હૈદરાબાદ: સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની મેગા બ્લોગબસ્ટર ફિલ્મ RRR રિલીઝ થયાના 10 મહિના પછી પણ ચાલી રહી છે. આ ફિલ્મ ગયા વર્ષે તારીખ25 માર્ચ 2022ના રોજ વિશ્વભરમાં રિલીઝ થઈ હતી. આ ફિલ્મે વિશ્વભરમાં 1100 કરોડથી વધુની કમાણી કરી હતી. આખી દુનિયા જુનિયર એનટીઆર અને રામ ચરણ સ્ટારર ફિલ્મની વાત કરી રહી છે. તાજેતરમાં જ આ ફિલ્મે ગોલ્ડન ગ્લોબ એવોર્ડ અને ક્રિટીક્સ ચોઈસ એવોર્ડ 2023 જીત્યો છે.
આ પણ વાંચો:Jr Ntr Cousin Cardiac Attack : Rrrના એક્ટર જુનિયર Ntrના પિતરાઈ ભાઈને આવ્યો હાર્ટ એટેક
RRRએ જાપાનમાં મચાવી ધમાલ: હાલમાં RRR ફિલ્મ માટે એક નવું અપડેટ આવ્યું છે. નોંધપાત્ર વાત એ છે કે, ફિલ્મ RRR ગયા વર્ષે જાપાનમાં પણ રિલીઝ થઈ હતી. આ સાથે આ ફિલ્મે રિલીઝ થયા પછી 100 દિવસ પૂરા કર્યા છે. RRR જાપાનમાં 100 દિવસ પછી પણ ધમાલ મચાવી રહ્યું છે. આ માહિતી ફિલ્મના દિગ્ગજ નિર્દેશક SS રાજામૌલીએ આપી છે. આ સાથે તેમણે જાપાનના દર્શકોનો પણ આભાર માન્યો હતો.
રાજામૌલીએ જાપાની ચાહોકોને વ્યક્ત કર્યો આભાર: જાપાનમાં ફિલ્મ RRRના 100 દિવસ પૂરા થવા પર રાજામૌલીએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે. આ પોસ્ટમાં રાજામૌલીએ લખ્યું છે કે, ''તે દિવસોમાં ફિલ્મ 100 દિવસ અને 175 દિવસ ચાલે છે વગેરે. એક મોટી વાત સમય પછી બિઝનેસનું માળખું બદલાઈ ગયું. તે સુંદર યાદો જતી રહી, પરંતુ જાપાની દર્શકોએ અમને ખુશીઓથી ભરી દીધા છે. રાહત અનુભવી, જાપાન પ્રત્યેનો મારો પ્રેમ, અરિગાટો ગૌઝાઈમાસુ'' આમ આ રિતે જાપાનીઝમાં માન્યો આભાર.
આ પણ વાંચો:Pathaan Box Office Collection Day 3: 'પઠાણ' 'બાહુબલી 2' અને 'KGF 2'નો આ રેકોર્ડ તોડી શક્યો નથી
બોક્સ ઓફિસ કલેક્શન: RRR જાપાની થિયેટરોમાં 100 દિવસ પૂર કરનાર ભારતીય સમનેમાની પ્રથમ ફિલ્મ બની છે. RRR એ આ 100 દિવસમાં જાપાનીઝ બોક્સ ઓફિસ પર રુપિયા 47 કરોડનું કલેક્શન કર્યું છે. આ ઉપરાંત ફિલ્મ પોતાનો હજુ પણ દબદબો બતાવી રહી છે. ફિલ્મ RRRને આગામી 95માં એસ્કાર માટે નોમિનેટ કરવામાં આવી છે. ફિલ્મનું સુપરહિટ ગીત 'નાટુ નાટુ' ને શ્રેષ્ઠ ગીતની સિરીઝમાં ઓસ્કાર નોમિનેશન મળ્યું હતું. હવે આખા દેશની નજર RRR ઓસ્કાર એવોર્ડ જીતવા પર છે. એવી પ્રર્થના કરવામાં આવી રહી છે કે, આ ફિલ્મ ઓસ્કાર એવોર્ડ ઘરે લાવે.