હૈદરાબાદ: 'જવાન'ની સફળતા બાદ ટીમે મંગળવારે અંબાણી પરિવારના ગણેશ ચતુર્થીની ઉજવણીમાં હાજરી આપી હતી. શાહરુખ ખાન પોતાની પત્નિ ગૌરી ખાન, પુત્ર અબરામ ખાન અને પુત્રી સુહાના ખાન સાથે ઉદ્યોગપતિ મુકેશ અંબાણી-નિતા અંબાણીના નિવાસ્થાન એન્ટિલિયા પહોંચ્યા હતા. ગૌરીની માતા સવિતા છિબ્બર પણ ખાન પરિવાર સાથે અંબાણીની ગણેશ ચતુર્થીની ઉજવણીમાં પહોંચી હતી. માત્ર શાહરુખ ખાન જ નહીં, પરંતુ તેમની 'જવાન' ફિલ્મની સહ અભિનેત્રી નયનતારાએ પણ દિગ્દર્શક એટલી કુમાર સાથે મુંબઈમાં આયોજિત કાર્યક્રમામાં હાજરી આપી હતી.
Ambani Ganesh Chaturthi celebrations: અંબાણી પરિવારના ઘરે ગણપતિ બાપ્પાના દર્શન કરવા 'જવાન'ની ટીમ સહિત આ સ્ટાર્સ પહોંચ્યા - અંબાણી ગણેશ ચતુર્થીની ઉજવણીમાં નયનતારા
અંબાણીની ગણેશ ચતુર્થીની ઉજવણીમાં શાહરુખ ખાન અને 'જવાન'ની ટીમે હાજરી આપી હતી. કિંગ ખાન તેમના પરિવાર સાથે આ ઉત્સવમાં પહોંચ્યા હતા. આ ઉજવણીમાં 'જવાન'ની અભિનેત્રી નયનતારા ડ્રેડિશનલ લુકમાં જોવા મળી હતી. આ ઉપરાંત 'જવાન'ના નિર્દેશક એટલી કુમારે તેમની પત્નિ પ્રિયા સાથે હાજરી આપી હતી.

Published : Sep 20, 2023, 12:22 PM IST
અંબાણી ગણેશ ચતુર્થીની ઉજવણીમાં જવાન ટીમ:ઈવેન્ટમાં નાઈન્સના પોશાક પહેરીને શાહરુખ ખાન અને તેમના પરિવારે પાપારાઝી સામે પોઝ આપ્યો હતો. કિંગ ખાને ઈવેન્ટ માટે એથનિક લુક પસંદ કર્યો હતો અને તેમણે પોનિટેલમાં પોતાના વાળ બાંધી રાખ્યા હતા. ગૌરી એથનિક સૂટમાં જોવા મળી હતી. આ દરમિયાન સુહાના ખાન પણ સુંદર દેખાઈ રહી હતી. શાહરુખ ખાનની કો-સ્ટાર નયનતારા પતિ વિગ્નેશ શિવન સાથે અંબાણીની ગણેશ ચતુર્થીની ઉજવણી માટે પહોંચી હતી. તેમણે વ્હાઈટ ડ્રેસમાં હાથમાં હાથ રાખીને ઈવેન્ટમાં પ્રવેશ કર્યો હતો.
અંબાણી ગણેશ ચતુર્થીની ઉજવણીમાં નિર્દેશક: પરંપરાગત પોશાકમાં 'જવાન'ના નિર્દેશક એટલી કુમારે પણ પોતાની હાજરી આપી હતી. ફિલ્મ નિર્માતા તેમની પત્ની સાથે સેલિબ્રેશનમાં જોવા મળ્યા હતા. પ્રિયાએ યલો શરારા સેટ પસંદ કર્યો હતો. અંબાણીની ગણેશ ચતુર્થીની ઉજવણીમાં 'જવાન'ની ટીમ સિવાય અન્ય કલાકારો પણ ઉપસ્થિત રહ્યા હતા. આલિયા ભટ્ટ, ઐશ્વર્યા રાય, સલમાન ખાન, કિયારા અડવાણી, સિદ્ધાર્થ મલ્હોત્રા, દીપિકા પાદુકોણ, રણવીર સિંહ સહિતના સ્ટાર્સે હાજરી આપી હતી.
- Shibani Roy Mrs. Universe 2023 : શિબાની રોય મિસીસ યુનિવર્સ 2023 સ્પર્ધા સ્ટેજને ચમકાવવા માટે તૈયાર, રાષ્ટ્રીય પૌશાક અમદાવાદના અલદિનાર ફેશને બનાવ્યો
- Guthlee Ladoo Trailer Out: અભિનેતા સંજય મિશ્રા અભિનીત 'ગુઠલી લાડુ'નું ટ્રેલર લોન્ચ, જાણો ક્યારે થશે ફિલ્મ રિલીઝ
- Bollywood Box Office Updates: 'જવાન'ની કમાણીમાં 14માં દિવસે ઘટાડો થવાની શક્યતા