મુંબઈ:બોલિવૂડ અભિનેતા સંજય દત્તે સોમવારે તેમના પિતા સુનીલ દત્તને તેમની 93મી જન્મજયંતિ (sunil dutt 93rd birth anniversary) પર શ્રદ્ધાંજલિ આપી હતી. 'KGF ચેપ્ટર 2' ફેમ અભિનેતાએ રાજકુમાર હિરાની દ્વારા નિર્દેશિત 'મુન્નાભાઈ MBBS'ની તસવીરો શેર કરી છે. તેણે કહ્યું કે દિવંગત અભિનેતા હંમેશા તેનો 'હીરો' રહેશે. ( Sanjay Dutt emotional post) ફિલ્મ મુન્નાભાઈ તેની પિતા સાથેની છેલ્લી ફિલ્મ હતી.
આ પણ વાંચો:સલમાનને મળ્યો ધમકી ભર્યો પત્ર, જાણો શુ લખ્યુ હતુ પત્રમાં
અમારા જીવનમાં આધારસ્તંભ બનવા બદલ આભાર: સંજય દત્તે ટિ્વટર પર લખ્યું, 'હું આજે જે કંઈ પણ છું, તમારા વિશ્વાસ અને પ્રેમને કારણે છું. ( Sanjay Dutt emotional post) તમે મારા હીરો હતા અને હંમેશા રહેશે. હેપ્પી બર્થડે પપ્પા. સુનીલ દત્તની પુત્રી અને કોંગ્રેસ નેતા પ્રિયા દત્તે પણ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેના પિતાની બ્લેક એન્ડ વ્હાઇટ તસવીર શેર કરી છે. તેણે લખ્યું, 'સૌથી સુંદર, સુંદર, મહેનતુ, સજ્જનને જન્મદિવસની શુભેચ્છા. હું ગર્વથી કહું છું કે તે મારા પિતા છે, મારા 'હીરો' છે. તેણે માપદંડો એટલા ઊંચા કરી દીધા છે કે હવે તેના જેવું કોઈ બની શકે નહીં. લવ યુ પપ્પા... અમારા જીવનમાં આધારસ્તંભ બનવા બદલ આભાર.'