ન્યૂઝ ડેસ્ક:સુશાંત સિંહ રાજપૂત અને રિયા ચક્રવર્તી ડ્રગ્સ કેસ (SSR Drug Case)ની તપાસ કરનાર મુંબઈના નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB)ના ઈન્ટેલિજન્સ ઓફિસર વિશ્વનાથ તિવારીને બરતરફ કરવામાં આવ્યા છે. સુશાંતના મૃત્યુ બાદ વિશ્વનાથ તિવારી આ કેસ સાથે જોડાયેલી હસ્તીઓની તપાસ કરી રહ્યા હતા.
ઓફિસર પર ગંભીર આરોપ: NCB અધિકારી વિશ્વનાથ તિવારી પર પરવાનગી વગર વિદેશ પ્રવાસ કરીને બ્લેક મની લેવાનો આરોપ લગાવામાં આવ્યો છે. આ સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યા બાદ વિજિલેન્સ તપાસ હાથ ધરવામાં આવી હતી અને તથ્યોના આધારે દિલ્હી NCB હેડક્વાર્ટરમાંથી તિવારીને બરતરફ કરવાના આદેશો જારી કરવામાં આવ્યા હતા.