ગુજરાત

gujarat

ETV Bharat / entertainment

Gadar2 Success Party: સની દેઓલે હોસ્ટ કરી 'ગદર 2'ની સક્સેસ પાર્ટી, સલમાન-શાહરુખ સહિત આ કલાકારોએ મેહફિલ જમાવી - સની દેઓલે સક્સેસ પાર્ટી ઓગ ગદર 2નું આયોજન કર્યું

'ગદર 2' 500 કરોડનો આંકડો પાર કરવાની નજીક છે, ત્યારે સની દેઓલે 'ગદર 2'ની સક્સેસ પાર્ટીનું આયોજન કર્યું હતું. આ પાર્ટીમાં સેલેબ્સ પોતાના શાનદાર અંદાજમાં પહોંચ્યા હતા. આ દરમિયાન સહુ સ્ટાર 'ગદર 2'ની સફળતાને લઈ ખુબ જ ખુશ જોવા મળ્યા હતા.

સની દેઓલે હોસ્ટ કરી ફિલ્મ ગ્રેન્ડ સક્સેસ પાર્ટી
સની દેઓલે હોસ્ટ કરી ફિલ્મ ગ્રેન્ડ સક્સેસ પાર્ટી

By ETV Bharat Gujarati Team

Published : Sep 3, 2023, 10:07 AM IST

મુંબઈ: બોલિવુડ અભિનેતા સની દેઓલની ફિલ્મ 'ગદર 2' બોક્સ ઓફિસ પર શાનદાર કમાણી કરી છે. તારીખ 11 ઓગસ્ટના રોજ વર્લ્ડવાઈડ બોક્સ ઓફિસ પર રિલીઝ કરવામાં આવી હતી. આ દરમિયાન અક્ષય કુમારની ફિલ્મ 'OMG 2' પણ બોક્સ ઓફિસ પર આજ દિવસે રિલીઝ થઈ હતી. 'ગદર 2' એ બોક્સ ઓફિસ પર 'જેલર', 'OMG 2', 'ડ્રીમ ગર્લ' જેવી ફિલ્મોની ટક્કર હોવા છતાં દર્શકોને આકર્ષિત કરવામાં સફળ રહી છે.

ગદર 2ની સક્સેસ પાર્ટીનું યોજાઈ: 'ગદર 2'એ ધમાકેદાર કમાણી સાથે નવો રેકોર્ડ બનાવ્યો છે. સની દેઓલ અને અમિષા પટેલની ફિલ્મ 'ગદર 2' 500 કરોડનો આંકડો પાર કરવાની તૈયરીમાં છે. આ ફિલ્મ સાથે સની દેઓલે જરબદસ્ત કમબેક કર્યું છે, ત્યારે તેઓ ફિલ્મની સફળતાનો આનંદ માણી રહી છે. તાજેતરમાં સની દેઓલે 'ગદર 2'ની સક્સેસ પાર્ટીનું આયોજન કર્યું હતું. આ પાર્ટીમાં ફિલ્મ ઉદ્યોગના પ્રખ્યાત કલાકારો પહોંચ્યા હતા.

ગદર 2ની સક્સેસ પાર્ટીમાં સેલેબ્સ:સની દેઓલની ફિલ્મ 'ગદર 2' સસ્કેસ પાર્ટીમાં બોલિવુડના ઘણા કલાકારઓ ભાગ લીધો હતો, જેમાં ફિલ્મ ઉદ્યોના સલમાન ખાન અને બોલિવુડ બાદશાહ શાહરુખ ખાને પણ સામેલ છે. આ ઉપરાંત સિંઘમ અજય દેવગણ અને કાજોલે પણ પાર્ટીમાં હાજરી આપી હતી. અન્ય કલાકારોમાં જોઈએ તો, કાર્તિક આર્યન, વિકી કૌશલ, અભિષેક બચ્ચન, સંજય દત્ત, સારા અલી ખાન ભાઈ ઈબ્રાહીમ ખાન સાથે અને કિયારા અડવાણી પતિ સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે પહોંચી હતી. પાર્ટીમાં અનુપમ ખેર, સુનીલ શેટ્ટી અને બોબી દેઓલે પાર્ટીમાં મહેફીલ જમાવી હતી.

અમિષા પટેલની ગ્લેમરસ લુકમાં એન્ટ્રી: 'ગદર 2' ફિલ્મમાં સની દેઓલની સાથે સહ અભિનેત્રીની ભૂમિકા ભજવનાર અમિષા પટેલ પણ ગ્લેમરસ લુકમાં જોવા મળી હતી. અમિષા પટેલ સિલ્વર ડ્રેસમાં ખુબ જ સુંદર દેખાઈ રહી. 'ગદર 2' તારીખ 11 ઓગસ્ટના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી અને હાલમાં 500 કરોડનો આંકડો ટૂંક સમયમાં પાર કરી લેશે. આ ફિલ્મ વર્ષ 2001માં રિલીઝ થયેલી 'ગદર: એક પ્રેમ કથા'ની સિક્વલ છે. આ ફિલ્મમાં સની દેઓલ, અમિષા પટેલ ઉપરાંત ઉત્કર્ષ શર્મા સામેલ છે.

  1. Jailer OTT Date: બોક્સ ઓફિસ પર જંગી સફળતા પછી, 'જેલર' OTT પર રિલીઝ થવા માટે તૈયાર
  2. Scam 2003 Screening: 'સ્કેમ 2003 ધ તેલગી સ્ટોરી'નાં સ્ક્રીનિંગમાં પ્રતિક ગાધીએ કહી મોટી વાત, જાણો ક્યારે સ્ટ્રીમ થશે
  3. Gadar 2 Vs Omg 2: 'ગદર 2' 500 કરોડનો આંકડો કરશે પાર, 'omg 2' 150 કરોડની નજીક

ABOUT THE AUTHOR

...view details