી બોલિવુડની ઓળખ દબાઈ ગઈ હતી. વર્ષ 2023માં બોલિવુડ બોક્સ ઓફિસ પર સમૃદ્ધ થઈ રહ્યું છે. આ વર્ષેની આશ્ચર્યજનક વાત એ છે કે, બોલિવુડ 'પઠાણ' શાહરુખ ખાન અને તારા સિંહ સની દેઓલ વચ્ચે 16 વર્ષ જુનું ઠંડુ યુદ્ધ સમાપ્ત થઈ ગયું છે. આ ચમત્કાર સની દેઓલની સુપરહિટ ફિલ્મ 'ગદર 2'ને કારણે થયો છે. હાલમાં જ શાહરુખ ખાને પોતાના X એકાઉન્ટ પર ચાહકો સાથે વાત કરી હતી કે, ''શાહરુખ ખાન આ દિવસોમાં પોતાની ફિલ્મ 'જવાન'ને લઈને ચર્ચામાં છે અને સોશિયલ મીડિયા પર વારંવાર ચાહકો સાથે વાત કરી રહ્યાં છે.''
સની દેઓલે કર્યો ખુલાસો: એક ચાહકે શાહરુખને પુછ્યું છે કે, ''શું તમે ગદર 2 જોઈ છે ?'' શાહરુખ ખાને જવાબ આપતા લખ્યું છે કે, ''મને તે ગમ્યું.'' આ પછી એ વાતની પુષ્ટી થઈ કે, શાહરુખ અને સની દેઓલ વચ્ચેના સંબંધોનો અંત આવી ગયો છે. બીજી તરફ, હવે આ વખતે તેની પુષ્ટી થઈ છે કે, જ્યારે ફિલ્મ 'ગદર 2'ની સફળતા વચ્ચે સનીએ એક ઈન્ટરવ્યુમાં ખુલાસો કર્યો હતો કે, ''શાહરુખ ખાને 'ગદર 2' જોતા પહેલા ફોન કર્યો હતો.''
SRKએ સનીને અભિનંદન પાઠવ્યા: સની દેઓલે એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, 'ગદર 2' જોતા પહેલા શાહરુખ ખાને તેમને ફોન કર્યો હતો અને ફિલ્મની સફળતા માટે અભિનંદન પાઠવ્યા હતા. સનીએ કહ્યું હતું કે, ''શાહરુખ ખાને મને ફોન કર્યો હતો અને ખૂબ જ ખુશ છે.'' શાહરુખે કહ્યું કે, ''તમે તેના લાયક છો.'' ગૌરીએ પણ તેમની સાથે વત કરી હતી. ફિલ્મ 'ડર' પછી શાહરુખ ખાન અને સની વચ્ચે મતભેદ શરુ થયા હતા. આ ફિલ્મમાં સનીને છેતરાયાનો અનુભવ થયો હતો. સનીએ કહ્યું કે, ''શાહરુખ ખાનની સામે તેમને જાણી જોઈને એક નાનો રોલ આપવામાં આવ્યો હતો, જેનાથી પ્રતિષ્ઠા ઓછી થઈ હતી.''
ગદર 2 ફિલ્મનું બોક્સ ઓફિસ કલેક્શન: 'ગદર 2'એ 3 સપ્તાહ પુરા કર્યા છે. 'ગદર 2' રિલીઝ થઈને 20માં દિવસે ચાલી રહી છે. 'ગદર 2' ફિલ્મે 15માં દિવસે 7.1 કરોડ, 16માં દિવસે 13.75 કરોડ, 17માં દિવસે 16.7 કરોડ, 18માં દિવસે 4.6 કરોડ, 19માં દિવસે 5.10 કરોડ રુપિયાની કમાણી કરી હતી. હવે 20માં દિવસે પ્રારંભિક અંદાજ મુજબ, 7.00 કરોડ રુપિયાની કમાણી કરશે અને આ સાથે કુલ 472.75 કરોડનું કલેક્શ થઈ જશે.
- Gadar 2 Raksha Bandhan: 'ગદર 2'ના નિર્માતાઓએ રક્ષાબંધન પર કરી મોટી ઓફર, જાણો છેલ્લી તારીખ
- Raksha Bandhan 2023: રક્ષાબંધન પર જુઓ આ 5 હિન્દી સોન્ગ, તહેવારને બનાવો ખાસ
- International Emmy Award: એકતા કપૂર ઈન્ટરનેશનલ એમી એવોર્ડ મેળવનારી પ્રથમ ભારતીય નિર્માતા બની