હૈદરાબાદઃ સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. દક્ષિણના પ્રખ્યાત અભિનેતા વિજય સેતુપતિ (Vijay Sethupathi Stuntman) તેમની આગામી ફિલ્મનું શૂટિંગ કરી રહ્યા હતા. ત્યારે શૂટિંગ દરમિયાન એક સ્ટંટમેનનું દુઃખદ અવસાન થયું (Stuntman Suresh death) હતું. શૂટિંગ સેટ પરની આ હ્રદયદ્રાવક ઘટનાએ સેટ પર હાજર તમામ લોકોને હંફાવી દીધા હતા. વાસ્તવમાં 54 વર્ષીય સ્ટંટમેન સુરેશ એક્શન સીન ફિલ્માવતી વખતે 20 ફૂટની ઊંચાઈએથી પડીને જીવ ગુમાવ્યો હતો. આ અકસ્માત બાદ વિજયના શૂટિંગ સેટ પર શોકની લાગણી ફેલાઈ ગઈ છે.
20 ફૂટની ઊંચાઈથી સ્ટંટ:આ દર્દનાક ઘટનાવિજયની આગામી ફિલ્મ 'વિદુથલઈ'ના સેટ પર બની હતી. આ ફિલ્મનું નિર્દેશન વેત્રી મારન કરી રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ફિલ્મનો સેટ ટ્રેનના ભંગારમાંથી બનાવવામાં આવ્યો હતો. દ્રશ્ય મુજબ સ્ટંટમેન સુરેશને 20 ફૂટની ઊંચાઈએથી કૂદીને સ્ટંટ કરવાનો હતો.