હૈદરાબાદ:બોલિવુડના તારા સિંહ કરીકે જાણીતા અભિનેતા સની દેઓલે 22 વર્ષ બાદ ફરી એક વાર બોક્સ ઓફિસ પર તુફાન કરવા માટે આવી રહ્યા છે. સની દેઓલ અને અમિષા પટેલ સ્ટારર ફિલ્મ 'ગદર: એક પ્રેમ કથા'નો બીજો બાગ 'ગદર 2' આગામી ઓગસ્ટ મહિનામાં સિનેમાઘરોમાં રિલીઝ થવા માટે તૈયાર છે. સની દેઓલે 'ગદર 2'ની રિલીઝ પહેલા બોલિવુડમાં મોટો ધડાકો કર્યો છે. તેમણે પોતાના નાના પુત્ર રાજવીર દેઓલને બોલિવુડમાં લોન્ચ કર્યા છે.
રાજવીર બોલિવૂડ ડેબ્યુ:સની દેઓલે સોશિયલ મીડિયા પર પોતાના નાના દિકરા રાજવીરની ડેબ્યુ ફિલ્મનું એલાન કર્યું છે. દોનો 'ટૂ સ્ટ્રેન્જર વન ડેસ્ટિનેશન'ની જાહેરાત કરી છે. સની દેઓલે પોસ્ટ સાથે ફિલ્મનું પોસ્ટર પણ શેર કર્યું છે. આ ફિલ્મમાં રાજવીરની સાથે પામોલા પણ બોલિવુડમાં ડેબ્યુ કરવા જઈ રહી છે. રાજવીર અને પામોલા સ્ટારર ફિલ્મ 'દોનો'ને રાજશ્રી પ્રોડક્શન બનાવવા જઈ રહી છે. અવિનાશ બડજાત્યા આ ફિલ્મનું નિર્દેશન કરી રહ્યાં છે.
પામોલા બોલિવૂડ ડેબ્યુ:સની દેઓલે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને નવી જર્નીની શરુઆત કરી છે. આવતીકાલે ફિલ્મનું ટીઝર રિલીઝ થશે. આ ફિલ્મમાં રાજવીરની સાથે અભિનેત્રી પૂનમ ઢિલ્લોની દીકરી પામોલા ઢિલ્લો હિન્દી સિનેમામાં ડેબ્યુ કરશે. સની દેઓલ અને અમિષા પટેલ સ્ટારર ફિલ્મ 'ગદર 2' થિયેટરોમાં રિલીઝ થવા માટે તૈયાર છે. ફિલ્મના બીજા ભાગનું નિર્દેશન પણ અનિલ શર્માએ કર્યું છે.
ઉત્કર્ષ શર્માની ભૂમિકા: ફિલ્મમાં ફરી એક વાર અનિલ શર્માનો પુત્ર ઉત્કર્ષ શર્મા અભિનેતા સની દેઓલના દિકરા તરીકેની ભૂમિકા ભજવતા જોવા મળશે. ફિલ્મ 'ગદર 2'ને લઈને ચાહકો ખુબ ઉત્સાહિત છે. આ ફિલ્મ વર્લ્ડવાઈડ બોક્સ ઓફિસ પર તારીખ 11 ઓગસ્ટના રોજ રિલીઝ થશે. આ જ તારીખે અક્ષય કુમારની ફિલ્મ 'OMG 2' રિલીઝ થવા જઈ રહી છે. બોક્સ ઓફિસ પર બન્ને ફિલ્મ વચ્ચે સ્પર્ધા થશે.
- Box Office Collection: ભારતીય બોક્સ ઓફિસ પર ઓપેનહેમર ફિલ્મે મચાવ્યો હાહાકર, 3 દિવસમાં 50 કરોડની કમાણી
- Barbie Collection Day 3: 'બાર્બી'એ 'ઓપેનહેમર' ફિલ્મને પાછળ છોડી દીધી, ઓપનિંગ વિકેન્ડ પર કરી કરોડોની કમાણી
- Bigg Boss Ott 2: ફલક નાઝ બિગ બોસમાંથી બહાર, અવિનાશની રડવા લાગ્યો