હૈદરાબાદ: વર્ષ 2001ની હિટ ફિલ્મ 'ગદર'ની સિક્વલ 'ગદર 2' ટૂક સમયમાં થિયેટરોમાં રિલીઝ થવા માટે તૈયાર છે. 'ગદર: એક પ્રેમ કથા'માં સની દેઓલે તારા સિંહ અને સકીના તરીકે અમિષા પટેલે પોતાના શાનદાર ભૂમિકાથી ચાહકોના દિલમાં જગ્યા બનાવી છે. હવે ફરી એક વાર આ જ જોડી ચાહકોના દિલને સ્પર્સ કરે તેવી સ્ટોરી લઈને નજીકના સિનેઘરોમાં આવી રહી છે. ફિલ્મની સ્ટાર કાસ્ટ ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે. ત્યારે ટૂંક સમયમાં રિલીઝ થવાનું સુનિશ્ચિત છે. 'ગદર 2' પહેલેથી જ બોક્સ ઓફિસ પર ખાસ કરીને ઉત્તર ભારતમાં જોરદાર શરુઆત કરવાના સંકેતો દર્શાવે છે.
ગદર 2 એડવાન્સ બુકિંગ: ફિલ્મ ફિલ્મ વિશ્વેષક તરણ આદર્શે તાજેતરમાં ટ્વિટર પર રસપ્રદ આંતરદૃષ્ટિ શેર કરીને જાહેર કર્યુ છે કે, 'ગદર 2'એ તેમના શરુઆતના દિવસે 1.3 લાખથી વધુ ટિકિટોનું વેચાણ સાથે પહેલેથી જ પ્રભાવશાળી સીમાચિહ્ન હાંસલ કર્યું છે. ટિકિટનું સૌથી સારું વેચાણ ઉત્તર ભારતમાં થઈ રહ્યું છે. આમ બોક્સ ઓફિસ પર સારું પ્રદર્શન કરશે તેવા સંકેતો મળી રહ્યાં છે.
બુકિંગની અપડેટ શેર: તરણ આદર્શે એડવાન્સ બુકિંગની સ્થિતિની અપડેટ શેર કરી છે. જેમાં PVR: 45,200 ટિકિટ, INOX: 36,100 ટિકિટ, સિનેપોલિસ: 24,000 ટિકિટ સામેલ છે. આ આંકડાઓ પ્રેક્ષકોમાં 'ગદર 2' માટે નોંધપાત્ર રસ અને માંગ દર્શાવે છે. ફિલ્મના એડવાન્સ બુકિંગે અમુક સેગમેન્ટમાં આ વર્ષની બ્લોકબસ્ટર 'પઠાણ'ને પણ પાછળ છોડી દીધી છે. ખાસ કરીને B અને C ટાયર સિંગલ સ્ક્રીન સિનેમાઘરોમાં.
સિંગલ સ્ક્રીન બુકિંગ: હકીકતમાં ફિલ્મ ટ્રેડ એનાલિસ્ટિ સુમિત કડેલે ટ્વીટર પર નોંધ્યું હતું કે, ''આ સિંગલ સ્ક્રીન સિનેમાઘરોમાં એડવાન્સ બુકિંગ 'પઠાણ' કરતાં વધુ નોંધપાત્ર છે. એડવાન્સ બુકિંગનુ આ સ્તર વર્ષોથી જોવા મળ્યું નથી. હવે તારીખ 11 ઓગસ્ટે અક્ષય કુમારનીો 'OMG 2' સાથે ફિલ્મ સાથે બોક્સ ઓફિસ પર જોરદાર ટક્કર થવાની છે. હવે જોવાનું રહ્યું કે, બોક્સ ઓફિસ કઈ ફિલ્મ સારું પ્રદર્શન કરશે ?
- Director Siddique: 'બોડીગાર્ડ' ફિલ્મના નિર્દેશક સિદ્દિકીનું અવસાન, સાંજે 6 કલાકે થશે અંતિમ સંસ્કાર
- Mahesh Babu Birthday: 'ગુંટુર કરમ' ફિલ્મનું નવું પોસ્ટર રિલીઝ, નિર્માતાઓએ જન્મદિવસની શુભેચ્છા પાઠવી
- Don 3: 'ડોન 3'નો જાહેરાત વીડિયો આવ્યો સામે, જાણો ફિલ્મના મુખ્ય અભિનેતા કોણ છે ?