હૈદરાબાદ:નિર્માતાઓએ તારીખ 6 સપ્ટેમ્બરના રોજ મુંબઈમાં 'સુખી' ફિલ્મનું ટ્રેલર લોન્ચ કર્યું છે. આ ફિલ્મમાં શિલ્પા શેટ્ટી એક પત્ની અને માતા તરીકે જોવા મળે છે. ફિલ્મમાં તે પોતાની સહેલીને મળવા જાય છે. 'સુખી' ફિલ્મ રમૂજી, સુખ-દુખ, કરુણાથી ભરપૂર છે. સ્ટોરી એક મનમોહક વળાંક લે છે. સુખી અને તેમના મિત્રો બે દાયકા પછી તેમના પુન:મિલન માટે દિલ્હીની સફર પર નિકળે છે. આ ટ્રેલરમાં તેમના અનુભવો અને લાગણીઓનું જીવંત દૃશ્ય જોવા મળે છે. પત્ની અને માતાની ભૂમિકાઓમાંથી એક મહિલા તરીકેની પોતાની ઓળખને ફરીથી શોધે છે.
Shilpa shetty Sukhee trailer: શિલ્પા શેટ્ટી સ્ટારર ફિલ્મ 'સુખી'નું ટ્રેલર આઉટ, જુઓ શાનદાર સ્ટોરી - શિલ્પા શેટ્ટીની ફિલ્મ સુખી
શિલ્પા શેટ્ટી અભિનીત ફિલ્મનું ટ્રેલર બુધવારે મુંબઈ ખાતે એક ઈવેન્ટ દરમિયાન રિલીઝ કર્યું હતું. આ ફિલ્મની સ્ટોરીમાં એક ગૃહિણી હોવા છતા પોતાની સહેલીને દિલ્હી મળવા જવાનું નક્કી કરે છે. આમ કરતા તેમને ઘણા પડકારોનો સામનો કરવો પડે છે. જેમાં અભિનેત્રી પોતાનામાં એક નવી વ્યક્તિને શોધવા માટેનો અદમ્ય સાહસ દર્શાવે છે.
![Shilpa shetty Sukhee trailer: શિલ્પા શેટ્ટી સ્ટારર ફિલ્મ 'સુખી'નું ટ્રેલર આઉટ, જુઓ શાનદાર સ્ટોરી શિલ્પા શેટ્ટીની સ્ટારર ફિલ્મ 'સુખી'નું ટ્રેલર આઉટ, જુઓ શાનદાર સ્ટોરી](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/07-09-2023/1200-675-19444701-thumbnail-16x9-jkkjkjk.jpg)
Published : Sep 7, 2023, 6:30 AM IST
ટ્રેલરમાં જુઓ શિલ્પા શેટ્ટીની શાનદાર ભૂમિકા:38 વર્ષની પંજાબી ગૃહિણી સુખપ્રીત સુખી કલરાના જીવનની આસપાસ ફરે છે. 'સુખી' એ સોનલ જોશીની દિગ્દર્શક તરીકેની ડેબ્યુ ફિલ્મ છે. ભૂષણ કુમાર, કૃષ્ણ કુમાર, વિક્રમ મલ્હોત્રા અને શિખા શર્મા દ્વારા નિર્મિત છે. કુશા કપિલા, દિલનાઝ ઈરાની, પાવલીન ગુજરાલ, ચૈતન્ય ચૌધરી અને અમિત સાધ મહત્ત્વની ભૂમિકામાં જોવા મળે છે. સુખીમાં શિલ્પા શેટ્ટીએ શાનદાર ભૂમિકા ભજવી છે. આ ફિલ્મ તારીખ 22 સપ્ટેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થવાની તૈયારીમાં છે.
શિલ્પા શેટ્ટીની આગામી ફિલ્મ: સુખી એક બાજુએ શિલ્પા શેટ્ટી રોહિત શેટ્ટીની આગામી OTT ડેબ્યુ 'ઈન્ડિયન પોલિસ ફોર્સ' જોવા મળશે. જેમાં તે સિદ્ધાર્થ મલ્હોત્રા અને વિવેક ઓબેરોય સાથે સ્ક્રીન શેર કરશે. આ સિરીઝ એમેઝોન પ્રાઈમ પ્લેટફોર્મ પર સ્ટ્રીમિંગ માટે ઉપલબ્ધ થશે. આ ઉપરરાંત શિલ્પા શેટ્ટી પાસે રવિચંદ્રન અને સંજય દત્તની સાથે 'Kd-ધ ડેવિલ' પણ છે. સુખી ફિલ્મ તમિલ, કન્નડ, તેલુગુ, મલયાલમ અને હિન્દીમાં રિલીઝ થવાની શક્યતા છે.